• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતી હસ્તીઓના જીવન પર આધારિત ચર્ચિત પુસ્તકો

|

સેલિબ્રિટીઝ સાથે જોડાયેલ સમાચાર, ગોસિપ અને ફોટો... વગેરેમાં લગભગ જ કોઇ એવું હશે જે એમાં રસ ના લે. અને વાત જ્યારે આપના કોઇ ફેવરિટ સેલિબ્રિટી પર લખાયેલા કોઇ પુસ્તકની હોય તો પછી આપનો રસ તેમાં વધી જાય છે. અંગ્રેજી સાહિત્યમાં ફિક્શન, નોન ફિક્શન અને થ્રિલર સહિત ઘણા પ્રકારના પુસ્તકો આવે છે.
જ્યારે પણ પુસ્તકો વાંચવાની વાત આવે છે, તો અલગ અલગ વ્યક્તિઓની પસંદ જુદી-જુદી હોય છે. ખરેખર એક પુસ્તક વાંચવું એ તેના લેખક દ્વારા એક પ્રવાસ પર જવા બરાબર છે. એક એવો પ્રવાસ જેમાં આપ સત્ય ઘટનાઓ સાથે પણ રૂબરૂ થાવ છો.

જોકે દરેક લેખકનો સ્વભાવ અલગ-અલગ હોય છે, માટે દરેક પુસ્તક એક જુદી જ પ્રતિભા અને મહત્વ ધરાવે છે. હાલના દિવસોમાં સેલિબ્રિટી પર ઘણા પુસ્તકો લખાયા છે. આવા પુસ્તકોમાં આપના પસંદગીની હસ્તીઓ અંગે ખૂબ જ બધી માહિતીઓનો સંપૂટ હોય છે. જેના દ્વારા વાચક તે સેલિબ્રિટીના જીવન સાથે જોડાયેલ ઘણી ઘટનાઓને બારીકાઇથી જાણી શકે છે. જ્યારે સેલિબ્રિટીઝ આપણું મનોરંજન કરે છે ત્યારે આપણે તેમનાથી ભાવનાત્મકરીતે જોડાઇ જઇએ છીએ. માટે સ્વાભાવિક છે કે આપણે આપણી ફેવરિટ સેલિબ્રિટીઝની જીંદગીના બીજા પાસાને પણ જાણવાવાની પણ કોશિશ કરીશું.

આપણી આ જીજ્ઞાશાઓને શાંત કરવા પુસ્તક એક શાનદાર ઉપાય છે. આવો અમે આપને જણાવીએ છીએ કે કેટલાક એવા પુસ્તકો અંગે જે સ્પોર્ટ્સ પર્સનાલીટી પર આધારિત છે. જો રમતમાં આપની રૂચિ છે તો આ પુસ્તકો આપને જરૂર પસંદ પડશે.

1. ધ રેસ ઓફ માય લાઇફ: મિલ્ખા સિંહની આત્મકથા

1. ધ રેસ ઓફ માય લાઇફ: મિલ્ખા સિંહની આત્મકથા

રૂપા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકને ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે. પુસ્તકમાં સ્ટાર એથલીટ મિલ્ખા સિંહ લખે છે કે જીવનમાં કયા પ્રકારે મિશન દોડવામાં મહારત હાસલ કરી. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ છે કે કે તેમણે ખરાબ સમયમાં પણ કેવી રીતે પોતાની જાતને ઉગારી. આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા ફિલ્મ મેકર રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ લખી છે. આ એ જ રાકેશ મહેરા છે જેમણે મિલ્ખા સિંહના જીવન પર આધારિત 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ બનાવી હતી.

2. ધ ટેસ્ટ ઓફ માય લાઇફ: ફ્રોમ ક્રિકેટ ટૂ કેન્સર એન્ડ બેક

2. ધ ટેસ્ટ ઓફ માય લાઇફ: ફ્રોમ ક્રિકેટ ટૂ કેન્સર એન્ડ બેક

આ એક સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની આત્મકથા છે, જેણે હાલમાં જ કેન્સર જેવા જીવલેણ રોગમાંથી મુક્તિ મેળવીને પોતાની કારકિર્દીમાં વાપસી કરી છે. આ પુસ્તક ખરેખર પરિસ્થિતિયો સામે લડવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પુસ્તક એ વાતની આજુબાજુ ફરે છે કે કેવી રીતે યુવરાજ સિંહે કેન્સર સામે લડીને કેવી રીતે ક્રિકેટમાં વાપસી કરી. યુવરાજ સિંહના ઘણાબધા પાસાઓ અંગે વાત કરતી આ એક શાનદાર સેલિબ્રિટી બુક છે.

3. કેપ્ટન કૂલ: એમએસ ધોનીની કહાણી

3. કેપ્ટન કૂલ: એમએસ ધોનીની કહાણી

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભારતને નવી નવી ઉંચાઇઓ પર પહોંચાડી રહી છે. ઘણી તો ધોનીની અપાર સફળતાને જોઇને અચંબિત છે. એક એવું પુસ્તક જેને આપે વાંચવું જ જોઇએ.

