For Daily Alerts
ગુજરાત સ્થાપના દિન વિશેષ: મારું ગુજરાત
ફર ફર ફરકતા ગૌરવ પવન ને સુવર્ણમય બની પ્રભાત....
ગર્જના સાવજ કેરી લઇ ને થનગનતું મારું ગુજરાત....
દુખે દુખે દીસે ખમીરી ને સુખમા દેખાય સોમ્યતા...
નજર નજર ને નાંખે આંજી ઝળહળે એની ભવ્યતા....
ક્ષણે ક્ષણ જીવન ઉત્સવ ને કોટી રંગોની ભાત......
શોર વિભોર આનંદ ઉલ્લાસ એજ મારું ગુજરાત....
ખુટી પડે શબ્દો જ્યારે લખવા બેસુ તુજ ગાથા...
સમર્થ નથી અહી કોઇ લખવાને તુજ ગાથા...
દૂર દૂર ના ભાસે મને તુજસમ નિર્મળ ભુમી
કોટી કોટી વંદન તુજને ઓ મુજ માતૃભુમી....