For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FAQ: 500 અને 1000 રૂપિયાની નોટ અંગેના સવાલ-જવાબ

જાણો તે સવાલોના જવાબ જે તમે 500 અને 1000 રૂપિયાની નોટ અંગે જાણવા માંગો છો.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને એક જાહેરાત કરી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે આ નિર્ણય કાળા નાણાં પર રોક લગાવવા માટે લીધો છે. જો કે આ જાહેરાત થયા પછી તરત જ અનેક લોકોને મોટો ઝટકો લાગ્યા હતા. તમામ લોકોના મનમાં આ જાહેરાત બાદ અનેક સવાલો ઊભા થયા હતા.

new currency

ત્યારે તમારા આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાનો અને આ સમગ્ર મુદ્દાને સરળતાથી સમજાવવાનો પ્રયાસ અમે અહીં કર્યો છે. વાંચો આ સવાલોના જવાબ અને જાણો આ મુદ્દાને....

Pm modi

સવાલ 1: કેમ બંધ કરવામાં આવ્યા 500 અને 1000 રૂપિયાની નોટને?
નકલી નોટોના કૌભાંડ અને કાણાં નાણાને રોકવા માટે નરેન્દ્ર મોદીની સરકારે આ 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ 500ની નવી નોટ આવશે અને 1000 રૂપિયાની નોટ બંધ કરી 2000 રૂપિયાની નવી નોટ સરકાર ચલણમાં મૂકશે.

currency

સવાલ 2: હવે અમારી પાસે રહેલી 500 અને 1000 રૂપિયાની નોટનું શું કરવું?
તમારી પાસે જેટલી પણ 500 અને 1000 રૂપિયાની નોટ છે તેને ભેગી કરો અને 31 માર્ચ 2017 સુધીમાં તેને બેંક અને ટપાલઘરમાં જમા કરાવો. નોંધનીય છે કે આ નોટો આજથી નહીં ચાલે.

500 new note


સવાલ 3: ક્યાં જઇને 500 અને 1000 રૂપિયાની નોટ બદલવી?
તમારી 500 અને 1000 રૂપિયાની નોટ તમે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 સુધી પાસેની બેંક તથા ટપાલઘરમાં જઇને બદલાવી શકો છો.

atm

સવાલ 4: ફાટેલી નોટ કેવી રીતે બદલવી? શું કરવું?
આરબીઆઇએ ફાટેલી નોટોને બદલવાની પ્રક્રિયાને સરળ કરતા 20 નોટ કોઇ પણ ચાર્જ વિના લેવાનો નિર્દેશ કર્યો છે. જો કે તેની કિંમત 5000 રૂપિયાથી વધુ ના હોવી જોઇએ. વળી 20થી વધુ નોટ પર સર્વિસ ચાર્જ લાગશે.
સવાલ 6: શું મને નોટના બદલામાં કેશ મળશે?
ના, તમને પ્રતિ વ્યક્તિ 4000 રૂપિયાનું કેશ મળશે. તેથી વધુ નહીં.

English summary
FAQ : What to do with your 500 and 1000 rs notes? Read some question-answer here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X