For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટેલ બંધુઓએ કરી બાઇક કરતાં પણ ઓછાભાવના ટ્રેક્ટરની શોધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નડીયાદ, [રાકેશ પંચાલ] વર્તમાન સમયનું જીવન સરળ અને આરામદાયક હોઈ તો તેનો શ્રેય માનવીની અવનવું જાણવાની અને કરવાની વૃતિને આભારી છે. માનવીએ અનાજની શોધ કરી. તે માટે તેણે દાણાને જમીનમાં ઊંડાઈ વાવીને અનાજ પેદા કરવાની રીત શોધી. તે માટે તેણે હળની શોધ કરી. જે માટે પશુનો ઉપયોગ કરતો થયો.

આધુનિક જમાનામાં પશુની જગ્યાએ ખેતી માટે સાથીદાર ટ્રેક્ટર બન્યું. લોકોની જરૂરિયાતને અનુલક્ષીને જે તે ક્ષેત્ર સાથે વર્ષોથી સંકળાયેલા લોકોને કંઈક અનોખું આપવા માટે મથામણ કરતા હોય છે. જે આખરે શોધકર્તા તરીકે સમાજમાં માન મેળવે છે. આ જ પ્રકારના શોધકર્તા બે પટેલ ભાઈઓ ચરોતર પંથકમાં નામના મેળવી રહ્યાં છે.

કૃષિ ક્ષેત્ર ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે અત્યંત મહત્વ ધરાવે છે. દેશનું મુખ્ય કામ ખેતી હોય અને તે ક્ષેત્રમાં ખેતકામમાં ઉપયોગ થઈ પડે તેવી નાનકડી શોધ પણ અત્યંત મહત્વનો ભાગ ભજવી શકે.

આવી પરિસ્થિતિમાં ચરોતર પંથકના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા મથકે રહેતા અને ફેબ્રિકેશન ધંધા સાથે જોડાયેલા કાંતિભાઈ પટેલ અને પી.ડી પટેલ નામના બે શોધકર્તાએ સસ્તું બાઈક ટ્રેક્ટર બનાવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

પટેલબંધુઓએ કરી બાઇક ટ્રેક્ટરની શોધ

પટેલબંધુઓએ કરી બાઇક ટ્રેક્ટરની શોધ

ચરોતર પંથકના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા મથકે રહેતા અને ફેબ્રિકેશન ધંધા સાથે જોડાયેલા કાંતિભાઈ પટેલ અને પી.ડી પટેલ નામના બે શોધકર્તાએ સસ્તું બાઈક ટ્રેક્ટર બનાવ્યું છે.

બાઈક ટ્રેક્ટરની કિંમત 35 હજાર

બાઈક ટ્રેક્ટરની કિંમત 35 હજાર

છેલ્લા એક મહિનાથી બાઈક ટ્રેક્ટર પર કામ કરી રહેલા આ પટેલબંધુ શોધકર્તાઓના મતે ટ્રેક્ટર મોટાભાગે ગરીબ ખેડૂતોનો પોષાતા નથી. પરંતુ આ ટ્રેક્ટરની ખાસિયત તે છે કે આ બાઈક ટ્રેક્ટર બાઈકથી પણ સસ્તું છે. આ બાઈક ટ્રેક્ટરની કિંમત 35 હજાર જેટલી છે. જેની પાછળ ખેડવાના સાધનો લગાવી શકાય છે. આ ઉપરાંત નિંદામણ પણ કરી શકાય છે.

બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરાઇ

બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરાઇ

ઉમરેઠ ખાતે જય અંબે એજ્યુકેશનલ ઈન્સ્ટ્યુમેન્ટ ફેબ્રિકેશન વર્કસ ખાતે આ સસ્તાં બાઈક ટ્રેક્ટરનું નિર્માણ આ બન્ને શોધકર્તા દ્રારા કરવામાં આવ્યું છે. હજુ સુધી બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરવામાં આવી છે. તેઓ ઈચ્છી રહ્યાં છે કે આ બાઈક ટ્રેક્ટરનું ઓર્ડર પ્રમાણે ખેડૂતોને બનાવી આપવામાં આવશે.

