• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે ગાંધીનગર થયું 50 વર્ષનું, જાણો ગાંધીનગરની શૂરવીરતા વિશે

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

2 ઓગષ્ટ, ગાંધીનગર: આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો 50મો જન્‍મદિવસ છે. આ જન્‍મદિવસ ભારે ઉત્‍સાહથી ઉજવવા માટે લોકો ભારે ઉત્‍સુક છે. રાષ્‍ટ્રપિતા ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું છે. ગાંધી બાપુનું નામ પડતાં જો સ્વતંત્રતાની યાદ ન આવે એવું કેમ બને. ત્યારે તમને ખબર છે આ રાજકીય નગરીએ સ્વતંત્રતાની ચળવણીમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી.

<strong>B'day Special: અહીં પગ મૂકતાં પહેલાં કક્કો શિખી લેજો, નહીંતર ગોથે ચડશો</strong>B'day Special: અહીં પગ મૂકતાં પહેલાં કક્કો શિખી લેજો, નહીંતર ગોથે ચડશો

ગાંધીનગર ભલે આજે હરિયાળી નગરી, કર્મચારી નગરી, ક્લીન સીટી, એજ્યુકેશન સીટીનું બિરૂદ મેળવ્યા આજે હવે સોલાર સીટી બનવા જઇ રહી હોય પરંતુ તે પહેલાં ગાંધીનગરે સ્વતંત્રતાની ચળવણમાં પોતાની ભૂમિકા ભજવીને પણ એક બિરૂદ મેળવ્યું. આજે અમને તમને સવિસ્તાર જણાવીશું કે ગાંધીનગરે સ્વતંત્રતાની ચળવણ કેવી ભૂમિકા ભજવી હતી.

ઇ.સ.1857ના બળવા દરમિયાન ગાંધીનગરની ભૂમિકા

ઇ.સ.1857ના બળવા દરમિયાન ગાંધીનગરની ભૂમિકા

ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાજકીય કાવાદાવા અને હરિયાળી માટે જાણીતું છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીનગરે પણ આઝાદીની ચળવણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે તમને જણાવીશું કે આઝાદીની ચળવળમાં ગાંધીનગરની કેવી ભૂમિકા રહી હતી. ઇ.સ.1857ના મહાન બળવા દરમિયાન આજના ગાંધીનગરની મહત્વની ભૂમિકા રહી હતી.

લોદ્રા ગામ પર આક્રમણ

લોદ્રા ગામ પર આક્રમણ

પાટણના વણિક મગનલાલ ભૂખણે સિપાઇઓની ભરતી કરી. તેમણે હથિયારો એકઠા કરવા લોદ્રા ગામ પર આક્રમણ કર્યું. આ ગામ ગાંધીનગર જિલ્લાથી 28 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે ગાંધીનગરને અડીને આવેલું પેથાપુર ગામ હથિયારો બનાવવા માટે પ્રખ્યાત હતું.

ઇંગ્લેન્ડમાં ચળવળ ચલાવી

ઇંગ્લેન્ડમાં ચળવળ ચલાવી

ગાંધીનગર જિલ્લાના દેશપ્રેમી પનોતા પુત્ર હિરાલાલ મોતીલાલ ઝવેરીએ ભારતીય ક્રાંતિકારોને મદદ કરી. તેમણે પ્રખ્યાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વમૉ વગેરેને મદદ કરી, શ્યામજી કૃષ્ણ વમૉ ભારતના સ્વાતંત્ર્ય માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ચળવળ ચલાવી હતી.

1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના

1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના

1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઇ. પ્રજામંડળે ડૉ.સુમંતભાઇ મહેતાએ ત્યાં આશ્રમ સ્થાપ્યો અને તેની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં તેની પહેલી શાખા શરૂ કરી હતી. હકિકતમાં તે સ્વતંત્રતા ચળવળ માટે લોકોને તાલીમ આપવાનું કેન્દ્ર હતું.

1930ની સત્યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા

1930ની સત્યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા

ગાંધીનગર જિલ્લાના લોકો 1930ની સત્યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા હતા. ઉનાવાના વિદ્યાર્થી આશ્રમે બુલેટીનો સાઇકલોસ્ટાઇલ કરાવી દૂરના સ્થળોએ વહેંચવા માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. આશ્રમે તેના સ્થાપકના માર્ગદર્શન હેઠળ માંદા અને ભૂગર્ભ કાર્યકરોને ખાનગી આશ્રય આપ્યો હતો.

મુંબઇમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો

મુંબઇમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો

બ્રિટીશ તપાસ અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી પણ તે આશ્રમમાં દેશદ્રોહ કહેવાય તેવું કંઇ શોધી શક્યા નહીં. ગાંધીનગર જિલ્લાના રાંધેજાના વતની ડાહ્યાભાઇ શુક્લએ મુંબઇમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો.

મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ

મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ

તેમણે મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ કર્યો. તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને કેદ કરવામાં આવ્યા અને દેવલાલી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા-સરઘસ અને હડતાળ સામાન્ય બન્યાં ત્યારે રાંધેજાના બે શિક્ષકો પણ સત્યાગ્રહ ચળવળમાં જોડાયા હતાં.

જિલ્લાના લોકોને જાગૃત કર્યા

જિલ્લાના લોકોને જાગૃત કર્યા

આ દિવસોમાં સી. પી. મુનિ નામના સામાજીક કાર્યકરે રાંધેજામાં મુકામ કર્યો હતો. તેણે જુદા જુદા ગામોમાં જઇ, સભાઓ યોજી અને પ્રવચનો યોજી જિલ્લાના લોકોને જાગૃત કર્યા હતાં.

1942માં ભારત છોડો ચળવળમાં ભજવ્યો ભાગ

1942માં ભારત છોડો ચળવળમાં ભજવ્યો ભાગ

1942માં ભારત છોડો ચળવળના દિવસોમાં આ જિલ્લાએ ખૂબ ઉત્સાહથી તેની કામગીરી કરી હતી. આ બાબતો સ્પષ્ટ કરે છે કે, ગાંધીનગર જિલ્લો સ્વતંત્રતા ઝુંબેશમાં ભાગ લેવામાંથી કદી દૂર રહ્યો ન હતો.

English summary
Gandhinagar turn into 50 years, read some interesting fact. It was on 2-8-1965, that first stone of this beautiful city was laid in current GEB Colony of Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X