આપના સ્માર્ટફોનને સુરક્ષિત રાખવાની 5 ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

જો આપ આપના તમામ ઓફીશિયલ કામ સ્માર્ટફોનથી કરતા હોવ તો આપે આપના ફોનની સુરક્ષા માટે કેટલીક વ્યવસ્થા કરવી જોઇએ. કારણ કે જો તમારો ફોન કોઇ ખોટા હાથમાં જતો રહ્યો તો આપના માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

નાની નાની બાબતો પણ આપને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે માટે તમારે આપનો સ્માર્ટ ફોન યુઝ કરી વેળાએ સાવધાની રાખવી જરૂરી છે. જેમકે જો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હોવ તો પોતાના સ્માર્ટફોનમાં પાસવર્ડનો ઉપયોગ કરો, અથવા તો લૉક સ્ક્રીન પેટર્ન સેટ કરો. આનાથી આપ પોતાના ફોનના ડેટા સુરક્ષિત રાખી શકો છો.

 

તેના માટે અમે આજે આપને 5 એવી ટિપ્સ આપી છે, જેનાથી આપ પોતાના ફોનને સુરક્ષીત રાખી શકો છો.

હંમેશા પાસવર્ડનો પ્રયોગ કરો
  

હંમેશા પાસવર્ડનો પ્રયોગ કરો

જો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હોવ તો પોતાના સ્માર્ટફોનમાં પાસવર્ડનો ઉપયોગ કરો, અથવા તો લૉક સ્ક્રીન પેટર્ન સેટ કરો. આનાથી આપ પોતાના ફોનના ડેટા સુરક્ષિત રાખી શકો છો.

પોતાના ગૂગલ એકાઉન્ટ અને આઇક્લાઉડ એકાઉન્ટને સુરક્ષિત રાખો
  

પોતાના ગૂગલ એકાઉન્ટ અને આઇક્લાઉડ એકાઉન્ટને સુરક્ષિત રાખો

ફોનને સુરક્ષિત રાખ્યા બાદ પોતાના ગૂગલ એકાઉન્ટની સુરક્ષા પર પણ ધ્યાન આપવું. આના માટે પોતાના એકાઉન્ટની સેટિંગમાં જઇને 2 સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન ઓન કરો જેથી જ્યારે પણ આપ ફોનમાં મેલ ઓપન કરો ત્યારે આપે એક ખાસ કોડ નાખવો પડે જે એ વખતે જ જનરેટ થઇને આપના ફોનમાં આવશે. આનાથી આપનો આઇક્લાઉડ સ્ટેરેજ એકાઉન્ટ પણ સેફ રહેશે.

જેલબ્રેકિંગ અને સ્માર્ટફોન રૂટ ક્યારેય ના કરો
  
 

જેલબ્રેકિંગ અને સ્માર્ટફોન રૂટ ક્યારેય ના કરો

જેલબ્રેકિંગ એક પ્રકારની ટેકનીક છે જેની મદદથી આપ ફોનના સોફ્ટવેરને પોતાની રીતે સેટ કરી શકો છો, આ બિલકૂલ એવું જ છે જેમ કોઇ બાઇકને મોડીફાઇ કરી દે. પરંતુ આનાથી ફોનની ગેરંટી અને વોરંટી તો જાય જ છે પરંતુ તો આપને આપના ફોનના આંતરીક પાર્ટ અંગે જાણકારી નથી તો તમારો ફોન પણ બગડી શકે છે.

ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે સાવધાન રહેવું
  

ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે સાવધાન રહેવું

ગૂગલ પ્લેમાં એન્ડ્રોઇડ એપ્લિકેશન્સનો ઢગલો હોય છે, પરંતુ ગૂગલ પ્લે ઉપરાંત ઓનલાઇન ઘણી ફ્રી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ રહે છે જેને ભૂલીને પણ ડાઉનલોડ કરવી નહીં. આપની પાસે એન્ડ્રોઇડ ફોન હોય અથવા વિન્ડો એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો તેના માટે ગૂગલ પ્લે, આઇ ટ્યૂન અથવા વિન્ડો સ્ટોરથી જ ડાઉનલોડ કરો.

બને ત્યા સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરવો
  

બને ત્યા સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરવો

જો આપ પોતાના મોબાઇલથી બેન્ક સાથે જોડાયેલ કોઇ કામ કરતા હોવ અથવા શેર માર્કેટ સાથે જોડાયેલ કોઇ કામ કરતા હોવ તેના માટે મોબાઇલ બ્રાઉઝરના બદલે એપ્લિકેશનનો ઉપયોગ કરવો તેના માટે એપ્લિકેશન સ્ટોરમાં જઇને એપ્લિકેશન પહેલા ડાઉનલોડ કરી લો.

English summary
Five security tips for smartphon users.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.