For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: શહિદ ભગત સિંહ વિશે કેટલાક તથ્યો

By Bakula
|
Google Oneindia Gujarati News

માત્ર 23 વર્ષની ઉંમરમાં હસતા હસતા શુળીએ ચઢી જનાર શહીદ ભગત સિંહ, શહીદ થયાના 84 વર્ષ બાદ પણ યુવા પેઢીના હીરો અને આદર્શ છે. તેમનો ઉલ્લેખ પીએમ મોદીએ પણ પ્રવાસી ભારતીયોની વચ્ચે આપવામાં આવેલી સ્પીચ દરમ્યાન કર્યો છે. જેથી વિદેશમાં વસવાટ કરવા વાળા ભારતીયો ત્યાં હોવા છતા તેમના જીવનમાંથી પ્રેરણા લઇ શકે. 28 સપ્ટેમ્બરે શહિદ ભગતસિંહનો 108મો જન્મદિવસ હતો. આટલા વર્ષો બાદ પણ લોકો તેમને સન્માન અને ગર્વ સાથે યાદ કરે છે.

જાણો શહિદ ભગતસિંહ સાથે જોડાયેલા કેટલાક તથ્ય
1). ભગતસિંહ જ્યારે બાળક હતા ત્યારથી જ તેઓ બંદુકની ખેતી કરવાની વાત કરતા હતા.
2). નાની ઉંમરથી જ તેમનામાં બ્રિટીશર્સની વિરૂદ્ધ ઘણો જ વિદ્રોહ હતો.
3). જલિયાવાલા બાગની ઘટના જ્યારે ઘટી ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની હતી.
4). જલિયાવાલા બાગની જ્યારે ઘટના ઘટી ત્યારે તેઓ સ્કુલેથી ભાગીને ત્યાં પહોંચ્યા હતા.
5). તેમણે જલિયાવાલા બાગની લોહીથી લથબથ માટીને એક બોટલમાં ભરી લીધી હતી.
6). ભગતસિંહ રોજ આ બોટલની પૂજા કરતા હતા.
7). ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલી પર બ્રિટીશ સરકારને ડરાવવાના હેતુથી બોમ્બ ફેંક્યો હતો.
8). તેમણે સાથીઓ સાથે મળીને આ બોમ્બને તૈયાર કર્યો હતો.

"ઇંકલાબ જિંદાબાદ"નું સૂત્ર આપ્યું

ભગતસિંહે બ્રીટીશર્સ સામે લડાઇ માટે દેશને ઇંકલાબ જિંદાબાદનું સૂત્ર આપ્યું.

લેનિનથી પ્રભાવિત હતા

લેનિનથી પ્રભાવિત હતા

ભગતસિંહ નાની ઉંમરથી જ સમાજવાદથી પ્રેરિત હતા. આ વિષયે પોતાનું જ્ઞાન વધારવા માટે લેનિન તેમજ તેવાજ દેશોના ક્રાંતિકારીઓ અંગે વાંચન કરતા હતા.

નાસ્તિક બની ગયા હતા

નાસ્તિક બની ગયા હતા

લેનિન, માર્ક્સ, અને ટ્રૉટસ્કાઇને વાંચતા વાંચતા તેઓ પણ નાસ્તિક બની ગયા હતા. ત્યાં સુધી કે તેમણે શીખ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓને માનવાનું પણ છોડી દીધુ હતું.

મહાન લેખક

મહાન લેખક

શહિદ ભગત સિંહ માત્ર એક ક્રાંતિકારી જ નહતા, પણ એક મહાન લેખક પણ હતા. તત્કાલીન સમયે ઘણાં અખબારોમાં તેમના લેખ છપાતા હતા.

ડાયરી લખતા હતા

ડાયરી લખતા હતા

ભગતસિંહ જ્યારે લાહોર જેલમાં હતા ત્યારે તેમણે એક ડાયરી પણ બનાવી હતી. આ ડાયરીમાં તેઓ આઝાદી અને ક્રાંતિ અંગે ઘણું લખતા હતા.

અંગ્રેજ પરેશાન હતા

અંગ્રેજ પરેશાન હતા

ભગત સિંહ જ્યારે જેલમાં ગયા ત્યારે અંગ્રેજો ઘણાં પરેશાન થઇ ગયા હતા. તેમની સાથે વાત કરીને જેલમાં બંધ અન્ય કેદીઓ પણ આઝાદીની લડતનો નવો રસ્તો પકડતા હતા.

એક કલાક વહેલી ફાંસી મળી હતી

એક કલાક વહેલી ફાંસી મળી હતી

શહિદ ભગત સિંહ, રાજગુરૂ, અને સુખદેવને નક્કી કરવામાં આવેલા સમયથી એક કલાક પહેલા જ ફાંસી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ જેલ અધિકારીઓએ ચૂપચાપ શતલજ નદી પર તેમના અંતિમસંસ્કાર કરી દીધા હતા.

દુલ્હન તો આઝાદી છે

દુલ્હન તો આઝાદી છે

ભગતસિંહ ઘર છોડીને કાનપુર જતા રહ્યાં હતા. તે સમયે તેમના માતાપિતા તેમના લગ્ન કરાવવા માંગતા હતા. તેમનું કહેવુ હતુ કે જો તેમણે ગુલામ ભારતમાં લગ્ન કર્યા તો તેમની પત્નિ તેમના માટે માત્ર મોત લઇને જ આવશે.

English summary
Few interesting Facts about Bhagat Singh. Nation is celebrating his 108th birth anniversary today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X