For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ફેસબુકના ડિસલાઇક બટનથી કયા કયા લોકોની ઊંધ બગડશે!

|
Google Oneindia Gujarati News

ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે મંગળવારે તે વાતની પૃષ્ટી કરી હતી કે ફેસબુકની ટીમ "ડિસલાઇક" બટન પર કામ કરી રહી છે. અને બની શકે કે ટૂંક સમયમાં જ આ બટન પણ લાઇક બટન બાજુમાં આવી જાય. જેના દ્વારા લોકો પોતાનો અણગમો વ્યક્ત કરી શકે.

જો કે હાલ તે વાતની સ્પષ્ટતા તો નથી થઇ કે ક્યારે ફેસબુક ડિસલાઇક બટનને અધિકૃત રીતે મૂકશે. પણ જ્યારે પણ તેને અધિકૃત રીતે મૂકવામાં આવશે આ બટનના આવવાથી ભારતના અમુક નેતાઓ અને અભિનેતાઓની મુશ્કેલીઓ તો જરૂરથી વધશે. ત્યારે કયા નેતાઓ અને અભિનેતાઓ પર આ ડિસલાઇકના મારો વધુ છવાશે તે પર અમે એક સંશોધન કર્યું છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને તમે પણ જાણો ભારતમાં કોને કોને હેરાન કરશે આ ડિસલાઇક બટન...

સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી

ઇકોનોમિસ્ટ અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન એવા સુબ્રમણ્યમ સ્વામી સોશ્યલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે ત્યારે તેમની હિંદુવાદી ટિપ્પણીઓ કેટલાક લોકોની ડિસલાઇકનો ભોગ બની શકે છે!

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી

તો વળી ઓલ ઇન્ડિયા મઝલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમના નેતા અસદુદ્દીન ઓવૈસી અને તેમના ભાઇ અકબરુદ્દીન ઓવૈસી પણ તેની મુસ્લિમ તરફી ટિપ્પણીઓ માટે જાણીતા છે ત્યારે આ નેતાઓ માટે પણ ડિસલાઇક બટન, તેમને એક નવો મુદ્દો આપવા માટે કારણભૂત બની શકે છે.

રાખી સાવંત

રાખી સાવંત

વિવાદોની ક્વીન કહેવાતી રાખી સાવંત છાશવારે કરતી રહેતી હોય છે વિવાદિત ટિપ્પણીઓ. ક્યારેક તે સની લિયોનીને "ચલ હટ" કહે છે તો ક્યારેક કોઇ મંત્રીને બેસ્ટફેન્ડ ત્યારે ફેસબુકનું ડિસલાઇક બટન રાખીના ચહેરા પર શું ચુપ્પી લાવશે?

રાધે માં

રાધે માં

રાધે માં પોતાને માં દુર્ગાનું સ્વરૂપ કહેતા રાધે માં હાલ તો તેમના પર લાગેલા વિવાદોના કારણે મુશ્કેલીમાં છે ત્યારે શું ડિસલાઇક બટન તેમની મુશ્કેલીઓ વધારશે?

કમાલ આર ખાન

કમાલ આર ખાન

કેઆરકેને કેમ ભૂલાય! પોતાની વિવાદસ્પદ ટિપ્પણી માટે સોશ્યલ મીડિયામાં જાણીતા રહેતા કેઆરકે ડિસલાઇક બટન પર કેવી કમેન્ટ કરે છે તે તો હવે જોવું જ રહ્યું!

રામદેવ બાબા

રામદેવ બાબા

રામદેવ બાબા પણ સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે જો કે ધણીવાર રાજકીય મુદ્દાઓ પર તેમણે કરેલી કમેન્ટ દરેક લોકોને પસંદ નથી આવતી ત્યારે ડિસલાઇક બટન તેમના પ્રોફાઇલ પર કેવી પ્રતિક્રિયા આપે છે તે તો હવે જોવું જ રહ્યું.

દિગ્ગવિજય સિંહ

દિગ્ગવિજય સિંહ

ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા દિગ્ગવિજય સિંહ પણ સોશ્યલી ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અનેક લોકોને ડિસલાઇકનું બટન દબાવવા માટે મજબૂર કરી શકે છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિસલાઇક બટન એક ટેન્સન બની શકે છે. કારણ કે ભારતમાં ભલે મોટી સંખ્યા લોકો તેમને પસંદ કરતા હોય પણ તેવો પણ એક વર્ગ છે જે તેમને ડિસલાઇક કરે છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ તેવા રાહુલ ગાંધી પણ અનેક વાર વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. ખાસ કરીને "પ્રોવર્ટી ઇઝ સ્ટેટ ઓફ માઇન્ડ" જેવી રાહુલની ટિપ્પણીઓ સોશ્યલ મીડિયા પર તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

ડિજીટલ મીડિયા

ડિજીટલ મીડિયા

મોટાભાગની ન્યૂઝ ચેનલ સોશ્યલ મીડિયા ભારે એક્ટિવ રહે છે ત્યારે કદાચ ડિસલાઇકનું બટન તેમની પણ મુશ્કેલીઓ વધારી શકે છે.

નેતા-અભિનેતા

નેતા-અભિનેતા

ત્યારે આ લિસ્ટ જાહેર જીવન ગાળતા અનેક વિવાદાસ્પદ નેતાઓ અને અભિનેતા કે અભિનેત્રીઓની તમામ માટે લાગુ પડે છે. સાથે જ તે સામાન્ય માણસની માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. ત્યારે ફેસબુક કેવી રીતે આ ડિસલાઇક બટનને બહાર પાડે છે તેનો કેવા ઉપયોગ સોશ્યલ મીડિયા પર થાય છે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Facebook dislike button soon creating problem for this celebrity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X