For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂલીને પણ આ 15 વસ્તુઓ કદી ફ્રિઝમાં ના મૂકતા

|
Google Oneindia Gujarati News

આપણા ઘરોમાં જ્યારથી ફ્રિઝ આયું છે ત્યારથી આપણે ઘરમાં ખાવાની જે પણ વસ્તુઓ બગડતી હોય છે તેને ફ્રિઝ ભેગી કરી દઇએ છીએ. પણ શું તમને ખબર છે કે ધણી વસ્તુઓને ફ્રિઝમાં રાખવાથી તે બગડી જાય છે. તો કેટલીકની વસ્તુઓને ફ્રિઝમાં રાખવાની કોઇ જરૂર નથી હોતી.

ત્યારે આજે અમે તમને કેટલીક તેવી વસ્તુઓનું લીસ્ટ બતાવીશું જે તમને ભૂલથી પણ ફ્રિઝમાં ના મૂકતા.

તો આવી કંઇ વસ્તુઓ છે તે જાણો આ સ્લાઇડરમા..

ટામેટા

ટામેટા

ટામેટા એક એવી વસ્તુ છે જેને ફ્રિઝમાં ના રાખવી જોઇએ. ફ્રિઝની ઠંડી હવાના કારણે તેની પાકવાની પ્રક્રિયા રોકાઇ જાય છે અને વધુમાં તેમનો સ્વાદ પણ બગડી જતો હોય છે. વધુમાં વધુ પડતી ઠંડીથી ટામેટા ચીમળાઇ પણ જાય છે.

તુલસી

તુલસી

તુલસીને ફ્રિઝમાં રાખવાથી તુલસી ફ્રિઝમાં અન્ય ખાદ્યપદાર્થોની ગંધ પોતાનામાં શોષી લે છે. માટે તુલસીને ફ્રિઝમાં મૂકવાના બદલે પાણી ભરેલા કપમાં બહાર મૂકવી સારી.

બટાકા

બટાકા

બટાકા મામલે કહેવાય છે કે તેને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ મૂકવા જોઇએ. પણ ફ્રિઝમાં બટાકા મૂકવાથી બટાકામાં રહેલ સ્ટાર્ચ ધન થઇ જાય છે. માટે બટાકાના કાણાવાળી પેપર બેગમાં રાખવું વધુ હિતાવહક છે.

લસણ

લસણ

લસણ ફ્રિઝમાં રાખવાથી ફ્રિઝમાં રાખેલ અન્ય ખાદ્યસામગ્રીમાં પણ તેની સુંગધ ભળે છે. માટે લસણને બહાર જ સૂકી જગ્યાએ રાખવા યોગ્ય છે.

ડુંગળી

ડુંગળી

ડુંગળીને ફ્રિઝમાં રાખવાથી તેની ફુગાઇ જવાની શક્યતા વધી જાય છે. વધુમાં ડુંગળીની ગંધ અન્ય ખાદ્ય સામગ્રીમાં પણ જાય છે અને ફ્રિઝમાંથી એક અજીબ દુર્ગંધ આવવા લાગે છે.

અવોકેડો

અવોકેડો

અવોકેડો જો પાક્યા ના હોય તો ફ્રિઝમાં રાખવાની તેની પાકવાની પ્રક્રિયા અટકી પડે છે. માટે તેના પાક્યા પછી જ તેને ફ્રિઝમાં મૂકવા જોઇએ. વધુમાં તેને જલ્દી ઉપયોગ કરી લેવો જોઇએ જે સ્વાસ્થય માટે સારું રહેશે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ

ફ્રિઝમાં કોઇ પણ તેલ રાખવાથી તે ધટ્ટ થઇ જાય છે. માટે ફ્રિઝમાં કોઇ તેલ ના રાખવું જોઇએ.

બ્રેડ

બ્રેડ

મોટા ભાગના લોકો બ્રેડને ફ્રિઝમાં મૂકવાની ભૂલ કરે છે. પણ તેમની ખબર નથી કે ફ્રિઝમાં બ્રેડ મૂકવાથી બ્રેડ કડક થઇ જાય છે.

કોફી

કોફી

કોફીને ફ્રિઝમાં રાખવાથી તેનો ટેસ્ટ ખરાબ થઇ જાય છે. વધુમાં તેની સ્ટ્રોંગ સુંગંધના કારણે અન્ય ખાદ્ય પદાર્થોની સુંગધ પર પણ અસર થાય છે. જો કે વધુ પડતી કોફી ઘરમાં આવી જાય તો તેને ફ્રિઝરમાં સ્ટોર કરી શકાય છે.

મધ

મધ

મધને કદી પણ ફ્રિઝમાં ના રાખતા. કારણ કે આવું કરવાથી તે ઘટ્ટ થઇ જશે. તેના બદલે ફ્રિઝની બહાર જ મધને રાખવાથી તે ક્યાંય સુધી બગડશે નહીં.

લીબું, સતરા, મૌસંબી

લીબું, સતરા, મૌસંબી

લીબું, સતરા, મૌસબીને ઘરના તાપમાનમાં બહાર જ રાખવી સારી. કારણ કે ઠંડી હવાના કારણે ફળોની ગુણવત્તા બગડી જાય છે.

અથાણું

અથાણું

અથાણામાં વિનેગર ખૂબ જ અધિક માત્રામાં નાંખવામાં આવ્યું હોય છે. તેની જો તમે તેને ફ્રિઝની બહાર પણ રાખશો તો અથાણું બગડી નહીં જાય. વધુમાં અથાણાં ફ્રિઝમાં રાખવાથી તેમાં વપરાયેલું તેલ ઘટ્ટ થઇ જાય છે અને અથાણા ફૂગાઇ જાય છે.

હર્બ્સ

હર્બ્સ

કાળામરી, લવિંગને ફ્રિઝમાં ના રાખવા જોઇએ. આનાથી તેનો સ્વાદ ખરાબ થઇ જાય છે. તેના કરતા તેને કાચની બરણીમાં ભરી બહાર જ રાખવા જોઇએ.

સલાડ ડ્રેસિંગ

સલાડ ડ્રેસિંગ

જો તમારા સલાડ ડ્રેસિંગમાં તેલ કે વિનેગર છે તો તેને ફ્રિઝમાં રાખવાના બદલે બહાર જ રાખો. પણ હા જો તમારી ડ્રેસિંગ ક્રિમ, મેયો અને દહીંથી બની છે તો તમે તેને ફ્રિઝમાં રાખી શકો છો.

કેચઅપ

કેચઅપ

કેચઅપની અંદર પહેલાથી જ સારી એવી માત્રામાં પ્રિઝર્વેટિવ રાખવામાં આવ્યા હોય છે. માટે તેને બહાર લાંબા સયમ સુધી પણ રાખશો તો તે ખરાબ નહીં થાય.

English summary
15 Foods that we should not put in refrigerator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X