• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસઃ અમેરિકાના 5 રાષ્ટ્રપતિ, અમિતાભ, સચિન...

|

આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ એટલે કે એ લોકોનો દિવસ જે ડાબા હાથથી લખે છે અને જેમના બધા કામો ડાબા હાથથી થાય છે. વર્ષ 1991 માં આ દિવસની શરૂઆત થઈ હતી અને દર વર્ષે 13 ઓગસ્ટના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઘોષિત કરવાનો હેતુ તે લોકોમાં રહેલી હીન ભાવના ખતમ કરવાનો હતો જેમને ડાબોડી હોવાના કારણે ઘણા લોકોના મજાકનો સામનો કરવો પડતો હતો. લોકોમાં આવા લોકો માટે જાગૃતતા લાવવા અને તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવાના ઉદ્દેશથી શરૂ થનારા આ દિવસને આજે એક એક નવુ જ સ્થાન મળી ગયુ છે. આજે એક નહિ પરંતુ એવા ઘણા ડાબોડી લોકો છે જેના વિશે દુનિયા જાણે છે અને જેમને દુનિયામાં અલગ અલગ કારણોસર કીર્તિ પ્રાપ્ત થઈ છે.

કેટલાક રોચક તથ્ય

 • ડાબોડી ભલે ડાબા હાથે કોઈ ડિઝાઈન બનાવે પરંતુ તેનો વળાંક હંમેશા જમણી તરફ હોય છે.
 • જોડિયા બાળકોમાંથી એકના ડાબોડી હોવાની સંભાવના સૌથી વધુ હોય છે.
 • ડાબોડીઓમાં હકલાવાની અને ડિસ્લેક્સિયાની બિમારીનો દર સૌથી વધુ હોય છે.
 • પાણીની અંદર કોઈ પણ વસ્તુ ઓળખવાની ક્ષમતા ડાબોડીઓમાં સૌથી વધુ હોય છે.
 • ડાબોડીઓ ટેનિસ, બેઝબોલ, સ્વિમિંગ અને ફેંસિંગ જેવી રમતોમાં ઉસ્તાદ હોય છે.
 • જમણા હાથે કામ કરનારાની તુલનામાં ડાબોડીઓ જલ્દી પરિપક્વ થઈ જાય છે.
 • અમેરિકાના અપોલો મિશન પર જનારા દર ચાર અંતરિક્ષ યાત્રિઓમાંથી એક ડાબોડી હતો.
 • ડાબોડીઓ ખૂબ જ તેજ દિમાગ ધરાવતા હોય છે.
 • તેમનામાં કલ્પના કરવાની ક્ષમતા ખૂબ જ હોય છે.

  આગળની સ્લાઈડ્સમાં જુઓ દુનિયાના કેટલાક ખાસ ડાબોડીઓ વિશેઃ

  બરાક ઓબામા

  બરાક ઓબામા

  અમેરિકાના 44 માં રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામા ડાબોડી છે. જો કે ઘણા સંશોધનોમાં એ વાત કહેવામાં આવી છે કે ડાબોડીઓ ચર્ચામાં બહુ સારા નથી હોતા પરંતુ ઓબામાએ કદાચ એ સંશાધનોને ખોટા સાબિત કરી દીધા છે.

  રોનાલ્ડ રીગન

  રોનાલ્ડ રીગન

  અમેરિકાના 40 માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પણ ડાબોડી જ હતા. જો કે તેઓ હંમેથા મજાકમાં કહેતા હતા કે હું જમણા હાથે પણ લખીને બતાવી શકુ છુ. જો કે રીગનના કેટલાક ફોટા એવા છે જેમાં તેમને જમણા હાથે લખતા જોઈ શકાય છે.

  બિલ ક્લિંટન

  બિલ ક્લિંટન

  રીગન બાદ અમેરિકાના 41 માં રાષ્ટ્રપતિ રહેલા જ્યોર્જ એચ. ડબ્લ્યુ બુશ પણ ડાબોડી જ છે. ત્યારબાદ અમેરિકાના 42 માં રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પણ આ જ ક્લબનો હિસ્સો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દાયકામાં અમેરિકાને સાતમાંથી પાંચ ડાબોડી રાષ્ટ્રપતિ મળ્યા છે.

  ડેવિડ કેમરુન

  ડેવિડ કેમરુન

  બ્રિટનના પૂર્વ પીએમ પણ પોતાના નજીકના દોસ્ત બરાક ઓબામાની જેમ જ ડાબોડી છે. કેમરુનની માનીએ તો તેમને ક્યારેય આના માટે સંકોચ નહોતો થયો.