વર્ષના અંત સુધીમાં આ પેટન્ટ રજીસ્ટર થઈ જશે

વર્ષના અંત સુધીમાં આ પેટન્ટ રજીસ્ટર થઈ જશે

આ ઉપરાંત બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં આ પેટન્ટ રજીસ્ટર થઈ જશે તેવી આશા સેવી રહ્યાં છે.

ખેડૂતો માટે સસ્તું બાઈક ટ્રેક્ટર મદદરૂપ થશે.

ખેડૂતો માટે સસ્તું બાઈક ટ્રેક્ટર મદદરૂપ થશે.

બાઈક ટ્રેક્ટરના અગાઉ બુકીંગ થઈ જતાં તેઓની શોધ સફળ રહી છે તેમ તેઓ માની રહ્યાં છે. અને તેમને આશા છે કે ગુજરાતભરના ખેડૂતોને તેમનું આ સસ્તું બાઈક ટ્રેક્ટર મદદરૂપ થશે.

સસ્તુ હોવાથી ખેડૂતોને ફાયદો થશે

સસ્તુ હોવાથી ખેડૂતોને ફાયદો થશે

યુવા ખેડૂત રિતેષ પટેલના મતે પંથકના ખેડૂતોના મતે આ બાઈક ટ્રેક્ટર સરળ અને મદદરૂપ થાય તેવું છે. આ ઉપરાંત કિંમતે સસ્તું હોવાથી તેને ખેતીકામ વસાવી શકાય તેમ છે.

નાના-મોટા કામ બાઇક ટ્રેક્ટર મદદરૂપ સાબિત થશે

નાના-મોટા કામ બાઇક ટ્રેક્ટર મદદરૂપ સાબિત થશે

હાલના સમયમાં બજારોમાં નાના ટ્રેક્ટર પણ આવી ગયા છે. પરંતુ તેની કિંમત સસ્તી નથી. તેની સામે નાના-મોટા કામકાજ કરવા માટે બાઈક ટ્રેક્ટર મદદરૂપ થઈ શકે તેમ જણાઈ રહ્યું છે.

ખેતીકામમાં બળદનો ઉપયોગ ઘટ્યો

ખેતીકામમાં બળદનો ઉપયોગ ઘટ્યો

પહેલા બળદથી નાના મોટા કામકાજ શક્ય હતાં. પરંતુ હવે વર્તમાન સમયમાં બળદનો ઉપયોગ ખેતીકામમાં ઘણો ઓછો થઈ ગયો છે. બીજી તરફ મજૂરો પણ સમસસર મળતા નથી.

ખેડૂતોને કમરતોડ મહેનત કરવી પડે છે

ખેડૂતોને કમરતોડ મહેનત કરવી પડે છે

જેથી ખેડૂતોને પોતાને જ નાના મોટા કામકાજ માટે કમરતોડ મહેનત કરવી પડે છે. તેવી પરિસ્થિતિમાં જોકે આ પ્રકારે સસ્તું બાઈક ટ્રેક્ટર ખેડૂત પાસે હોય તો એકલા હાથે પણ નાના મોટા ખેતીલાયક કામ પોતાની જાતે જ એકલા હાથે કરી શકે તેવું લાગી રહ્યું છે.

ખેડૂતોને કમરતોડ મહેનત કરવી પડે છે

ખેડૂતોને કમરતોડ મહેનત કરવી પડે છે

જેથી ખેડૂતોને પોતાને જ નાના મોટા કામકાજ માટે કમરતોડ મહેનત કરવી પડે છે. તેવી પરિસ્થિતિમાં જોકે આ પ્રકારે સસ્તું બાઈક ટ્રેક્ટર ખેડૂત પાસે હોય તો એકલા હાથે પણ નાના મોટા ખેતીલાયક કામ પોતાની જાતે જ એકલા હાથે કરી શકે તેવું લાગી રહ્યું છે.

English summary
Gujju Patel Brother Invention cheap bike tractor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X