For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આપણા જીવનમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ

|
Google Oneindia Gujarati News

[ધર્મ] હિંદુ કેલેંડર અનુસાર શ્રાવણ મહીનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણના મહીનો મધ્ય જુલાઇમાં આવે છે, આ દિવસોમાં ખૂબ જ વરસાદ થાય છે. હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મમાં આ દિવસનું આગવું મહત્વ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ લેખ દ્વારા અમે આપને જણાવી રહ્યા છીએ આપણા જીવનમાં આ દિવસનું શું છે મહત્વ.

બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
બૌદ્ધ ધર્મમાં આ દિવસને ઘણો મોટો તહેવાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આજ દિવસે ભગવાન બૌદ્ધે સારનાથમાં પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા બાદ પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. આ પ્રકારે બૌદ્ધ ધર્મમાં આ દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે.

guru purnima
આ દિવસને બૌદ્ધ ધર્મના અનુયાયી ખાસ રીતે માને છે, તેઓ પોતાના પૂજાસ્થળ પર ભગવાન બૌદ્ધને યાદ કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલ શિક્ષણ અને બોધનું પઠન કરે છે.

હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાને મહાન સંત વ્યાસના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. વેદવ્યાસને હિંદુ મહાગ્રંથ મહાભારતના રચયિતા માનવામાં આવે છે, તેમણે જ બ્રહ્માસૂત્ર પણ લખ્યું હતું. માનવામાં આવે છે કે આ દિવસે વ્યાસનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમણે બ્રહ્માસૂત્રને લખીને સમાપ્ત કર્યું હતું, જેને હિંદુ ધર્મમાં પાંચમાં વેદ તરીકે માનવામાં આવે છે.

શિક્ષક-વિદ્યાર્થીના સંબંધોને પ્રગાઢ કરતો દિવસ
ભારતમાં ગુરુપૂર્ણિમાના દિવસે, લાંબા સમયથી રજા રાખવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માન આપતા તેમના માટે કંઇક ભેંટ લાવે છે, તેમના દૈનિક કાર્યો કરી આપે છે અને તેમને સમર્પિત કોઇ વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવે છે.

English summary
Guru purnima is the first full moon day of Shravan. The significance of guru purnima is great. To know more about the festival of guru purnima.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X