For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 2,299 રૂ.માં 3.5 ઇંચ ટચ સ્ક્રીન અને ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

2,299 રૂપિયામાં સ્માર્ટફોન મળવો કોઇ સપનાથી ઓછી વાત નથી, પરંતુ આ સપનાને સ્પાઇસે સાચુ કરી બતાવ્યું છે. સ્પાઇસે ફાયરફોક્સ ઓએસ પર રન કરનાર ફાયર વન એમઆઇ સ્માર્ટફોન માત્ર 2,299 રૂપિયામાં લોન્ચ કર્યો છે જે દુનિયામાં અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવામાં આવી રહ્યો છે. આમાં આપવામાં આવેલા ફાયરફોક્સ ઓએસના કારણે તેની કિંમત ખૂબ જ ઓછી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેના અન્ય ફીચર્સમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હોય.

સ્પાઇસ ફાયર વન Mi- FX1માં ફ્રંટ અને રિયર કેમેરા આપવામાં આવ્યા છે જેમાં 2 મેગાપિક્સલનો મેન કેમેરો અને 1.3 મેગાપિક્સલનો સેકેંડરી કેમેરો આપવામાં આવ્યો છે એટેલે આપ તેમાં વીડિયો કોલિંગ અને સેલ્ફીની મજા પણ લઇ શકો છો. Mi- FX1માં 3.5 ઇંચની ટસ સ્ક્રીન આપવામાં આવી છે, ફાસ્ટ પ્રોસેસિંગ માટે 1 ગીગાહર્ટનું પ્રોસેસર, 128 એમબી રેમ અને 256 એમબી ઇંટરનલ મેમરી આપવામાં આવી છે.

firefox
આ ઉપરાંત સ્પાઇસ Mi- FX1માં ડ્યુઅલ સિમ ફેસિલીટી આપવામાં આવી છે. સ્પાઇસ કનેક્ટિવિટી ઓપ્શનમાં વાયફાય, હિંદી, તમિલ અને બંગાળી ભાષાઓ સહિત એફએમ અને બ્લૂટૂથ આપવામાં આવી છે. કંપની તરફથી આની સાથે ફ્રીમાં સિલિકોન કવર પણ આપવામાં આવશે.

સ્પાઇસ ફાયર વન Mi- FX1માં આપવામાં આવેલ ફીચર:

  • 3.5 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રીન
  • 320 x 480 પિક્સલ સ્ક્રીન રેજ્યૂલેશન
  • 1 ગીગાહર્ટ પ્રોસેસર
  • 2 મેગાપિક્સલ રિયર કેમેરા, 1.3 મેગાપિક્સલ ફ્રંટ
  • 2જી, વાઇફાઇ, બ્લૂટૂથ કનેક્ટીવિટી
English summary
To enable a new whole category of ultra low-cost smartphones, Spice Mobility today unveiled India's first Firefox smartphone - the Spice Fire One Mi - FX 1 at Rs. 2,299.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X