• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજીવ ગાંધીથી અરુણ જેટલી, દરેક નાણાં મંત્રીની અંદર એક કવિ છે

By Shachi
|

બજેટના ભાષણો કંટાળાજનક કહી શકાય એવા લાંબા અને કાયદાકીય શબ્દોથી ભરપૂર હોય છે, પરંતુ આપણા નાણાં મંત્રીઓ પોતાના ભાષણમાં કવિતા અને હાસ્ય ઉમેરવા માટે જાણીતા છે. જેથી સંસદમાં તેમના મુદ્દાઓ સરળતાથી સમજાય અને લોકોનો રસ જળવાઇ રહે. વર્ષ 2017ના બજેટ ભાષણમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ નોટબંધી અને ભ્રષ્ટાચાર ઘટાડાવામાં તથા અર્થશાસ્ત્રની પ્રગતિમાં નોટબંધીના લાંબા ગાળાના ફાયદાઓ અંગે વાત કરતા કવિતાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'ઇસ મોડ પર ગભરા કે ના થમ જાઇએ આપ, જો બાત નઇ હે ઉસે અપનાઇએ આપ, ડરતે હે નઇ રાહ પર ક્યું ચલને સે, હમ આગે આગે ચલતે હે આ જાઇએ આપ...'

અરુણ જેટલીની કવિતા

અરુણ જેટલીની કવિતા

આ જ ભાષણમાં કાણાં નાણાંને સમાપ્ત કરવું એ સરકારની પહેલી પ્રાથમિકતા છે, આ વાત સમજાવતા અરુણ જેટલીએ કહ્યું હતું, 'નઇ દુનિયા હે, નયા દૌર હે, કુછ થે પહેલે કે તરીકે, તો હે કુછ આજ કે ઢંગ, રોશની આ કે અંધેરો સે જો ટકરાઇ હે, કાલે ધન કો ભી બદલના પડા આજ આપના રંગ...' ગત વર્ષનું પોતાનું ભાષણ પૂર્ણ કરતાં તેમણે કહ્યું હતું કે, 'જ્યારે મારું નિશાન સાચું હોય, મારું લક્ષ્ય મને દેખાતું હોય, ત્યારે પવન પણ મને પ્રોત્સાહન આપે છે અને હું ઊડું છું.' (When my aim is right, when my goal is in sight, the winds favour me and I fly.)

મનમોહન સિંહે ઇકબાલને ટાંક્યા હતા

મનમોહન સિંહે ઇકબાલને ટાંક્યા હતા

અરુણ જેટલી પહેલાં પણ કેટલાક નાણાં મંત્રીઓ જાણીતા કવિઓની પંક્તિઓ પોતાના ભાષણમાં ટાંકી ચૂક્યા છે. ભારતમાં આર્થિક ઉદારીકરણના આર્કિટેક્ટ એવા મનમોહન સિંહે વર્ષ 1991ના ભાષણમાં કવિ ઇકબાલની પંક્તિઓ ટાંકી હતી. તેમણે કહ્યું હતું, 'યુનાન-ઓ-મિસ્ત્ર-ઓ-રોમા, સબ મિટ ગયે જહાં સે, અબ તક મગર હે બાકી, નામ-ઓ-નિશાં હમારા...' (ગ્રીસ, ઇજિપ્ત, રોમ સઘળા ધૂળમાં ભળી ગયા, પરંતુ આપણું ભારત સદાય જીવંત છે.)

પી. ચિદમ્બરમના પસંદિત હતા થિરુવલ્લુવર

પી. ચિદમ્બરમના પસંદિત હતા થિરુવલ્લુવર

પી. ચિદમ્બરમ પણ પોતાના બજેટ ભાષણમાં તમિલ કવિ થિરુવલ્લુવરને ટાંકવાની કોઇ તક જતી નહોતા કરતા. વર્ષ 1997નું બજેટ, જે પછીથી સપનાના બજેટ તરીકે પ્રખ્યાત થયું હતું, એ ભાષણમાં ચિદમ્બરમે થિરુવલ્લુવરની પંક્તિ ટાંકી હતી, જેનો અર્થ થાય છે, રાજા પર ભલે કોઇ ગુસ્સો ના કરી શકે, એનો નાશ તો પણ થશે, જો એનો કોઇ શત્રુ ના હોય.

યશવંત સિન્હાના 'ખુશી-ગમ'

યશવંત સિન્હાના 'ખુશી-ગમ'

કવિતા સિવાય ઘણા નાણાં મંત્રીઓએ પોતાના બજેટ ભાષણમાં હાસ્યનો પણ ઉપયોગ કર્યો છે. વર્ષ 2002ના બજેટ ભાષણમાં મનોરંજન ક્ષેત્ર અંગે વાત કરતાં યશવંત સિન્હાએ કહ્યું હતું કે, 'છેલ્લા ત્રણ વર્ષોમાં ફિલ્મ નિકાસ દર વર્ષે લગભગ બમણી થઇ છે, હવે સમય પાક્યો છે કે આપણે રાજકોષીય વ્યવસ્થામાં વધુ 'ખુશી' લાવીએ અને મનોરંજન ઉદ્યોગમાંથી બચેલ 'ગમ' લઇ લઇએ.'

રાજીવ ગાંધીની શબ્દ રમત

રાજીવ ગાંધીની શબ્દ રમત

વર્ષ 1987માં નાણાં મંત્રી રાજીવ ગાંધીએ સિગરેટ પર તેની લંબાઇને આધારે એક્સાઇઝ ડ્યૂટી લાગુ કરવાની વાત કહી હતી. પોતાના વિષય પર જવા માટે તેમણે કહ્યું હતું, વધુ વળતર માટે મારે નાણાં મંત્રીઓના વિશ્વાસપાત્ર મિત્ર અને આરોગ્ય મંત્રીઓના પ્રમાણિત દુશ્મનનું પતન કરવું પડશે.

English summary
From Rajiv Gandhi to Arun Jaitley, how FMs made their boring budget speeches interesting!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more