• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીના ભાષણમાં અટલ-કલામની ઝલક

|

(નવીન નિગમ), 15 જુલાઇઃ જો તમને પૂછવામા આવે કે એનડીએના શાસનકાળમાં બે એવા લોકોના નામ લો કે જેઓ પોતાના પદથી પણ આગળ નીકળી ગયા છે, તો તમારો જવાબ એક જ હશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇ અને પૂર્વ રાષ્ટ્ર પતિ એપીજે અબ્દુલ કલામ. આને ઇત્તફાક કહો કે પછી બીજું કઇ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણોમાં આ બન્નેની ઝલક જોવા મળી રહી છે.

નરેન્દ્ર મોદીએ જ્યારે પૂણેમાં ફર્ગ્યુસન કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યાં હતા, તો તમે તેમના અંદાજમાં કલામની છબી અને વિચાર નહીં જોયા હોય. ભાષણમા મોદી, અટલને અને વાતોમાં કલામને ફોલો કરતા જોવા મળ્યા. યુવા શક્તિમાં દેશને આગળ વધારવાની શક્તિ છે, શોધની વાતો, વિકસિત દેશ બનાવવાના સ્વપ્ન. ભાષણમાં અટલની જેમ લોકોને મંત્રમુગ્ધ કરવા, જેમકે કોઇ રાજકારણી નહીં, કોઇ સંત બોલી રહ્યાં હોય. નોંધનીય છેકે, કલામ અને અટલે 2002ના રમખાણો સમયે મોદીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનો નિર્ણય કરી લીધો હતો અને આજે આ જ બે મહાપુરુષોના ગુણોને મોદી પોતાની અંદર સમેટી રહ્યાં છે.

મોદી જાણે છે કે દેશનો યુવાન નિરાશ છે અન તે આગળ વધવા માગે છે. વાતોની અસર કેટલી થશે, તે હું એક ઉદાહરણથી આપવા માંગુ છું. મારા એક મિત્ર છે. મુસલમાન છે, તેથી મોદીને પસંદ નથી કરતા. એક દિવસ વાત-વાતમાં તે મને બોલ્યા, નિગમ, સત્ય તો એ છે કે આપણને બધા રાજકીય દળોએ ઠગ્યા છે. અમે ભાજપ વિરુદ્ધ જીતનારાઓને મત આપતા રહીએ છીએ. તમે લોકો સારા છો કોઇના ડરથી મત નથી આપતા. મે તેમને સમજાવવાના અંદાજમાં કહ્યું આ તો ઠીક છે, પરંતુ તેમાં તમારી શું ભૂલ છે. તેમણે કહ્યું કે, તમે કંઇપણ વિચારો, પરંતુ મોદીમાં કોઇ વાત તો છે કે ગુજરાત આટલું આગળ નીકળી ગયું.

હું આશ્ચર્યમાં હતો, તે કહેવા લાગ્યા, થોડા દિવસ પહેલા વડોદરા પોતાના ભાઇ પાસે ગયા હતા. ત્યાંના રસ્તાઓ જોયા, દિલ ખુશ થઇ ગયું. યુસુફ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેમની ફેક્ટરીમાં ઉત્પાદન ત્રણ ગણું થઇ ગયું છે. હમણા નવી ગાડી ખરીદી છે અને બીજી ફેક્ટરી પણ નાંખી રહ્યાં છે. આ ઉદાહરણને લોકો મોદીના વખાણ તરીકે ના લે, આ માત્ર એક ઘટના છે. બની શકે કે, યુસુફ પોતાની મહેનતથી આગળ આવ્યા હોય, પરંતુ મિત્રની વાત સાંભળીને હું હેરાન હતો કે મોદી અંગે અનેક મુસલમાનોની માનસિકતા હવે બદલાઇ રહી છે.

મુશ્કેલીમાં વિરોધી દળ

મુશ્કેલીમાં વિરોધી દળ

આ વાતનો ઉલ્લેખ મે અહીં એટલા માટે કર્યો, કારણ કે જ્યારે પૂણેના સેમિનારમાં મોદી યુવાઓને સ્વપ્ન દર્શાવી રહ્યાં હતા તો એવું નહોતું કે તેને માત્ર હિન્દુ યુવા જ સાંભળી રહ્યાં હતા. પોતાને સેક્યૂલર કહેતી પાર્ટીઓ જો મોદીના આ વિચારનો હલ શોધી શક્યા નહીં તો આવનારી ચૂંટણીમાં આ તેમના માટે મુશ્કેલીઓ લાવી શકે છે.

મુલાયમે કલામને આગળ કર્યા હતા

મુલાયમે કલામને આગળ કર્યા હતા

યાદ કરો, અબ્દુલ કલામનું નામ રાષ્ટ્રપતિ માટે મુલાયમે આગળ કર્યું હતું, જેમાં મુલાયમની કલામને લઘુમતિ સમજવાની સમજણ પણ હતી, પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ કલામ તમામ દળોમાં છવાઇ ગયા. તેથી તેમને બીજી વખત રાષ્ટ્રપતિ બનાવવા માટે જ્યારે નામ બહાર આવ્યું તો સૌથી પહેલા ભાજપે હામી ભરવાની શરૂઆત કરી હતી,કારણ કે તે જાણી ચુક્યું હતું કે કલામને તેમના મતદાતા દિલથી ચાહે છે.

શું હલ કાઢી શકશે વિરોધીઓ?

શું હલ કાઢી શકશે વિરોધીઓ?

તેથી મોદી વિરુદ્ધ લડનારાઓ મોદીની ચાલોનું હલ કાઢી શકશે, નહીંતર ચૂંટણી બાદ તેમને અનેક પ્રકારના અફસોસ કરવા પડશે.

જીતાડવાની શક્તિ માત્ર યુવાઓમાં

જીતાડવાની શક્તિ માત્ર યુવાઓમાં

જ્યારે અખિલેશે યુપીમાં યુવાનોને લેપટોપ અને બેરોજગારી ભથ્થું આપવાની વાત કહી હતી તો ભાજપ અને બસપા જેવી પાર્ટીઓએ તેમનો મજાક ઉડાવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામોએ દર્શાવી દીધું કે યુવાઓ ચૂંટણીના પરિણામને બદલવાની કેટલી શક્તિ ધરાવે છે.

આટલું મહત્વ તો મનમોહન સિંહને નથી મળતું

આટલું મહત્વ તો મનમોહન સિંહને નથી મળતું

મોદીનું ભાષણ સાંભળો તો લાગશે કે તે દેશને કલ્પનાઓથી પણ આગળ લઇ જવાની વાત કરી રહ્યાં છે, હા એ અલગ વાત છે કે તેમના હાઇટેક રાજકારણનું ચરણ શરૂ થઇ ગયું છે. તે એક સ્થળે બોલે છે અને ટીવી ચેનલ એક સાથે તેમને આખા દેશમાં પ્રસારિત કરી દે છે અને પછી તેના પર શરૂ થઇ જાય છે ચર્ચા. આટલું મહત્વ તો પ્રધાનમંત્રી મનમોહન સિંહને પણ નથી મળતું.

English summary
Just think deeply about the speech of Narendra Modi in Pune Fergusen College ground on Sunday, you will find the glimpse of Atal Bihari Vajapyee and APJ Abdul Kalam in him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more