• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આરૂષિ-હેમરાજની કહાણી: શું છે કેસ? કેવી રીતે થઇ હતી હત્યા?

By Staff
|

આરૂષિ-હેમરાજનો હત્યાકાંડ દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીમાંની એક ગણાઇ હતી. વર્ષ 2013માં ગાઝિયાબાદની સીબીઆઇ કોર્ટના ચૂકાદા બાદ લોકોને લાગ્યું હતું કે, કેસ પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. સૌ પ્રથમ આ કેસને લગતા વિવધ સવાલો જેવા કે, કોણે છે આરૂષિના હત્યારા, કેવી રીતે કરી હતી હત્યા, કોણે હેમરાજને મોતનો ઘાટ ઉતાર્યો હતો, કોણ હેમરાજની લાશ રાજેશ તલવારના ધાબા પર લઇ ગયું અને સૌથી મોટો સવાલ એ છે કે આરૂષિ-હેમરાજના હત્યારાનો હેતુ શું હતો? વગેરેના જવાબ આપણે મેળવીશું.

આરૂષિ-હેમરાજની હત્યા નોઇડાના જલવાયુ વિહારના એલ-32 ફ્લેટમાં 15 મે 2008ના રોજ કરવામાં આવી હતી. આ હત્યાકાંડ એટલો ગુંચવાડા ભર્યો હતો કે દેશની નજર સતત આ કેસ પર મંડાયેલી રહી છે. પહેલાં નોઇડા પોલીસ અને પછી સીબીઆઇની બે-બે ટીમોએ આ કેસની તપાસ કરી. આ કેસમાં સનસનીખેજ વળાંક ત્યારે આવ્યો જ્યારે સીબીઆઇની ક્લોઝર રિપોર્ટને સીબીઆઇ કોર્ટે રાજેશ તલવાર અને નૂપૂર વિરૂદ્ધ ચાર્જશીટમાં ફેરફાર કર્યા.

ત્યારબાદ સીબીઆઇ કોર્ટમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો. સીબીઆઇએ કોર્ટ સમક્ષ દલીલો આપીને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ બેવડા હત્યાકાંડને તલવાર દંપતિએ જ અંજામ આપ્યું હતું. જ્યારે રાજેશ અને નૂપૂર સીબીઆઇની દરેક દલીલને ખોટી સાબિત કરવામાં લાગી છે. તમને સીબીઆઇની મુખ્ય દલીલો અને તલવાર દંપતિના તર્ક જણાવી રહ્યાં છીએ જે ચૂકાદામાં મુખ્ય સાબિત થશે.

સીબીઆઇની પ્રથમ દલીલ

સીબીઆઇની પ્રથમ દલીલ

સીબીઆઇની પ્રથમ દલીલ કરી હતી કે ઘટનાની રાત્રે ઘરમાં ફક્ત ચાર લોકો હતા. આરૂષિ-હેમરાજ રાજેશ અને નૂપૂર તલવાર. આ ચારમાંથી બેની હત્યા થઇ ગઇ અને બે બચી ગયા. સીબીઆઇએ કહ્યું ઘરમાં કોઇ બહારથી વ્યક્તિ આવ્યું નહી અને ના તો તેના પુરાવા મળ્યા છે. આ આધાર પર સીબીઆઇએ તલવાર દંપતિ પર આરોપ લગાવ્યો હતો કે તેમને જ આરૂષિ-હેમરાજની હત્યા કરી અને પછી ઘરમાંથી પુરાવા નષ્ટ કરી દિધા.

મર્ડર રાતે હેમરાજ રૂમમાં હતો જ નહી

મર્ડર રાતે હેમરાજ રૂમમાં હતો જ નહી

સીબીઆઇની આ દલીલ વિરૂદ્ધ તલવાર દંપતિએ કહ્યું હતું કે મર્ડર રાતે હેમરાજ રૂમમાં હતો જ નહી, કારણ કે આરૂષિની પથારી અને ઓશીકા પરથી હેમરાજના લોહીના નિશાન મળ્યા નથી. તલવાર દંપતિએ તર્ક રજુ કર્યો કે ઘટનાસ્થળેથી કુલ 24 ફિંગરપ્રિંટ મળ્યા હતા. પરંતુ તેમાંથી કોઇ પણ ફિંગરપ્રિંટ હેમરાજના ન હતા. ત્યારબાદસીબીઆઇનો બીજો મુખ્ય દાવો

સીબીઆઇ દ્વારા બીજો મુખ્ય દાવો કરવામાં આવ્યો કે આરૂષિના રૂમમાંથી અવાજ આવતાં રાજશ તલવાર ઉઠ્યાઅ અને હેમરાજના રૂમમાં ગયા. ત્યાં હેમરાજ ન હોવાથી તે આરૂષિના રૂમમાં ગયા અને બંનેને આપત્તિજનક હાલતમાં જોતાં ગોલ્ફ સ્ટીક વડે તેના પર હુમલો કર્યો. પ્રથમ ઘા હેમરાજના માથાના પાછળના ભાગમાં કરવામાં આવ્યો, બીજા હુમલા દરમિયાન હેમરાજનું માથું ખસી ગયું અને ગોલ્ફ સ્ટીક આરૂષિના માથા પર લાગી.

ઇજા ગોલ્ફ સ્ટિકથી નહી પરંતુ પડી જવાથી થઇ

ઇજા ગોલ્ફ સ્ટિકથી નહી પરંતુ પડી જવાથી થઇ

સીબીઆઇના આ દાવા પર તલવાર દંપતિએ કહ્યું કે જો આરૂષિના રૂમમાંથી અવાજ આવ્યો હોત તો સૌથી પહેલાં આરૂષિના રૂમમાં જતાં ના કે હેમરાજના રૂમમાં, જો કે 40 થી 50 ફૂટના અંતરે હતો. સીબીઆઇના ગોલ્ફ સ્ટિકના દાવાને નકારી કાઢતાં રાજેશ અને નૂપૂરે દાવો કર્યો કે આરૂષિ-હેમરાજના માથા પર લાગેલી ઇજા ગોલ્ફ સ્ટિકથી નહી પરંતુ પડી જવાથી થઇ છે. તેના બચાવ પક્ષે કોર્ટમાં ગોલ્ફ સ્ટિક મંગવીને હેલમેટથી તેના પર ઘા કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ રીતે ઘા સ્ટિકના આગળના ભાગથી ન લાગી શકે.

સીબીઆઇની ત્રીજી દલીલ

સીબીઆઇની ત્રીજી દલીલ

સીબીઆઇની ત્રીજી દલીલ હતી કે ગોલ્ફ સ્ટિકના હુમલાથી હેમરાજનું મોત થયા બાદ રાજેશ અને નૂપૂર તલવાર તેની લાશને ચાદરમાં વીંટીને ઘસેડીને ઘાબા પર લઇ ગયા.

સીબીઆઇની દલીલો જેટલા જ મજબૂત તલવાર દંપતિના તર્ક

સીબીઆઇની દલીલો જેટલા જ મજબૂત તલવાર દંપતિના તર્ક

સીબીઆઇની આ દલીલને ખોટી પાડવા માટે તલવાર દંપતિએ કોર્ટમાં એક ચાદર મંગાવી અને તેમાં એક વ્યક્તિને ઘસેડવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ બચાવ પક્ષે કહ્યું કે જો હેમરાજની લાશને ચાદરમાં રાખીને ઘસેડવામાં આવતી તો તેના શરીર પર છોલાવવાના નિશાન લાગતા, પરંતુ હેમરાજના શરીર પર એવા કોઇ જખમ ન હતા. જેટલી મજબૂત સીબીઆઇની દલીલો હતી એટલા જ મજબૂત દંપતિના તર્ક હતા. કોર્ટ ઘણીવાર આખા ક્રાઇમ સીનને જ રીક્રિએટ કરી રાજેશ અને નૂપૂર તલવારે એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી પોતાના પક્ષમાં મુક્યા. તો સીબીઆઇની દલીલો ફોરેન્સિક ટેસ્ટ અને પરિસ્થિતી મુજબ બનેલા પુરાવ પર ટકી છે.

