મેરિડ લાઈફમાં ઘટી રહ્યો છે સેક્સનો ગ્રાફ, તો આ રીતે પાછો લાવો રોમાંચ
એવા ઘણા કારણો છે જેના કારણે લોકોના લગ્નજીવનમાં સેક્સનો રોમાંચ ખતમ થઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગભગ 20 ટકા લોકો એવા છે જેમની જિંદગી લગ્ન બાદ સેક્સલેસ થઈ ગઈ છે. અહીં સેક્સલેસ હેઠળ એ લોકો આવે છે જે લગ્ન બાદ વર્ષમાં દસ વાર કે એનાથી પણ ઓછી વાર શારીરિક સંબંધ બનાવે છે.

લગ્નજીવનમાં ફરીથી લગાવો સેક્સનો તડકો
મેરિડ લાઈફમાં જ્યારે શરીરની જરૂરિયાતો પૂરી ન થાય તો પાર્ટનરને છેતરવાના કેસ વધી જાય છે. જે કપલ પોતાના ઈન્ટીમેટ સંબંધથી ખુશ નથી હોતા તે લગ્નની બહાર વિકલ્પો શોધે છે. આજે આ આર્ટિકલની મદદથી અમે તમને અમુક એવી ટીપ્સ આપીશુ જે તમારા લગ્નજીવનમાં ફરીથી સેક્સનો તડકો લગાવી શકે છે. શક્ય છે કે આનાથી તમારા સંબંધમાં પણ સુધારો આવશે.

એકબીજા સાથે કરો વાત
પાર્ટનર્સ વચ્ચે કમ્યુનિકેશન હોવુ ખૂબ જરૂરી છે. એક સેક્સ એક્સપર્ટના જણાવ્યા મુજબ તે એવા ઘણા એવા કપલ્સને મળ્યા છે જે પોતાની સેક્સ લાઈફમાં રુચિ નથી લઈ રહ્યા. કમાલની વાત એ છે કે તે એકબીજા સાથે આ અંગે વાત કરવુ પણ જરૂરી નથી સમજતા. આ સ્થિતિમાં તેમણે કપલ્સને એકબીજાને પોતાની એ અંતરંગ પળો સાથે જોડાયેલા અનુભવે વિશે મેલ કરવા માટે કહ્યુ. સાથે જ તેમણે પોતાના પાર્ટનર પાસેથી ઈન્ટીમેટ રિલેશનમાં કઈ નવી વસ્તુની આશા છે તેના વિશે જણાવવા કહ્યુ. આ સંબંધને ફરીથી પાટા પર લાવવાનો કારગર ઉપાય છે. જો તમે પણ આ રીતની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો ઈમેલ કે પછી મેસેજ દ્વારા આ વિશે વાત કરો.

નૉન ઈન્ટિમેટ સેક્સથી કરો શરૂઆત
ઈન્ટિમેટ હોવાનો અર્થ સીધો બેડ પર પહોંચવાનો નથી. ઈન્ટિમસી હેઠળ પાર્ટનરને એકબીજાની નજક આવવાનુ સારુ લાગે છે અને આનાથી વિશ્વાસ વધે છે. જો સંબંધમાં ઈન્ટીમસી ન હોય તો તમારી લાઈફ બેજાન અને નીરસ છે. જો તમે સંબંધમાં સ્પાર્ક લાવવા ઈચ્છતા હોય તો એકબીજા પ્રત્યે તે ઉષ્માનો અનુભવ થવો જોઈએ. તમે પોતાની બોરિંગ લાઈફમાં પહેલા જેવો રોમાંચ લાવવા માટે હગથી શરૂઆત કરી શકો છો. રોજ એકબીજાને ગળે મળો. તમને અનુભવાશે કે તમે આજે પણ તેને એટલો જ પ્રેમ કરો છો. આ તેને કમ્ફર્બેલ અનુભવ કરાવશે.

પોતાની સેક્સ લાઈફ પર કરો ફોકસ
ઘણી વાર જ્યારે વ્યક્તિ જીવનમાં વેપાર, કરિયર કે કોઈ બીજી વસ્તુને પ્રાથમિકતા આપવા લાગે છે ત્યારે પરિવાર અને રિલેશનશિપ પાછળ છૂટી જાય છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ કરિયર, પરિવાર, જૉબ સાથે તમારે પોતાની શારીરિક જરૂરિયાતો પર પણ ધ્યાન આપવુ જોઈએ. યાદ રાખો કે તમારા પાર્ટનરને પણ તમારા સાથની જરૂર છે.

જાણો એકબીજાની સેક્સ ફેન્ટસી
લગ્ન બાદ પણ કપલ્સ એકબીજા સાથે ખુલી નથી શકતા. જ્યારે તેમને તેમના ગમતા ઈન્ટિમેટ વિચારો વિશે પૂછવામાં આવ્યુ તો અસહજ જોવ મળ્યા અને આ ટૉપિક પર વાત કરવાની ના પાડી દીધી. તમે એકબીજાના નવા આઈડિયા પર વાત કરીને થોડો રોમાંચ પેદા કરી શકો છો.

પાર્ટનરના ગમતા મૂવ્ઝ બતાવો
તમે તમારા પાર્ટનરને મેસેજ કરીને બતાવી શકો છો કે તમને એની કઈ અદા સારી લાગે છે. તેનો હાથ પકડવો, કિસ કરવી, વાળને સહેલાવવા વગેરે.

જગ્યા બદલો
એવુ જરૂરી નથી કે તમે માત્ર બેડરૂમમાં જ પોતાના ઈન્ટિમેટ પળોને એન્જોય કરી શકો. એક્સપર્ટના જણાવ્યા મુજબ તમારે સેક્સ પોઝીશન બદલવા સાથે જગ્યા પણ બદલવી જોઈએ. સંભવ છે કે આનાથી તમારા સંબંધ વધુ સારા બને.

સાથે જુઓ પૉર્ન ફિલ્મો
જો તમે પોતાનો અને પાર્ટનરનો મૂડ બનાવવા ઈચ્છતા હોય તો તમે પૉર્ન ફિલ્મોનો સહારો લઈ શકો છો. બ્લૂ ફિલ્મો જોવાથી તમે બંને ઘણા ઉત્તેજિત થશો જેનાથી શારીરિક સંબંધોનો વધુ સારો અનુભવ મળશે.
આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ હૉટનેસ અને બોલ્ડનેસની બધી હદો કરી પાર, એકલામાં જ જુઓ