For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો દિલ્હીમાં ચૂંટણી થાય તો કોને મળી શકે છે જીત?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 નવેમ્બર: હવે લગભગ નક્કી થઇ ગયું છે કે દિલ્હીમાં ચૂંટણી થશે. દિલ્હીની ત્રણેય મોટી પાર્ટીઓ ચૂંટણીમાં જીતનો દાવો કરી રહી છે પરંતુ આંકડો શું કહે છે? આવો આંકડાની મદદથે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો દિલ્હીમાં ચૂંટણી થાય તો કોને જીત મળી શકે છે?

દિલ્હીમાં દરેક જણ જીતનો દાવો કરી રહ્યાં છે. જીતનો દાવો કરવો પણ જોઇએ. સમર્થકોની સાથે-સાથે પોતાનું પણ મનોબળ વધાતું રહે છે પરંતુ જો ચૂંટણીની મેચ ટાઇ ન થઇ તો જીત કોઇ એકને મળશે.

અત્યારે ચૂંટણી રેસમાં કોણ છે સૌથી આગળ?
દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 સીટ છે જ્યારે લોકસભાની 7 સીટ. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સાતેય સીટો પર જીત નોંધાવી હતી પરંતુ આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી હતી. વિધાનસભાના મુજબ ભાજપ 60 સીટો સાથે નંબર વન હતી જ્યારે આપ 10 સીટો સાથે સૌથી આગળ હતી. એટલે કે લોકસભા મુજબ ભાજપને 60 અને આપને 10 સીટો મળી શકે છે.

આપ અને કોંગ્રેસનું કહેવું છે કે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ફરક હોય છે. તો ચાલો વિધાનસભાના આંકડા મુજબ જોઇએ કે કઇ પાર્ટી નંબર વન બની શકે છે?

2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 68 સીટો પર લડી હતી, 31 સીટો પર તેને જીત નોંધાવી હતી, 2 સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી જ્યારે કુલ 33 ટકા વોટ તેના ભાગમાં આવ્યા હતા. ભાજપની સહયોગી શિરોમણી અકાળી દળ 2 સીટો પર લડી હતી, એક પર તેને જીત મળી હતી અને એક ટકા મોટ તેના ભાગમાં આવ્યા હતા.

એટલે કે ભાજપ અને શિરોમણી અકાળી દળ મળીને કુલ 70 સીટો પર લડ્યા હતા, 32 સીટો પર તેમણે જીત નોંધાવી હતી, 2 સીટો પર તેમની ડિપોઝીટ જપ્ત થઇ હતી જ્યારે કુલ 34 ટકા વોટ તેમના ભાગમાં આવ્યા હતા.

હવે આવો આપના આંકડા પર નજર કરીએ. આપે દિલ્હીની બધી 70 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી તેને 28 સીટો પર જીત મળી હતી. 9 સીટો પર ડિપોઝીટ જપ્ત થઇ હતી જ્યારે તેને કુલ 29 ટકા વોટ મળ્યા હતા.

આપની માફક કોંગ્રેસે પણ બધી 70 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ તેના ભાગમાં ફક્ત 8 સીટો જ આવી હતી. 11 સીટો પર ડિપોઝીટ જપ્ત થઇ જો કે કોંગ્રેસને 25 ટકા વોટ મળ્યા હતા.

બીએસપી 69 સીટો પર લડી હતી પરંતુ એકપણ સીટ મળી ન હતી પરંતુ 63 સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી. બીએસપીને માત્ર પાંચ ટકા વોટ મળ્યા હતા.

mayawati

બીએસપીએ કરતાં જેડીયૂની સ્થિતી સારી રહી. જેડીયૂએ 27 સીટો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી એક સીટ પર તેને જીત નોંધાવી હતી જ્યારે 26 સીટો પર ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી. તેને ફક્ત એક ટકા વોટ મળ્યા હતા. એક સીટ પર અપક્ષ ઉમેદવાર રમબીર શૌકીને જીત નોંધાવી હતી.

પરંતુ આ આંકડા છે 8 ડિસેમ્બર 2013ના જે દિવસે ચૂંટણીના પરિણામો આવ્યા હતા. ત્યારથી માંડીને આજ સુધી રાજકીય વાતાવરણ ખૂબ બદલાઇ ગયું છે. કોંગ્રેસના સહયોગીથી બનેલી કેજરીવાલની સરકાર 49 દિવસમાં ધરાશય થઇ ગઇ છે. દિલ્હીની ગાદી પર મોદી સરકાર કાબિજ થઇ ચૂકી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઇતિહાસની પ્રથમ ભાજપ સરકાર બની રહી છે. સ્પષ્ટ છે કે ભાજપના ખેમામાં ફીલ ગૂલનો અહેસાસ વધુ છે પરંતુ અંતિમ નિર્ણય તો દિલ્હીના એક કરોડ 15 લાખ મતદારોને જ કરવાનો છે.

English summary
Guess Who will win in Delhi assembly election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X