સીબીઆઇની ચોથી દલીલ

સીબીઆઇની ચોથી દલીલ

સીબીઆઇની ચોથી દલીલ હતી કે આરૂષિ અને હેમરાજ પર પહેલાં ગોલ્ફ સ્ટિકથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સર્જિકલ બ્લેડથી બંનેના ગળા કાપવામાં આવ્યા હતા. તલવાર દંપતિએ સીબીઆઇના આ દાવાને પણ નકારી કાઢ્યા અને કહ્યું કે જે ડૉક્ટર દોહરેના નિવેદનો પર સીબીઆઇ સર્જિકલ બ્લેડની વાત કરી રહી છે તે ડોક્ટરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અથવા એમ્સની કમિટીની સમક્ષ આવી વાત કહી ન હતી. તલવાર દંપતિએ કહ્યું કે આ પ્રકારની સર્જિકલ બ્લેડ કોઇ ડેન્ટિસ્ટની પાસે ન હોય.

સીબીઆઇની પાંચમી દલીલ

સીબીઆઇની પાંચમી દલીલ

સીબીઆઇએ પાંચમી દલીલ કરી હતી કે હેમરાજની લાશને ધાબા પર રાખ્યા બાદ રાજેશ તલવાર પાછા ફ્લેટ આવ્યા અને પુરાવા નષ્ટ કરતી વખતે તેમને સતત દારૂ પીધો. સીબીઆઇએ એ પણ દાવો કર્યો કે દારૂની બોટલ પર આરૂષિ અને હેમરાજના લોહીના નિશાન મળ્યા હતા.

હારૂની બોટલ પરથી મળેવ ફિંગર પ્રિન્ટ

હારૂની બોટલ પરથી મળેવ ફિંગર પ્રિન્ટ

સીબીઆઇની આ દલીલ પર તલવાર દંપતિએ કહ્યું કે જો રાજેશ તલવારે દારૂ પીધો હોય તો બોટલ પરથી રાજેશ તલવારના ફિંગરપ્રિંટ મળતા. બચાવ પક્ષે કહ્યું કે દારૂની બોટલ પરથી 5 લોકોના ફિંગરપ્રિંટ મળ્યા, પરંતુ કોઇ ફિંગરપ્રિંટ રાજેશ તલવારના નથી.

સીબીઆઇ કોર્ટનો ચૂકાદો

સીબીઆઇ કોર્ટનો ચૂકાદો

ગાઝિયાબાદની સીબીઆઇ અદાલતમાં આ કેસની સુનવણીમાં આરુષિ અને હેમરાજની હત્યા માટે તલવાર દંપતિને જ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જસ્ટિસ શ્યામ લાલની અદાલતે નવેમ્બર, 2013માં ડૉ.રાજેશ તલવાર અે ડૉ.નુપુર તલવારને ઉંમરકેદની સજા સંભળાવી હતી. ચૂકાદો આવ્યા બાદ તલવાર દંપતિને ગાઝિયાબાદની ડાસના જિલ્લા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. આ મામલે પુરાવા નષ્ટ કરવા માટે તલવાર દંપતિને પાંચ વર્ષની અતિરિક્ત સજા અને ખોટી સૂચના આપવા માટે રાજેશ તલવારને એક વર્ષની અતિરિક્ત સજા સંભળાવવામાં આવી હતી. આ જ મામલે સજા વિરુદ્ધ તલવાર દંપતિએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

 દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી પર ચૂકાદો

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી પર ચૂકાદો

આ અરજી પર સુનવણી ન્યાયમૂર્તિ બીકે નારાયણ અને ન્યાયમૂર્તિ એકે મિશ્રની બેંચે કરી હતી. મહિનાઓ સુધી ચાલેલી દલીલો બાદ હાઇકોર્ટે ગત જાન્યુઆરીમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામલાનો ચૂકાદો આવે એ પહેલાં જ તલવાર દંપતિ તરફથી સીબીઆઇના પુરાવાઓ અંગે વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા બીજી વાર સુનવણી હાથ ધરાતાં કેટલાક મુદ્દાઓ પર સીબીઆઇ પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. એ સ્પષ્ટીકરણને આધારે જ ફરી સુનવણી થઇ હતી અને 7 સપ્ટેમ્બરના રોજ દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા ચૂકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

English summary
A CBI special court at Ghaziabad in Uttar Pradesh will deliver the judgement in the sensational Aarushi-Hemraj twin murder case on Monday. With this verdict, the mystery behind the five-and-a-half-year old double murder case is likely to come to an end and bury the numerous conspiracy theories rumoured to be behind the grisly crime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more