For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ચોમાસામાં આ વસ્તુઓ ખાશો તો તમારા પેટની લાગી જશે વાટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચોમાસું એકતરફ ખુશીઓ લાવે છે તો બીજી તરફ ઘણી બધી બિમારીઓ પણ લઇને આવે છે. જો તમે ચોમાસાને સારી રીતે વ્યતીત કરવા માંગો છો તો ભૂલથી પણ રસ્તાના કિનારે વેચાઇ રહેલો ખોરાક ન ખાવ. આ ઉપરાંત તળેલે વસ્તુઓ અને મસાલેદાર વ્યંજન ઓછામાં ઓછા ખાવાનો પ્રયત્ન કરો કારણ કે તમે ઇચ્છતા નથી કે આ સુહાના મોસમમાં તમારું પેટ ખરાબ થઇ જાય અને તમે ડૉક્ટરના ચક્કર લગાવતા થઇ જાવ.

ચોમાસામાં ઘણા લોકોને વરસાસ જોઇને ગરમાગરમ ભજીયા ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે, પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. એવું નથી કે ચોમાસાનું આના સાથે કંઇ ખાસ લેવા દેવા છે પરંતુ ચોમાસામાં કોઇપણ વસ્તું સ્વચ્છ રહેતી નથી. આ દિવસોમાં પાણી પણ ખૂબ જ ગંદુ હોય છે એટલા માટે જો તમે રસ્તાના કિનારે પાણીપુરી ખાઇ રહ્યાં છો, તો તમારે તેના પાણીની તપાસ જરૂર કરી લેવી જોઇએ.

તમે કઇ જગ્યાએ કઇ વસ્તું ખાઇ રહ્યાં છો, એ વાત ચોમાસાની સિઝનમાં ઘણી મહત્વની બની જાય છે. આવો જાણીએ કે ચોમાસામાં આપણે કઇ-કઇ વસ્તુઓ ખાવાથી બચવું જોઇએ.

તીખા અને મસાલેદાર ભજીયા

તીખા અને મસાલેદાર ભજીયા

ચોમાસામાં રસ્તાના કિનારે વેચાતા ભજીયા ના ખાશો. આ ભજીયાને તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તે સારું હોતું નથી. ચોમાસામાં તમારા પેટની ખાવાનું પચાવવાની ક્ષમતાને ઓછી કરી નાખે છે એટલા માટે તે ખાશો નહી.

ચાટ અને પાણીપુરી

ચાટ અને પાણીપુરી

ગંદા પાણી વડે ચાટ અને પકોડી બનાવેલા હોય છે, તો તમારે તેને ખાઇને સીધા ડૉક્ટર પાસે જવું પડશે.

કચોરી અને સમોસા

કચોરી અને સમોસા

કચોરી અને સમોસાનું નામ સાંભળતાં જ તમારા મોંઢામાં ક્યારનુંય પાણી આવી ગયું હશે પરંતુ તેને બનાવવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે, તે તમારા પાચન તંત્ર પર ભારે પડી શકે છે એટલા માટે તેને ખાશો નહી.

રસ્તાના કિનારે ચાઇનીઝ ફૂડ

રસ્તાના કિનારે ચાઇનીઝ ફૂડ

તેને બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે ચોખ્ખુ હોતું નથી. આ સિઝનમાં જો તમે ગંદુ પાણી પીશો તો તમારું પેટ ખરાબ થઇ જશે.

પત્તાવાળી શાકભાજી

પત્તાવાળી શાકભાજી

આ સિઝનમાં પત્તાવાળી શાકભાજીઓમાં કિટાણું અને કીડા વગેરે હોવાની સંભાવના વધી જાય છે. એટલા માટે સરગવો તો બિલકુલ ખાશો નહી.

રસ્તાના કિનારે વેચાતો ફળોનો રસ

રસ્તાના કિનારે વેચાતો ફળોનો રસ

રસ્તાના કિનારે વેચાતા ફળોના રસમાં ગંદું પાણી પણ સામેલ હોય છે.

સી ફૂડ

સી ફૂડ

ચોમાસામાં માછલી અને જીંગા બાળકોને જણે છે, એટલા માટે આપણે તેને કોઇપણ ભોગે ખાવા ન જોઇએ, નહીતર તબિયત ખરાબ થઇ શકે છે.

કાપેલા ફળ

કાપેલા ફળ

રસ્તાના કિનારે વેચાતા કાપેલા ફળને બિલકુલ ખાશો નહી. દુકાનદાર તેને ખુલ્લા રાખે છે, જેથી તેના પર માખીઓ બેસે છે.

ભાત ખાશો નહી

ભાત ખાશો નહી

આ સિઝનમાં ભાત ખાવા ન જોઇએ, નહીતર બોડીમાં સોજા આવી શકે છે અને પેટ પણ યોગ્ય રીતે હજમ કરી શકતું નથી.

English summary
Monsoons are the time when you are tempted to have the spicy snacks being served at the roadside corners, but it is also the time of the year when you should avoid these things most.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X