  અમિતાભ બચ્ચન

  અમિતાભ બચ્ચન

  બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ડાબોડી ક્લબનો હિસ્સો છે. અમિતાભની માનીએ તો ડાબોડી હોવુ તેમના માટે લકી છે.

  સચિન તેંડુલકર

  સચિન તેંડુલકર

  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જે રમતા હતા તો જમણા હાથથી પરંતુ વાસ્તવમાં તે ડાબોડી છે.

  બિલ ગેટ્સ

  બિલ ગેટ્સ

  માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ આજે દુનિયાભરના યુવાનોના આદર્શ છે. ગેટ્સની માનીએ તો તે જમણા હાથેથી ક્યારેય સારા અક્ષરે લખી જ નહોતા શકતા એટલા માટે તેમણે ડાબા હાથે લખવાની કોશિશ શરૂ કરી હતી.

  સ્ટીવ જોબ્ઝ

  સ્ટીવ જોબ્ઝ

  ખડ્ડૂસ બોસ તરીકે જાણીતા એપ્પલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્ઝે ડાબા હાથે જ એપ્પલની દરેક પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરી.

  માર્ક ઝૂકરબર્ગ

  માર્ક ઝૂકરબર્ગ

  ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝૂકરબર્ગ પણ આ જ ક્લબનો હિસ્સો છે અને તેમને ઓટોગ્રાફ ડાબા હાથે આપવામાં કોઈ મુશ્કેલી નથી.

  જ્હોન મેકનરો

  જ્હોન મેકનરો

  ટેનિસના બાદશાહ અને ઘણા ખેલાડીઓના આદર્શ જ્હોન મેકનરો ડાબા હાથથી માત્ર ઓટોગ્રાફ જ નહોતા આપતા પરંતુ આ જ હાથે વિનિંગ શોટ રમતા હતા.

  લિયોનલ મેસી

  લિયોનલ મેસી

  સ્ટાર ખેલાડી મેસી પણમ આજે આ દિવસને સેલિબ્રેટ કરનારી હસ્તી છે.

  જૂલિયા રોબર્ટ

  જૂલિયા રોબર્ટ

  પ્રિટી વુમન જૂલિયા રોબર્ટની મા એ ઘણી વાર તેને જમણા હાથે કામ કરવાનું કહેતી હતી પરંતુ તેને માત્ર ડાબા હાથે કામ કરવાનું જ સરળ લાગતુ હતુ.

  ઓપ્રા વિન્ફ્રે

  ઓપ્રા વિન્ફ્રે

  પોતાના સંઘર્ષ અને બુદ્ધિમત્તાના દમ પર યુવાનોમાં એક અલગ ઓળખ બનાવી ચૂકી છે ઓપ્રા વિન્ફ્રે.

  ચાર્લી ચેપ્લિન

  ચાર્લી ચેપ્લિન

  દુનિયાને કોમેડીની નવી નવી વાતો જણાવનાર અને આજ સુધી લોકોને હસાવનાર ચાર્લી ચેપ્લિન પણ ડાબોડી હતા.

  ન્યૂટન

  ન્યૂટન

  તમે ન્યૂટનનો લૉ ઓફ ગ્રેવિટી તો વાંચ્યો જ છે તો હવે તમે એ પણ જાણી લો કે તેના જનક ન્યૂટન પણ ડાબોડી હતા.

  લિયોનાર્ડો ધ વિન્ચી

  લિયોનાર્ડો ધ વિન્ચી

  મોનાલિસાની પેઈન્ટિંગમાં રહસ્યમયી સ્મિત લિયોનાર્ડો ધ વિન્ચીના ડાબા હાથની જ કમાલ છે.

  સ્ટીવ ફોર્બ્ઝ

  સ્ટીવ ફોર્બ્ઝ

  દુનિયાભરના અમીરોના રેકોર્ડ રાખનારી ફોર્બ્ઝ મેગેઝીનના સ્ટીવ ફોર્બ્ઝ પણ આ જ કતારમાં છે.

  આ પણ વાંચોઃ RBI રૂ. 200 અને રૂ. 2000 નોટ એક્સચેન્જ કરવાની મંજૂરી આપશે

  English summary
  From US President Barack Obama to Prince William famous left handers' of the world. Its 24th International Left Handers day today.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X