For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facebookને ટક્કર આપશે શુદ્ધ દેશી Jumpbook

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 5 સપ્ટેમ્બર: ક્રિએટીવિટી દરેક માણસમાં હોય છે, બસ તેને બહાર લાવવાની જરૂર હોય છે. પટનાના બે ભાઇઓ નિલય સિંહ અને અંકુર સિંહના વર્ચુઅલ સ્પેસમાં આવો ચમત્કાર કરી બતાવ્યો છે.

ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટને ટક્કર આપવા માટે આ બંને ભાઇઓએ શુદ્ધ દેશી જંપબુક તૈયાર કર્યું છે જે કોઇપણ પ્રકારે ફેસબુક કરતાં ઓછું નથી. પટનાના કંકડબાગમાં રહેનાર બીટેકના વિદ્યાર્થી નિલય સિંહ અને અંકુર સિંહ બંને ભાઇ છે. બંને ભાઇઓએ મળીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ તૈયાર કરી છે. તેમાં ફેસબુક જેવી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.

જો કે સાઇટ બનાવનાર બંને ભાઇઓ, નિલય સિંહ અને અંકુર માટે એટલુ સરળ ન હતું. ધરની આર્થિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે નિલય સિંહે પોતાની એન્જીનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દિધી હતી જેથી અંકુર પોતાનો અભ્યાસ પુરો કરી શકે.

વેબસાઇટ ડિઝાઇનિંગનો કોર્સ નિલય સિંહે સ્થાનિક કોમ્પ્યુટર સેન્ટરમાંથી પૂર્ણ કર્યો, ત્યારબાદ આકરી મેહનત બાદ પોતાના ભાઇ સાથે મળીને જંપબુક બનાવવામાં સફળતા મળી.

જંપબુકની વિશેષતા

જંપબુકની વિશેષતા

બંને ભાઇઓનો દાવો છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલી સાઇટ ઘણી બાબતે ફેસબુક કરતાં ચડિયાતી છે. નિલય સિંહે જણાવ્યું હતું કે તેમની સાઇટમાં સોશિયલ નેટવર્કિગ વેબસાઇટ, એપ્લીકેશન, ફોરમ અને બ્લોગ સહિત 5 મુખ્ય વિશેષતાઓ છે.

સુરક્ષાનું રાખ્યું ધ્યાન

સુરક્ષાનું રાખ્યું ધ્યાન

નિલય સિંહે જણાવ્યું હતું કે જંપબુકમાં અમે સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. તેમાં તમારી પરવાનગી વિના કોઇપણ ટાઇમલાઇન પર કંઇપણ નાખી શકતું નથી. નિલય સિંહે કહ્યું હતું કે તેમાં લોગીન થતાં પહેલાં જ રીસેન્ટલી જોડાયેલા લોકોની યાદી જોવા મળે છે. તે લીસ્ટને જોઇને તમે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી શકો છો.

કોઇ હેક કરી શકતું નથી

કોઇ હેક કરી શકતું નથી

નિલય સિંહનો દાવો છે કે તેને કોઇ બીજી વ્યક્તિ હેક કરી શકતું નથી. ખુલતાં પહેલાં તેમાં એક સરળ પ્રશ્ન પુછવામાં આવે છે. તેનો જવાબ ફક્ત તે વ્યક્તિ જ આપી શકે છે. કોમ્પ્યુટર આ પ્રશ્નનો જવાબ આપી શકતું નથી. પ્રશ્નનો જવાબ આપવાની સાથે જ પાસવર્ડ નાખવો પડે છે. ત્યારે આ ખુલે છે.

આવી રહી છે ફંડની મુશ્કેલી

આવી રહી છે ફંડની મુશ્કેલી

આગળની યોજના વિશે વાત કરીએ તો નિલય સિંહ થોડી ઉદાસી સાથે કહે છે કે અમારી પાસે ફંડની સમસ્યા છે જેથી અમે આનો વિસ્તાર કરી શકતા નથી.

લોકોમાં લોકપ્રિયતા

લોકોમાં લોકપ્રિયતા

ત્રણ મહિના પહેલાં શરૂ કરવામાં આવેલા જંપબુકમાં આજે 32 હજારથી વધુ યૂજર્સ છે અને દિન પ્રતિદિન તેની સંખ્યા વધી રહી છે. જેના કારણે જંપબુકનું સર્વર લોડ લઇ નથી રહ્યું. યૂજર્સની સંખ્યા આ પ્રમાણે વધતી રહેશે તો આગામી એક વર્ષમાં 15 લાખ યૂજર્સ થઇ જશે.

લોન લઇને ચાલુ કર્યું સર્વર

લોન લઇને ચાલુ કર્યું સર્વર

ગત 3 મહિનાઓથી સર્વર ફંડના કારણે બંધ પડ્યું હતું, પરંતુ અમે 20 હજાર રૂપિયાની લોન લઇને તેને ચાલુ કરાવ્યું. ફંડને લઇને પરેશાન નિલય સિંહ કહે છે કે આના માટે ના તો તે કોઇ સરકાર આર્થિક મદદ લેવા માટે તૈયાર છે અને ના તો લોકો સુધી આ વેબસાઇટની ઓળખ બનાવવા માટે કોઇ માધ્યમ છે.

બુલંદ વિશ્વાસ

બુલંદ વિશ્વાસ

પૈસાની સમસ્યાના કારણે જંપબુકને પોપ્યુલર બનાવવામાં ભલે તેમનો સમસ્યા આવી રહી છે પરંતુ તેમનો વિશ્વાસ બુલંદ છે. જો તમે પણ જંપબુક સાથે જોડાવવા માંગતા હોય તો www.jumpbook.in પર જાવ.

English summary
With social networking website Jumpbook, two Patna brothers aim to compete with Facebook. The newly launched social networking website has been creating buzz on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X