• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભણવામાં 'ઢ' સુબ્રતો રોય આજે છે કરોડોના માલિક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રતો રોય હાલ મુશ્કેલીમાં મુકાયેલા છે. તેમના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ દ્વારા બિનજામીન વોરંટ જાહેર કર્યું છે. ગોરખપુરથી શરૂ થયેલી સહારા સુપ્રીમોની સફર લખનઉ થઇને હવે વિદેશોમાં પહોંચી ગઇ છે પરંતુ તેમછતાં વિવાદ તેમનો પીછો છોડતું નથી.

રોકાણકારોના 24000 કરોડ રૂપિયાનો હિસાબ આપવાના મુદ્દે જ્યારે કોર્ટનો ડંડો સહારા પર પડ્યો છે ત્યારથી સુબ્રતો રોયના પક્ષમાં ઉભેલી વકીલોની ફૌજ સુપ્રીમ કોર્ટના કાનૂની દાવપેચના સહારે ગેરમાર્ગે દોરી રહી છે.

10 જૂન 1948ના રોજ બિહારના અરસરિયામાં જન્મેલા સુબ્રતો રોયની શરૂઆતનું શિક્ષણ કલકત્તામાં થયું. સુધીર ચંદ્ર રોય અને છવિ રોયના પુત્ર સુબ્રતો રોયે યૂપીના ગોરખપુરની એક સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો. સુબ્રતો રોયે પોતાનો પ્રથમ ધંધો ગોરખપુરથી જ શરૂ કર્યો. સુબ્રતો રોયે સ્વપ્ના રોય સાથે પ્રેમ લગ્ન કર્યા.

સુબ્રતો રોયને નાનપણ ઓળખતા લોકો કહે છે કે તે શરૂઆતથી જ અભ્યાસમાં નબળા હતા. તેમનું મન અભ્યાસ કરતાં અન્ય બાબતોમાં વધુ લાગતું હતું. એક નાના શહેરમાંથી બિઝનેસ શરૂ કરનાર આ વ્યક્તિએ 36 વર્ષોમાં દુનિયાભરમાં પોતાનો વેપાર ફેલાવી દિધો.

2000 રૂપિયાથી કરી શરૂઆત

2000 રૂપિયાથી કરી શરૂઆત

સુબ્રતો રોયે 1978માં સહારાની શરૂઆત કરી હતી ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 2000 રૂપિયા હતા. સુબ્રતો રોયને 70ના દાયકાથી ઓળખતા લોકો કહે છે કે સુબ્રતો રોય ગોરખપુરમાં એક સ્કુટર ચલાવતાં હતા. ત્યારે દિવસમાં 100 રૂપિયા કમાવનાર લોકો તેમની પાસે 20 રૂપિયા જમા કરાવતા હતા. સુબ્રતો રોયની સાથે તેમની સ્કૂલ, અને કોલેજમાં અભ્યાસ કરનાર 100 મિત્રો પણ કામ કરતા હતા.

દેશ-વિદેશમાં કરોડોની સંપત્તિ

દેશ-વિદેશમાં કરોડોની સંપત્તિ

જો જોવા જઇએ તો દેશથી માંડીને વિદેશો સુધી સહારા સમૂહની કેટલાય કરોડોની પ્રોપટી ફેલાયેલી છે. આ ઉપરાંત સુબ્રતો રોયની કર્મભૂમિ લખનઉમાં પણ ઘણી પ્રોપટી છે. પરંતુ સૌથી વધુ વિવાદો રહ્યું છે સહારા સ્ટેટ. પરંતુ સમયાંતરે પોતાની રાજકીય પહોંચનો ઉપયોગ કરતાં સહારા શ્રી વિવાદોને ટાળતાં રહ્યાં છે.

સહારાનો ડ્રીમ પ્રોજેક્ટ

સહારાનો ડ્રીમ પ્રોજેક્ટ

સહારાએ લખનઉના પોશ વિસ્તાર ગોમતી નગરના વિપુલ ખંડ અને દેશમાં વિખ્યાત માયાવતીના સપના તરીકે જાણીતા અને દલિત વર્ગના સ્વાભિમાન તરીકે સ્થાપિત આંબેડર સ્મારક નજીક 170 એકર જમીનને એમ કહીને ફાળવવાનો અનુરોધ કર્યો કે આ જમીન પર આવાસીય, વ્યાવસાયિક અને હરિત પટ્ટી વિકસિત કરશે. જો કે ગોમતીપુરનગરમાં બનેલ સહારા સ્ટેટ સુબ્રતો રોયનો ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ, પોતાના ડ્રીમ પ્રોજેક્ટને પુરો કરવા માટે સહારાએ હેરફેરનો સહારો લીધો. પરંતુ આ સહારા શહેરમાં રાજનેતા, અભિનેતા અને મોટા મોટા ખેલાડીઓ તો જઇ શકે છે પરંતુ લખનઉનું આમ આદમી પ્રવેશી શકતો નથી.

સુબ્રતો રોયના ગોરખધંધાનો પર્દાફાશ

સુબ્રતો રોયના ગોરખધંધાનો પર્દાફાશ

જ્યારે આ સહારા શહેર બન્યું ત્યારે પણ તેની ખૂબ ચર્ચા થઇ હતી પરંતુ જ્યારે જવાબદારી અધિકારીઓએ તેનું નિરિક્ષણ કર્યું તો તેમને સુબ્રતો રોયના ગોરખધંધાનો અહેસાસ થયો. પરંતુ ત્યારે મોડું થઇ ગયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને સહારાને કારણદર્શક નોટીસ તો જાહેર કર્યું પરંતુ કોર્પોરેશનની બેદકારી ત્યાં સુધી સુબ્રતો રોય સહારા માટે સંજીવની કામ કરી ચૂકી હતી. નોટીસ મળ્યા બાદ સહારાએ પણ મોડું ના કરતાં નોટીસ વિરૂદ્ધ કોર્ટમાં ગયા.

કોર્ટમાં કેસ

કોર્ટમાં કેસ

સહારા અહીં જ અટક્યું નહી તેને હાઇકોર્ટની લખનઉ બેંચમાં આર્બિટેશન દાખલ કરી દિધી. આ કેસ આજે પણ કોર્ટમાં વિચારધીન છે. આ કાર્યવાહીમાં એક દસકાથી વધુ સમય વીતો ગયો છે પરંતુ સહારાએ પહેલાંની જેમ આજે પણ કબજો કરેલો છે.

સહારા વિરૂદ્ધ કોર્પોરેશનની કાર્યવાહી

સહારા વિરૂદ્ધ કોર્પોરેશનની કાર્યવાહી

સહારાના ખભા પર જ્યાં સુધી મુલાયમનો સહારો રહ્યો ત્યાંથી કોઇ સમસ્યા ઉભી થઇ નહી પરંતુ જેવી 2007માં સત્તા પરિવર્તન થઇ તો માયાવતીની નજરો સુબ્રતો રોય પર મંડાઇ. મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરતાં સહારા સ્ટેટના મોટા મોટા દરવાજાઓ પર નોટીસ લગાવી દિધી અને તેની મોટી મોટી દિવાલો પણ પાડી દેવામાં આવી પરંતુ સહારાને તેનાથી કોઇ ફરક પડ્યો નહી.

સુબ્રતો રોય વિરૂદ્ધ બિન જામીન વોરંટ

સુબ્રતો રોય વિરૂદ્ધ બિન જામીન વોરંટ

જો કે આ તો સુબ્રતો રોય સહારાના વિવાદોની ઝલક હતી, પરંતુ આર્થિક જાણકારોનું માનવું છે કે જો સહારાના રોકાણકારોને પૈસા પરત કરવા પડ્યા તો તેમની સ્થિતી વધુ ખરાબ થઇ ગઇ. કારણ કે ટીમ ઇન્ડિયામાંથી સ્પોન્સરશિપ ગયા બાદ સહારાની સાખ પર દાગ લાગી ગયો છે તો બીજી તરફ આઇપીએલની પૂણે વોરિયર્સની ફ્રેંચાઇઝી પણ રદ કરવામાં આવી. એવામાં સુબ્રતો રોય વિરૂદ્ધ બિન જામીન વોરંટ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે.

English summary
Subrata Roy Sahara founded Sahara India Pariwar in 1978. In 2004, the group was termed by the Time magazine as ‘the second largest employer in India' after the Indian Railways. Roy’s various businesses together are worth over 50 million rupees, according to the reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X