રિયલ લાઇફ ‘ખુદા ગવાહ’નો સાક્ષી બન્યું હતું પ્રથમ વિશ્વ યુદ્ધ
‘તુ ન જા મેરે બાદશાહ, એક વાદે કે લિયે એક વાદ તોડ કે, મે વાપસ આઉંગા, જા રહા હૂં મે યહાં જાન અપની છોડ કર...' આ ગીત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ખુદા ગવાહ' તમે જરૂર જોઇ હશે. ફિલ્મમાં બાદશાહ ખાનને અફઘાનિસ્તાનની બેનઝીર(શ્રીદેવી) સાથે પ્રેમ થઇ જાય છે, પરંતુ લગ્ન કરવા માટે તેણે ભારતની જેલમાં બંધ હબીબુલ્લાહ નામના એક કેદીનુ સર કલમ કરવાનું હોય છે.
તે હબીબુલ્લાહને મારી નાંખે છે, તો ભારતીય પોલીસ તેને પકડીને જેલમાં બંધ કરી દે છે. જેલમાં બંધ બાદશાહ ખાન જેલર રનવીર સિંહ સેઠીને પોતાના વતન જવાનો પ્રસ્તાવ મુકે છે, તે તેને વચન આપે છે કે તે એક મહિનાની અંદર પરત આવતો રહેશે. જેલર તેને જવા દે છે, બાદશાહ ખાન વતન પરત આવીને બેનઝીર સાથે લગ્ન કરે છે અને એક મહિના પછી જેલરને આપેલા વચનને પૂર્ણ કરવા માટે પોતાનું વતન છોડી જેલ પરત જતો રહે છે.
મગડીબર્ગ જેલમાં એ સમયે જેલને વોર કેમ્પમાં તબ્દીલ કરવામાં આવી ચુકી હતી. ત્યાંના ઇન્ચાર્જ કેસર વિલહેલ્મ દ્વીતિય હતા. રોબર્ટે તેમને પત્ર લખ્યો અને તેમને ઘરે જવાની વિનંતી કરી અને બાદશાહ ખાનની જેમ તેણે પણ વચન આપ્યું કે માતાને જોઇને તે પરત આવતો રહેશે. વિલહેલ્મે તેને પરવાનગી આપતા માત્ર એટલું કહ્યું કે, હું તને એટલા માટે જવા દઉં છું, કે તું એક આર્મી અધિકારી છો અને આર્મી અધિકારીની જીભ ઠાલી ના જવી જોઇએ.
ડિસેમ્બર 1916માં રોબર્ટ વચન આપીને જેલની બહાર નીકળ્યો અને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને તેણે પોતાની માતાની ઘણી સેવા કરી, માતા અને પરિજનોના પ્રેમમાં તણાઇ જવા છતાં તે પોતાનું વચન ભૂલ્યો નહીં અને બે મહિના બાદ તે જર્મનીની જેલમાં પરત આવી ગયો. 1918માં જ્યારે વિશ્વ યુદ્ધ પૂર્ણ થયું ત્યારે કેપ્ટન રોબર્ટ કેમ્પબેલને છોડી મુકવામાં આવ્યા. ત્યાંથી પરત ફર્યા બાદ આ આર્મી અધિકારીએ 1925માં સેનામાં વાપસી કરી અને 1939માં તેને રોયલ ઓબજર્વર કોર્પ્સના ચીફ ઓબજર્વર બનાવવામાં આવ્યા. આ ઇમાનદાર સેન્ય અધિકારીનું મોત 1966માં 81 વર્ષની ઉમરે થયું અને તેમના અંગેની આટલી મહત્વપૂર્ણ જાણકારી ઇતિહાસકાર રિચર્ડ વેન એમડેને શોધી છે.