ફીમેલ પોઝિશનથી લઈ બેસ્ટ મોસમ સુધી જાણો, સેક્સ વિશે શું કહે છે આયુર્વેદ
સેક્સને લઈ લોકોના અલગ અલગ મંતવ્યો હોય છે. કેટલાક લોકો આને માત્ર પેઢી વધારવાનો રસ્તો માને છે તો કેટલાક માટે આ પ્લેઝર આપનાર છે. આયુર્વેદનું માનીએ તો સેક્સનું કામ પેઢી વધારવા સિવાય અંદર સુધી પોષણ કરવું પણ છે. અહીં આયુર્વેદમાં જણાવેલી કેટલીક વાતો છે જે તમારા માટે કામ આવી શકે છે. અહીં જાણો આયુર્વેદમાં સેક્સ વિશે જણાવવામાં આવેલ તમામ વાતો વિશે જે તમને ઉપયોગી બની શકે છે.

હળવો ખોરાક લેવો
આયુર્વેદ મુજબ જો તમે ખાલી પેટ કે વધુ ખાયને સેક્સ કરો છો તો શરીરનું બેલેન્સ બગડી જાય છે. જેનાથી તમને માથાનો દુખાવો, ગેસ્ટ્રિક અને પેટ સાથે જોડાયેલ કેટલીય સમસ્યાઓ થઈ શકે છે.

બેસ્ટ પોઝિશન
જો આયુર્વેદનું માનીએ તો બેસ્ટ સેક્સ પોઝિશન એ છે જેમાં મહિલા પીઠના બળે સૂવે અને તેનું મોઢું ઉપર તરફ હોય.

પુરુષો માટે બેસ્ટ ટાઈમ
આયુર્વેદ મુજબ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પુરુષ સૌથી વધુ ઉત્તેજિત રહે છે, જ્યારે ઊંઘમાં હોવાના કારણે મહિલાઓના શરીરનું તાપમાન ઓછું હોય છે. માટે આ સમયે સેક્સ પુરુષો માટે સારું રહે છે પરંતુ આ સમયે મહિલાઓ સેક્સને વધુ એન્જોય નથી કરી શકતી.

સૂર્ય નિકળ્યા પછીનો સમય
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વાત દોષ વધે છે માટે સૂરજ નિકળ્યા બાદથી સવારે 10 વાગ્યા સુધીનો સમય સેક્સ માટે સૌથી સારો હોય છે. પરંતુ ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલને જોતા આવું ના થઈ શકે તો ડિનર બાદ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યાનો સમય સેક્સ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કયું વાતાવરણ
આયુર્વેદ મુજબ સેક્સ માટે શિયાળુ અને વસંદ ઋતની શરૂઆત બેસ્ટ માનવામાં આવે છે. આ મોસમમાં સારું ઓર્ગેઝ્મ મળે છે. જો કે ગરમીના મોસમમાં સેક્સ અને ઓર્ગેઝ્મની ફ્રીક્વેન્સી ઓછી કરી દેવી જોઈએ.
વાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો