For Daily Alerts
ઘાસચારાની નહી પણ ચિકન-મચ્છીની મહેફિલ માણે છે આ બકરી
માલાપુરમ, 1 ફેબ્રુઆરી: અત્યાર સુધી તમે બકરીઓને ઘાસચારો તથા પાંદડા ખાતી હોવાનું સાંભળ્યું હશે પરંતુ કેરલના માલાપુરમમાં એક બકરી ઘાસચારો કે પાંદડા નહી પરંતુ માંસ, ચિકન તથા મચ્છીની મજા માણે છે. આ સાંભળીને થોડું વિચિત્ર જરૂર લાગશે પણ સત્ય છે.
મળતી માહિતી મુજબ માલાપુરમ પાસે નુરૂગલમાં એક ઘરમાં એવી બકરી છે જે ઘાસચારો નહી પરંતુ માંસ ખાય છે. આ બકરીના માલિક શકીરે જણાવ્યું હતું કે આ બકરીને લગભગ છ-સાત મહિના પહેલાં ખરીદી હતી ત્યારબાદ તેમને જોયું કે તેમના વાડામાંથી મરધીના બચ્ચાં ગાયબ થવા લાગ્યાં હતા. પહેલાં તો શકીરને લાગ્યું કે આ મરધીના બચ્ચાઓને સાપ અથવા નોળીયા ખાઇ જતા હશે પરંતુ એક દિવસ તે મરધીના બચ્ચાઓની પહેરદારી કરતો હતો ત્યારે તેને જોયું કે તેના મરધીના બચ્ચાં સાંપ કે નોળીયા નહી પરંતુ તેની બકરી ખાઇ રહી હતી. આટલું જ નહી આ બકરી ઘરમાં વધેલી મછલીના ટુકડાઓને પણ ખાઇ જતી હતી.
શકીરે જણાવ્યું હતું કે માંસાહરી ભોજન કરનારી બકરીના સ્વાસ્થ્યમાં ક્યારેક કોઇ સમસ્યા આવી નથી. તો પશુ ચિકિત્સકોનું કહેવું છે કે અનુવાંશિક સમસ્યાઓને કારણે તે બકરીના ખાનપાનની ટેવમાં આ પરિવર્તન આવ્યું છે.