For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાથી લઇને જાપાન સુધી ભારતીય CEOનો ચાલે છે સિક્કો

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા, 11 ઓગસ્ટ: મંગળવારે એકવાર ફરી ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇની સાથે જ સાબિત થઇ ગયું છે કે જેટલો વિશ્વાસ દુનિયાને ભારતીયોની કાબેલિયત પર છે, તેટલો વિશ્વાસ દુનિયાના કોઇ અન્ય દેશના યુવાનો પર નહીં હોય.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ગયા વર્ષે અમેરિકન યુવાનોને પણ ચેતાવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ નહીં સુધરે તો લગભગ આગળ ચાલીને ભારતીયોના કારણે તેમને તક નહીં મળે.

ઓબામાએ આ વાત એમ જ ન્હોતી કહી. તેઓ જાણે છે કે મોટાભાગના અમેરિકન કંપનીયો ભારતીયોને તક આપી રહી છે. એ સત્ય પણ છે સુંદર પિચાઇથી લઇને માઇક્રોસોફ્ટના સત્ય નડેલા સુધી દરેક સ્થળે ઇંડિયન્સની ધાક છે.

સુંદર પિચાઇને ગૂગલે 50 મિલિયન્સ ડોલરની એન્યુઅલ સેલરી પર સીઇઓનું પદ આપ્યું છે. શું આપ જાણો છો કે દુનિયાની મોટી મોટી કંપનીઓની સાથે કયા કયા ભારતીયો જોડાયેલ છે અને તેમને કેટલી સેલરી મળી રહી છે? જો નહી તો પછી આ સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો 10 ભારતીય સીઇઓ અને તેમની સેલરી વિશે..

નિકેશ અરોડા

નિકેશ અરોડા

હાલમાં જ જાપાનની સૌથીમોટી ટેલીકોમ કંપની સોફ્ટબેંકના સીઇઓ અને વોઇસ ચેરમેન બન્યા ગૂગલના ફાર્મર એક્ઝિક્યૂટિવ નિકેશ અરોડાને વાર્ષિક 135 મિલિયન ડોલરની સેલરી પર હાયર કરવામાં આવ્યા છે.

સતય નડેલા

સતય નડેલા

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાને વર્ષ 2014માં કંપનીના સીઇઓ બનાવવામાં આવ્યા હતા. તેમને આના માટે પ્રત્યેક વર્ષ 84.3 મિલિયન ડોલરની સેલરી મળે છે.

ઇંદિરા નૂઇ

ઇંદિરા નૂઇ

પેપ્સિકોએ વર્ષ 2007માં ઇંદ્રા નૂઇને કંપનીના ચેરમેન અને સીઇઓ બનાવ્યા હતા. કંપનીએ તેમના માટે પ્રતિ વર્ષ 19 મિલિયન ડોલરની સેલરી નક્કી કરી હતી.

શાંતનુ નારાયણ

શાંતનુ નારાયણ

એડોબ સિસ્ટમ્સના સીઇઓ શાંતનુ નારાયણને આ સમયે કંપની તરફથી વાર્ષિક 17.89 મિલિયન ડોલર સેલરી મળે છે.

અજય બાંગા

અજય બાંગા

માસ્ટર કાર્ડના સીઇઓ અજય બાંગા જે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે પણ કામ કરી ચૂક્યા છે, પ્રતિ વર્ષ 12.4 મિલિયન ડોલર સેલરી ઘરે લઇ જાય છે.

ફ્રાંસિસ્કો ડિસૂઝા

ફ્રાંસિસ્કો ડિસૂઝા

કાગ્નિજેંટના સીઇઓ જેમની પાસે બેસ્ટ સીઇઓનું પણ ટાઇટલ છે, તેમને પ્રતિ વર્ષ 11.34 મિલિયન ડોલર સેલરી મળે છે.

સંજય મેહરોત્રા

સંજય મેહરોત્રા

મેમરી કાર્ડ અને પેન ડ્રાઇવ બનાવનાર કંપની સેંડિસ્કના કો-ફાઉંડર અને સીઇઓ સંજય મેહરોત્રા પ્રતિ વર્ષ સેલરી તરીકે 10.63 મિલિયન ડોલર કમાણી કરે છે

દિનેશ સી પાલિવાલ

દિનેશ સી પાલિવાલ

આ અમેરિકન કંપની હરમન ઇંટરનેશનલના સીઇઓ છે જેમને પ્રતિવર્ષ 10.60 મિલિયન અમેરિકન ડોલર મળે છે.

સંજય કે ઝા

સંજય કે ઝા

ગ્લોબલ ફાઉંડ્રીઝના સીઇઓ સંજય કે ઝા પૂર્વમાં મોટોરોલા કંપનીનું પણ પ્રતિનિધ્વ કરી ચૂક્યા છે. સંજયને કંપની તરફથી 8.46 મિલિયન ડોલર સેલરી મળે છે.

રવિચંદ્રન સાલિગ્રામ

રવિચંદ્રન સાલિગ્રામ

એક અમેરિકન ઓક્શન કંપનીના સીઇઓ તરીકે પણ જોડાયેલ રવિચંદ્રનને દરેક વર્ષે 6.56 મિલિયન ડોલરની રકમ મળે છે.

English summary
From Google's Sundar Pichai to Microsoft's Satya Nadellala Indians are all the way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X