Ganesh Chaturthi 2019: જાણો ગણેશ પૂજા અને મુહૂર્તનો સમય
નવી દિલ્હીઃ પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની સ્થાપનાનો દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થી 2 સપ્ટેમ્બર 2019ને સોમવારે એટલે કે આજે છે. આ દિવસે ચતુર્દશી એટલે કે 12 સપ્ટેમ્બર સુધી 10 દિવસ માટે લગભગ બધા જ હિન્દુ પરિવારોમાં ધૂમધામથી ગણેશજીની પાર્થિવ મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી પૂર્ણ ભક્તિ ભાવ સાથે તેની આરાધના કરવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના મંદિરમાં પણ આ 10 દિવસમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. 2 સપ્ટેમ્બરે સવારે 8:35 વાગ્યેથી રવિયોગ પણ પ્રારંભ ગયો છે, જે સ્થાપના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચોઘડિયા મુજબ સ્થાપનાનું મુહૂર્ત
અમૃતઃ સવારે 6.10થી 7.44 વાગ્યા સુધી
શુભઃ સવારે 9.18થી 10.52
લાભઃ બપોરે 3.34થી સાંજે 5.08 સુધી
અમૃતઃ સાજે 5.08થી 6.42 સુધી
ચરઃ સાંજે 6.42થી રાતના 8.08 સુધી

લગ્ન મુજબ સ્થાપનાના મુહૂર્ત
સિંહ લગ્નઃ સવારે 5.03થી 7.11 વાગ્યા સુધી
કન્યા લગ્નઃ સવારે 7.11થી 9.16 વાગ્યા સુધી
ધન લગ્નઃ બપોરે 1.47થી 3.52 વાગ્યા સુધી
કુંભ લગ્નઃ સાંજે 5.40 થી 7.08 સુધી
મેષ લગ્નઃ રાત્રે 8.43થી 10.24 વાગ્યા સુધી
અભિજૂત મુહૂર્તઃ બપોરે 12.01થી 12.51 વાગ્યા સુધી.

ગણેશ જન્મની કથા
પુરાણોમાં ભગવાન ગણેશના જન્મની અનેક કથાઓ પ્રચલિત છે, પરંતુ જે કથા સર્વાધિક પ્રચલિત અને પ્રામાણિક માનવામાં આવે છે તે અહીં પ્રસ્તુત છે. કથા મુજબ એકવાર મા પાર્વતી સ્નાન કરવા ગયાં. સન્ના પહેલા તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈ તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું અને તેનું નામ ગણેશ રાખ્યું. પોતાના આ પુત્રને દરવાજા પર ચોકીદારી કરવાનું કામ સોંપીને કહ્યું કે જ્યાં સુધી હું સ્નાન કરું, તું કોઈપણ પુરુષને અંદર ન આવવા દેતો. એટલું જ કહી મા પાર્વતીજી સ્નાન કરવા ચાલ્યા ગયાં.

ભગવાન શિવ આવ્યા અને..
આ દરમિયાન ભગવાન શિવ આવ્યા અને પાર્વતીના કક્ષમાં જવા લાગ્યા. દ્વાર પર બેઠેલ આ નાના બાળકે તેમને અંદર જતાં રોક્યા. શિવજીએ તેમનો પરિચય માંગ્યો તો તેમણે ખુદને પાર્વતીનો પુત્ર ગણાવ્યો. આ વાત અસત્ય જાણી શિવજી ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાના ત્રિશૂલથી ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. એવામાં અનિષ્ઠથી અનભિજ્ઞ પાર્વતીએ શિવજીને ક્રોધિત જોઈ કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે બાળક મને અંદર આવતાં રોકી રહ્યો હતો મેં તેનું માથું ધડથી અલગ કરી ઉચીત દંડ આપી દીધો છે.
5 રાજ્યોને નવા રાજ્યપાલો મળ્યા, જાણો ક્યાં રાજ્યોમાં કોણ છે

મા પાર્વતી સ્તબ્ધ થઈ ગયાં
શિવજીની વાત સાંભળી મા પાર્વતી સ્તબ્ધ રહી ગયાં. તેમણે કહ્યું કે તે મારો પુત્ર હતો જેને મેં હમણાં જ મારા શરીર પર લાગેલ ચંદન, હલદીથી બનાવ્યો હતો અને તેને ચોકીદારી કરવા આદેશ આપ્યો હતો. તમે મારા પુત્રને મારી નાખ્યો. શોકાકુલ થઈ તેઓ વિલાપ કરવા લાગ્યાં અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યાં કે તેમના પુત્રને ગમે તેવી રીતે જીવિત કરે શિવજીએ પોતાના ગણોને કહ્યું કે જે સૌથી પહેલા મળે તેનું માથું કાપી લીવો. ગણોને એક હાથીનું નવજાત શિશુ મળયું અને તેઓ તેનું માથું વાઢી લાવ્યા. શિવજીએ તેના માથાને ગણેશના ધડ સાથે જોડી તેમને ફરીથી જીવિત કર્યા. પોતાના પુત્રને પરત મેળવી પાર્વતી અત્યંય પ્રસન્ન થયાં. આ ઘટના ભાદ્રપદ શુક્લ ચતુર્થીની હતી, માટે તેનું નામ ગણેશ ચતુર્થી પડી ગયું.