4. પ્લેઇંગ ટૂ વિન- સાઇના નેહવાલ

4. પ્લેઇંગ ટૂ વિન- સાઇના નેહવાલ

આ પુસ્તક સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલનું શાનદાર અને રસપ્રદ જીવનચરિત્ર છે. સેલિબ્રિટી સાથે સંકળાયેલ પુસ્તકોમાં આ પુસ્તક પણ આપે વાચવું જોઇએ. ભારત માટે ઓલિમ્પિક પદક લાવનાર સાઇના નેહવાલ આ પુસ્તકમાં પોતાના બાળપણ, જવાની, અને અન્ય વસ્તુઓ અંગે વિસ્તારથી વાત કરે છે.

5. રાફા : માઇ સ્ટોરી

5. રાફા : માઇ સ્ટોરી

સેલિબ્રિટિના પુસ્તકોમાં જાણીતા ટેનિસ પ્લેયર રાફેલ નદાલનો પણ સમાવેશ થાય છે. પોતાના પુસ્તકમાં નદાલ લખે છે કે કેવી રીતે તેમના અંકલે તેમને મહાન ટેનિસ ખેલાડી બનવા માટે માનસિક રીતે તૈયાર કર્યા.

6. ફાસ્ટર ધેન લાઇટિંગ: માય ઓટોબાયગ્રાફી

6. ફાસ્ટર ધેન લાઇટિંગ: માય ઓટોબાયગ્રાફી

જો આપ કોઇ સેલિબ્રિટીની બુક ખરીદવા માગતા હોવ તો આ પુસ્તકને જરૂર ખરીદો. આ સ્ટાર ઓલિમ્પિયન ઉસૈન બોલ્ટની ઓટોબાયોગ્રાફી છે. આ પુસ્તકમાં બોલ્ટના એક સામાન્ય ખેલાડીથી લઇને એક સ્ટાર ખેલાડી બનવા સુધીની સફર આપવામાં આવી છે.

7. સન્ની ડેઝ

7. સન્ની ડેઝ

ભારતીય ક્રિકેટ ઇતિહાસથી વધારે જ કોઇ સુનીલ ગાવસ્કરને ભુલાઇ શકે. સન્ની ડેઝ એક ચર્ચિત સેલિબ્રિટિ બુક છે, જેમાં સુનીલ ગાવસ્કરના વિકાસને ખૂબ જ રસપ્રદ રીતે આલેખવામાં આવ્યું છે.

8. રોજર ફેડરર: ધ ગ્રેટેસ્ટ

8. રોજર ફેડરર: ધ ગ્રેટેસ્ટ

રોઝર ફેડરરનો શુમાર ટેનિસના મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે. વાસ્તવમાં આ પુસ્તક આ મહાન ખેલાડીના ઇન્ટર્વ્યૂનું કલેક્શન છે. આ પુસ્તકને વાંચ્યા બાદ આપ ફેડરરની જીંદગીના ઘણા પાસાઓથી રૂબરૂ થઇ શકશો.

9. ક્રોસિંગ ધ બાઉન્ડ્રી: કેવિન પીટરસન

9. ક્રોસિંગ ધ બાઉન્ડ્રી: કેવિન પીટરસન

ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર હંમેશા અખબારની હેડલાઇન બનતા હોય છે. ઇંગ્લિશ મીડિયા તો તેને ક્રિકેટના ડેવિડ બેકહમ સુધી કહે છે. આ પુસ્તકમાં પીટરસનની જિંદગી સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓનું વિવરણ છે.

10. એ બાયોગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ: ધ નાઇસ ગાય હુ ફિનિસ્ડ ફર્સ્ટ

10. એ બાયોગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ: ધ નાઇસ ગાય હુ ફિનિસ્ડ ફર્સ્ટ

દીવારના નામથી જાણીતા રાહુલ દ્રવિડની બાયોગ્રાફીની ગણતરી શ્રેષ્ઠ સેલિબ્રિટી બુકમાં થાય છે. આ પુસ્તકમાં એ ઘટનાઓનું વિવરણ છે જેણે રાહુલ દ્રવિડને મહાન ક્રિકેટર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

lok-sabha-home

English summary
Here is a list of books written on various sports personalities. So if you are an ardent lover of sports, then you will like it for sure.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+27376349
CONG+771289
OTH986104

Arunachal Pradesh

PartyLWT
BJP20020
CONG000
OTH707

Sikkim

PartyLWT
SDF11011
SKM808
OTH000

Odisha

PartyLWT
BJD1070107
BJP26026
OTH13013

Andhra Pradesh

PartyLWT
YSRCP13812150
TDP23023
OTH202

TRAILING

Sheikh Ibrahim - CPIM
Tamluk
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more