For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં જિકો વાયરસ: જાણો લક્ષણ અને ઉપાય

|
Google Oneindia Gujarati News

જિકો વાયરસનો ખતરો ધીરે ધીરો દુનિયામાં ફેલાઇ રહ્યો છે. અને તેનો ખતરાથી ભારત પણ દૂર નથી. કારણ કે ડેન્ગૂ અને મલેરિયાથી ભારત પહેલાથી જ પરેશાન છે અને જિકો વાયરસ પણ મચ્છરોથી જ ફેલાતો રોગ છે. એટલે જ નહીં બ્રાઝિલ જેવા દેશોએ તો આ બિમારીથી તેવી ત્રાહિમામ થઇ ગઇ છે કે તેને તેના દેશના મહિલાઓને 2018 સુધી માતા બનવા અને ગર્ભધારણ કરવાની પણ ના પાડી દીધી છે.

વળી આ વાયરસનો ખાતમો કરવા માટે હજી સુધી કોઇ દવા પણ નથી બની. પણ આશા સેવાઇ રહી છે કે આવનારા 2 વર્ષમાં આની દવા મળશે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેના ઇલાજ માટે જલ્દી જ પગલા લેવાની અપીલ કરી છે. ત્યારે આ બિમારીના લક્ષણોની મોટે ભાગે તમામ લોકો અજાણ છે. ત્યારે શું છે આ બિમારીના લક્ષણ, અને કેવી રીતે આ રોગ ફેલાય છે ક્યાંથી આ રોગની શરૂઆત થઇ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

વાંદરામાં સૌથી પહેલા દેખાયો આ વાયરસ

વાંદરામાં સૌથી પહેલા દેખાયો આ વાયરસ

આ વાયરસ સૌથી પહેલા 1947માં યૂગાંડાના જિકા જંગલોના વાંદરામાં જોવા મળ્યો. અને માટે જ આ વાયરસને જિકા નામ મળ્યું.

વાંદરાઓની માણસો સુધી

વાંદરાઓની માણસો સુધી

1954માં પહેલી વાર આ વાયરસ માણસોમાં જોવા મળ્યો. પણ ત્યારે તેને માનવજાતિ માટે મોટા ખતરારૂપ ના મનાતા તેની વેક્સિન બનાવવામાં નહતી આવી.

2007માં શરૂ થઇ તબાહી

2007માં શરૂ થઇ તબાહી

ત્યારે વર્ષ 2007માં લેટિન અમેરિકામાં તેના લક્ષણો મોટે પાયે જોવા મળ્યા.

કેવી રીતે ફેલાય છે

કેવી રીતે ફેલાય છે

જિકા વાયરસનો મચ્છર એક વ્યક્તિ કરડીને તેને સંક્રમિત કરે છે અને પછી તે સંક્રમિત વ્યક્તિને જ્યારે અન્ય કોઇ વ્યક્તિ કરડે છે તો તે મચ્છર પણ પોતાની સાથે આ સંક્રમિત જીવાણું લઇ જાય છે. અને આ રીતે તેમાં વધારો થતો રહે છે.

જિકા વાયરસના લક્ષણ

જિકા વાયરસના લક્ષણ

આંખો લાલ થવી, સાંધામાં દુખાવો, તાવ, શરીર પર ચાઠા પડવા, શરીરમાં દુખાવો તે આ બિમારીના લક્ષણ છે.

સૌથી વધુ ખતરો ગર્ભવતી મહિલાઓને

સૌથી વધુ ખતરો ગર્ભવતી મહિલાઓને

આ બિમારી જો કોઇના માટે સૌથી વધુ ખતરારૂપ છે તો તે છે ગર્ભવતી મહિલાઓ માટે. આનાથી ગર્ભવતી મહિલાના બાળકમાં માઇક્રોસિફેલી નામની બિમારી થાય છે. જેના કારણે જન્મ વખતે તેનો મગજ ખૂબ જ નાનું હોય છે અને તેનો મગજનો યોગ્ય વિકાસ પણ નથી થતો

પૈરાલિસિસ પણ

પૈરાલિસિસ પણ

આ વાયરસ નર્વસ સિસ્ટર પર ગંભીર અસર કરે છે અને આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ પૈરાલિસિસનો ભોગ પણ બની શકે છે.

ઓબામાની અપીલ

ઓબામાની અપીલ

આ બિમારીનો ઇલાજ હજી સુધી દુનિયામાં કોઇની પાસે નથી. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દુનિયાથી અપીલ કરી છે કે જલ્દી જ તેની વેક્સીન તૈયાર કરવામાં આવે. જો કે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આની વેક્સીન તૈયાર કરવામાં પણ હજી બે વર્ષનો સમય લાગી શકે તેમ છે.

English summary
Few facts you should know about deadly Zika Virus and fever it is causing. India can also be infected by this virus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X