Vastu Tips: તમારા કરિયરને ઉંચાઈઓ પર લઈ જવા માટે અપનાવો આ વાસ્તુ ટીપ્સ
નવી દિલ્લીઃ સફળતા મેળવવા માટે કઠોર મહેનત સાથે જો નસીબનો સાથ મળે તો પછી શું કહેવુ. જો કે, ઘણી વાર લાખ પ્રયત્નો છતાં પણ આપણને મનગમતુ પરિણામ નથી મળતુ. એવામાં ઘણા લોકો હિંમત હારી જાય છે અને નિરાશ થઈ જાય છે. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ કારણકે સાચા મનથી કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. વિલંબથી પરંતુ યોગ્ય પરિશ્રમથી સારુ ફળ જરુર મળે છે. માત્ર ભાગ્યના ભરોસે બેસવાથી કંઈ નથી મળતુ. જો તમે પોતાના કરિયર માટે તણાવમાં હોય અને તમને એવુ લાગતુ હોય કે તમને તમારી મહેનતનુ યોગ્ય ફળ નથી મળી રહ્યુ તો અમે તમને વાસ્તુની અમુક એવી ટીપ્સ બતાવીશુ જે તમને યોગ્ય દિશા બતાવશે. સાથે જ આનાથી તમારા નસીબમાં આવતી અડચણો પણ દૂર થશે.

આ દિશામાં કરો લેપટૉપ કે કમ્પ્યુટરનો ઉપયોગ
કોરોનાના કારણે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જો કે જીવન શરુ થઈ ગયુ છે. કેટલાક લોકો હજી પણ ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે લેપટોપ, મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તો ચોક્કસ દિશાનુ ધ્યાન રાખો. ઘરનો દક્ષિણ-પૂર્વ ખૂણો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તેનાથી તમારી કારકિર્દી આગળ વધશે અને તમને સારી સફળતા મળશે. આ સિવાય લેપટોપ કે કોમ્પ્યુટરના વાયરને ગૂંચવવામાં ન આવે તેનો પ્રયાસ કરો. જો તમે ઓફિસમાં પણ આ દિશામાં કામ કરો છો તો તે તમારા માટે ઘણુ સારુ રહેશે.

ભૂલથી પણ આ રીતે ન બેસો
તમે ઘર કે ઓફિસમાં બેસીને કેવી રીતે કામ કરો છો તેના પર પણ તમારી પ્રગતિનો આધાર રહેલો છે. હા, ક્યારેય ક્રોસ પગે બેસો નહિ. આ તમારી સફળતાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ લાવી શકે છે. તમે સીધા બેસવાનો પ્રયત્ન કરો. તેનાથી તમે કામ પર યોગ્ય રીતે ફોકસ કરી શકશો.

ગોળાકાર મેજનો ન કરો ઉપયોગ
ઘર હોય કે ઓફિસ, તમારે ગોળ આકારના ટેબલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ચોરસ અને લંબચોરસ આકાર ધરાવતું ટેબલ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ તમને કોઈપણ અવરોધ વિના ઝડપથી પ્રગતિ કરવામાં મદદ કરશે.

વર્ક ફ્રોમ હોમમાં ના કરો આ ભૂલ
જો તમે હજી પણ ઘરેથી કામ કરી રહ્યા છો, તો વધુ સારા પરિણામો માટે, તમે ઘરે ક્યાં કામ કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો. બેડરૂમની બાજુના રૂમમાં કામ ક્યારેય ન કરવુ.

ઓફિસ ટેબલ રાખો આ છોડ
ઘણી વખત આપણે આપણા ઓફિસ ડેસ્ક પર લેપટોપ સિવાયની કેટલીક વસ્તુઓ જેમ કે ફોટો ફ્રેમ, પેન સ્ટેન્ડ, નાની ગણેશજીની મૂર્તિ વગેરે રાખીએ છીએ. જો તમે તમારા ટેબલ પર વાંસનો છોડ રાખો છો તો તે તમારા માટે લકી સાબિત થઈ શકે છે.

સૂતી વખતે આ દિશામાં રાખો માથુ
શું તમે જાણો છો કે તમે જે રીતે ઊંઘો છો તે તમારી પ્રગતિને પણ અસર કરે છે? હા, સૂતી વખતે હંમેશા પૂર્વ તરફ માથું રાખો. તેનાથી તમારી માનસિક સ્થિતિ મજબૂત થશે અને તમારુ મન કેન્દ્રિત રહેશે. આ સિવાય ઉત્તર દિશામાં બેસીને કામ કરવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમારી પાછળ કોઈ બારી ન હોવી જોઈએ.