અંતરીક્ષથી જુઓ, ભારત પાકિસ્તાની બોર્ડર અદ્ઘભૂત તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

નાસાએ ભારત અને પાકિસ્તાન બોર્ડરનો એક ફોટોગ્રાફ જાહેર કર્યો છે. આ પહેલા પણ નાસા વર્ષ 2011માં આવો જ એક ફોટો જાહેર કરી ચૂક્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચમકી રહેલી બોર્ડર સુંદર રીતે જોવા મળે છે.

નાસા દ્વારા આ ફોટોને જાહેર કરાયા બાદ ફરી એક વાર બન્ને દેશો વચ્ચે આવેલી આ લાંબી બોર્ડર ચર્ચાનો વિષય બની ગઇ છે. નોંધનીય છે કે બન્ને દેશો વચ્ચે આવેલી આ આંતરાષ્ટ્રિય સીમા અને લાઇન ઓફ કંટ્રોલથી સામાન્ય રીતે ગોળીબારી અને મોતની ખબરો આવતી રહે છે. ત્યારે નાસા દ્વારા તેની ખૂબસૂરતી કંઇક અગલ રીતે દર્શાવામાં આવી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી આ વિશાળ બોર્ડરની કેટલીક રોચક અને રસપ્રદ વાતો જાળવા નીચેનો આ ફોટોસ્લાઇડર વાંચો. અને સાથે જ જુઓ નાસા દ્રારા જાહેર કરવામાં આવેલી તસવીરો...

150,000 ફ્લડ લાઇટ્સ વાળી બોર્ડર
  

150,000 ફ્લડ લાઇટ્સ વાળી બોર્ડર

ભારત અને પાકિસ્તાનની જે આંતરાષ્ટ્રિય બોર્ડર છે તેની પર 150,000 ફ્લડ લાઇટ્સ લગાવામાં આવી છે. અહીં 50,000 પોલ્સ લગાવામાં આવ્યા છે જેના કારણે તે અંતરીક્ષથી આ રીતે દેખાય છે.

સૌથી મુશ્કેલ બોર્ડર
  

સૌથી મુશ્કેલ બોર્ડર

ભારત અને પાકિસ્તાનની બોર્ડરને દુનિયાની સૌથી ખતરનાક અને મુશ્કેલ બોર્ડર માનવામાં આવે છે. અહીં ભારત અને પાકના જવાનો -60 ડિગ્રી વાર વોર જોન સિયાચિન પણ ખડે પગે રહે છે અને બીજી તરફ 50 ડિગ્રીની ભયંકર ગર્મીમાં પણ પોતાના માદરે વતનનું રક્ષણ કરે છે.

જાણો કોણ તૈયાર કરી હતી બોર્ડર?
  

જાણો કોણ તૈયાર કરી હતી બોર્ડર?

ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી આ બોર્ડરને તૈયાર કરવાની જવાબદારી બ્રિટિશ લોયર સર સિરિલ રૈડિક્લિફને સોંપવામાં આવી હતી. રેડક્લિફે બન્ને દેશોના ભાગલા વખતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. રેડક્લિફ આ જ કારણે પહેલી વાર ભારત આવ્યા હતા.

કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી
  
 

કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી

રેડક્લિફની સાથે ભારત આવેલી તેની ટીમને આ બન્ને દેશો વિષે કંઇ જ ખબર નહતી અને તેમણે પહેલા કદી પણ આવી કોઇ બોર્ડર નહતી બનાવી.

રેડક્લિફનું શું માનવું હતું
  

રેડક્લિફનું શું માનવું હતું

રેડક્લિફ કોઇ પણ રીતે જલ્દી કાપ પતાવી પાછા જવા માંગતા હતા. પણ બન્ને દેશોના ભાગલાના કારણે તેમને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

નષ્ટ કરવામાં આવ્યું હતું આ...
  

નષ્ટ કરવામાં આવ્યું હતું આ...

રેડક્લિફે જ્યારે ભારત છોડ્યું ત્યારે બન્ને દેશોની વચ્ચે બોર્ડર માટે તૈયાર કરાયેલા તમામ ડોક્યુમેન્ટને સુરક્ષા કારણોથી નષ્ટ કરવામાં આવ્યા હતા.

બે કલાકમાં બોર્ડર નક્કી
  

બે કલાકમાં બોર્ડર નક્કી

બન્ને દેશોના પ્રતિનિધિઓને બોર્ડર નક્કી કરવા માટે ખાલી બે કલાકનો જ સમય આપવામાં આવ્યો હતો. અને તેમણે જલ્દીથી આ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

રેડક્લિફ લાઇન શું છે
  

રેડક્લિફ લાઇન શું છે

સર સિરિલ રેડક્લિફના નામ પર જ વેસ્ટ પાકિસ્તાનથી લઇને બાંગ્લાદેશ સુધીની બોર્ડરને રેડક્લિફ લાઇન નામ આપવામાં આવ્યું હતું.

કેટલી લાંબી છે બોર્ડર?
  

કેટલી લાંબી છે બોર્ડર?

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી આ આતંરરાષ્ટ્રિય બોર્ડર 2,900 કિમી સુધી ફેલાયેલી છે. આ આંકડો પબ્લિક બ્રોર્ડકાસ્ટિંગ સર્વિસ એટલે કે પીબીએસ તરફથી આપવામાં આવ્યો છે.

ક્યાંથી ક્યાં સુધી
  

ક્યાંથી ક્યાં સુધી

બન્ને દેશોની વચ્ચે ગુજરાતથી શરૂ થતી આ આંતરાષ્ટ્રિય બોર્ડર સિંધ પર જઇને પૂરી થાય છે.

English summary
Few interesting facts about India Pakistan border. The border between two nations was designed by Sir Cyril Radcliffe.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.