Fathers day 2020: આ દિવસે મનાવાસે 'ફાધર્સ ડે', જાણો તેની પાછળની કહાની
Father's Day 2020 Date: જે પ્રકારે આખી દુનિયામાં સન્માન આપવા માટે મધર્સ ડે મનાવવામાં આવે છે તે પ્રકારે જ પિતાને સન્માન આપવા માટે ફાધર્સ ડે મનાવવામાં આવે છે. આખી દુનિયામાં 21મી જૂને ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ફાધર્સ ડેને અલગ અલગ અંદાજમાં મનાવવામાં આવે છે. કેટલાક બાળકો આ દિવસે પોતાના પિતાને ભેટ આપે છે તો કેટલાક વિવિધ ચીજોથી તેમનો દિવસ સ્પેશિયલ બનાવે છે. કેટલાક લોકો પોતાના પિતા સાથે બહાર ફરવા જાય છે તો કેટલાક આ દિવસે પિતા માટે સ્પેશિયલ ખાવાનું પણ બનાવે છે. પરંતુ આ વખતેનો ફાધર્સ ડે કંઇક અલગ હશે. આ વર્ષે દુનિયામાં કોરોના મહામારીને કારણે તમે ઘરે રહીને જ ફાધર્સ ડે ઉજવો. ફાધર્સ ડે વિશેની વિવિધ કહાનીઓ પ્રચલિત છે જે આ પ્રમાણે છે...

ફાધર્સ ડેનો ઇતાહિસ (History of Father's Day)
ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત સૌથી પહેલા અમેરિકાથી થઇ હતી. આ ખાસ દિવસની પ્રેરણા 1909માં મધર્સ ડેથી મળી હતી. વૉશિંગટનના સ્પોકેન શહેરમાં સોનોર ડૉડે પોતાના પિતાની સ્મૃતિમાં આ દિવસની શરૂઆત કરી હતી. જે બાદ 1916માં અમેરિકી પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને આ દિવસ ઉજવવાના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી. પ્રેસિડેન્ટ લ્વિન કુલિજે વર્ષ 1924માં આને રાષ્ટ્રિય આયોજન ઘોષિત કર્યું. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ લિંડન જૉનસને પહેલીવાર 1966માં આ ખાસ દિવસને જૂનના ત્રીજા રવિવારે મનાવવાનો ફેસલો કર્યો.

વિવિધ તારીખે ઉજવાય છે ફાધર્સ ડે
ફાધર્સ ડેને વિવિધ તારીખે ઉજવવામાં આવે છે, જેમાં ઉપહાર આપવો, પિતા માટે વિશેષ ભોજન અને પારિવારિક ગતિવિધિઓ સામેલ છે. એવી પણ ધારણા છે કે વાસ્તવમાં ફાધર્સ ડે સૌથી પહેલા પશ્ચિમ વર્જીનિયાના ફેયરમોંટમાં 19 જૂન 1910માં મનાવવામા ંઆવ્યો હતો. કેટલાય મહિના પહેલા 6 ડિસેમ્બર 1907માં મોનોંગાહ, પશ્ચિમ વર્જીનિયામાં એક ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 210 પિતાઓના સન્માનમાં આ વિશેષ દિવસનું આયોજન શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લેટને કર્યું હતું. ફર્સ્ટ ફાધર ડે ચર્ચ આજે પણ સેન્ટ્રલ યૂનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના નામે ફેયરમોંટમાં હાજર છે.

આ દિવસ પાછળની કહાની શું છે
વર્ષ 1910માં 19 જૂને વોશિંગ્ટનના સોનોરા સ્માર્ટ ડોડના પ્રયાસો બાદ આ દિવસને ઉજવવામાં આવ્યો . 1909માં સ્પોકાનેના ચર્ચમાં મધર્સ ડે પર ઉપદેશ આપવામાં આવી રહ્યો હતો જે બાદ ડોડને લાગ્યું કે મધર્સ ડેની જેમ જ ફાધર્સ ડે પણ મનાવવો જોઈએ. ઓલ્ડ સેન્ટેનરી પ્રેસ્બિટેરિયન ચર્ચના પાદરી ડૉક્ટર કોનરાડ બ્લુહ્નની મદદથી આ વિચારને સ્પોકાને YMCAથી લઇ ગઇ. જ્યાં સ્પોકાને YMCA અને અલાયન્સ મિનિસ્ટ્રીએ આ વિચાર પર પોતાની સહમતિ જતાવી અને 1910માં પહેલીવાર ફાધર્સ ડે મનાવવામાં આવ્યો.
શું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું