• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપ વિચારશો અને કહેશો કે આપ શું ખાખ કમાઇ રહ્યા છો!

|

નવી દિલ્હી(અન્નૂ મિશ્રા), 19 જૂન: આજ સુધી આપે સાંભળ્યું હશે કે નોકરીથી આપ એટલું કમાઇ શકો છો તો એ નોકરીથી આપની દુનિયા બદલાઇ જશે. પરંતુ આજે જે અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ તેને વાંચીને આપ પણ જરૂર વિચારમાં પડી જશો અને કહેવા લાગશો કે આપણે શું ખાક કમાઇએ છીએ.

ભારત ની ભોળી જનતા પોતાના કિંમતી વોટથી સો કોલ્ડ સેવક કમ સાંસદોની ચૂંટણી કરે છે, તે સાંસદોની ભારત સરકારે કેવી સેવા કરવી પડે છે. આપે પણ એ જાણી લેવાની જરૂર છે કે ભારતમાં સાંસદોના ઠાઠબાટ કેવા છે અને કેવા કેવા ફાયદા છે સાંસદ બનવાના.

એક બાજુ હજી પણ નવજુવાન રોજગાર માટે ભટક્યા કરે છે, મધ્યમ વર્ગીય લોકો કાળી મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, જ્યારે આપણા સાંસદોએ પોતાના પગારમાં ત્રણ ગણો વધારો કરાવી લીધો છે.

એટલું જ નહી વેતન મળવા છતાં આપણા સાંસદોને ભથ્થાકીય સુવિધાઓ પણ આપવામાં આવે છે. અમે આપને આ ભથ્થાઓ અંગે જાણકારી આપી રહ્યા છીએ પરંતુ અહીં એક વાત સ્પષ્ટ કરી દઇએ કે આ જાણકારી મેળવ્યા બાદ આપને માલૂમ પડી જશે કે જે નેતા પોતાને સામાન્ય વ્યક્તિ કહે છે તે કેટલો ખાસ અને રાજાશાહીમાં રહેનાર વિશેષ છે...

સાંસદોની સેલરી પ્રતિ માસ 50,000 રૂપિયા છે

સાંસદોની સેલરી પ્રતિ માસ 50,000 રૂપિયા છે

જી બિલકૂલ ઉપરની માહિતી સાચી છે, તેમને આ પગાર ખર્ચ કરવાની નોબત જ નથી આવતી, કારણ કે સરકાર તેમને એટલી સુવિધાઓ આપે છે કે વેતન માત્ર બેંકમાં જમા થયા કરે છે. 10 વર્ષ પહેલા આ વેતન 16 હજાર રૂપિયા પ્રતિમાસ હતું.

સાંસદોના વધારાના ભથ્થા

સાંસદોના વધારાના ભથ્થા

આ ઉપરાંત પ્રત્યેક સાંસદનું દૈનિક ભથ્થુ 2000 રૂપિયા હોય છે. એટલું જ નહીં સાંસદોને 45000 રૂપિયા ચૂંટણી કાર્યાલય ભથ્થા તરીકે મળે છે. ત્યાંજ જોવામાં આવે તો ભારતની લઘુતમ મજદૂરી દર લગભગ 4000 રૂપિયા પ્રતિ માસ છે. તો અંતર આપ પોતે જ સમજી શકો છો.

સાંસદોને યાત્રામાં છૂટછાટ

સાંસદોને યાત્રામાં છૂટછાટ

આપણા સાંસદોને યાત્રામાં એટલી છૂટ આપવામાં આવી છે કે તેઓ ટ્રેનમાં એસી ફ્રર્સ્ટ ક્લાસમાં મુસાફરી સેકન્ડ ક્લાસ એસીના ભાડા બરાબર કરી શકે છે.

હવાઇ મુસાફરીમાં પણ છૂટ

હવાઇ મુસાફરીમાં પણ છૂટ

હવાયઇ મુસાફરીની તો વાસ્તવિક ભાડાના માત્ર એક ચતુર્થાંઉંશ ભાડું જ ચૂકવવાનું રહે છે. જ્યારે બીજી બાજું જોઇએ તો ભારતના સામાન્ય નાગરિક જે વાર્ષીક 132697 કરોડનો સર્વિસ ટેક્સ ચૂકવે છે તેમને કોઇ પણ પ્રકારની કોઇ રાહત મળતી નથી.

34 હવાઇ યાત્રાની સુવિધા

34 હવાઇ યાત્રાની સુવિધા

સાંસદોને સંસદીય કાર્યકાળમાં 34 હવાઇ યાત્રાઓની સુવિધા પ્રાપ્ત છે, જેમાં તેઓ પોતાની સાથે અન્ય કોઇને પણ લઇ જઇ શકે છે. તેમજ સાંસદને મળવા આવનાર કોઇ પારિવારિક સભ્ય પણ આઠ વાર યાત્રા કરી શકે છે. આ પ્રકારે રેલ યાત્રાની વાત કરી એ તો રેલ પાસની સુવિધા આપવામાં આવી છે, જેમાં તેઓ કોઇપણ સમયે કોઇપણ કોચમાં મુસાફરી કરી શકે છે.

સાંસદોને મળે છે મફત આવાસ

સાંસદોને મળે છે મફત આવાસ

પ્રત્યેક સાંસદોને ભારત સરકાર તરફથી રહેવા માટે મફત આવાસ મળે છે. જેમાં દરેક પ્રકારની સુવિધા રહેલી હોય છે.

વીજળીમાં 50 હજાર યૂનિટની છૂટ

વીજળીમાં 50 હજાર યૂનિટની છૂટ

સાંસદોને વીજળીમાં દરવર્ષે 50000 યૂનિટની છૂટ આપવામાં આવે છે.

ફર્નિચરની સુવિધા

ફર્નિચરની સુવિધા

24000 રૂપિયા ટિકાઉ ફર્નિચર માટે, 6000 રૂપિયા બિનટિકાઉ ફર્નિચર માટે, કોઇપણ પ્રકારના રિપેરિંગ માટે 24 ટકા ખર્ચની છૂટ મળે છે.

સામાન્ય વ્યક્તિ જાતે ધોવે છે કપડા

સામાન્ય વ્યક્તિ જાતે ધોવે છે કપડા

સાંસદોને દર ત્રણ મહિને સોફા અને પરદા ધોવડાવવાની સુવિધા મળે છે.

સામાન્ય લોકો પાણી માટે તરસે છે

સામાન્ય લોકો પાણી માટે તરસે છે

સાંસદોને પાણી માટે 4000 રૂપિયા પ્રતિવર્ષ છૂટ મળે છે. આ ઉપરાંત તેમને વાહનની સુવિધા પણ મળે છે જેના માટે 40000 રૂપિયા આપવામાં આવે છે.

સામાન્યજનને રૂપિયા નહીં તો સારવાર નહી

સામાન્યજનને રૂપિયા નહીં તો સારવાર નહી

ભારત સરકારને આધિત પ્રત્યેક સાંસદને અને તેના પરિવારને મેડિકલ સુવિધા આપવામાં આવે છે. જેના માટે તેમને માસિક 150 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.

શું થાય જો આવું થાય તો...

શું થાય જો આવું થાય તો...

જો સાંસદોના ખર્ચામાં દસથી વીસ ટકાનો ઘટાડો કરવામાં આવે અને તેને દેશના ગરીબો પર કોઇ યોજના અંતર્ગત ખર્ચ કરવામાં આવે તો દેશના ગરીબોની ઘણી સમસ્યાઓ હલ થઇ શકે છે.

English summary
If you talk about financial expenses of Member of Parliament and compare it with that of common man then you could get depressed for a while.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X