Happy Birthday Gujarat: વાંચો, બૉમ્બેમાંથી કેવી રીતે બન્યાં ગુજરાત અને મહારાષ્ટ્ર
નવી દિલ્હીઃ મે ડે એટલે કે પહેલી મેને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ ઉપરાંત 1 મેના રોજ ભારતના બે રાજ્યોનો જન્મ પણ થયો હતો. પહેલી મેના રોજ જ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના થઈ હતી. વર્ષ 2019માં બંને રાજ્યોની સ્થાપનાના 59 વર્ષ પૂરા થયાં છે. ભારતની આઝાદીના સમયે આ બંને રાજ્ય બોમ્બે પ્રદેશનો ભાગ હતા. મહારાષ્ટ્રમાં આ દિવસે મહારાષ્ટ્ર દિવસ જ્યારે ગુજરાતમાં આ દિવસને ગુજરાત દિવસના નામે મનાવવામાં આવે છે.
જાણો બૉમ્બેથી કેવી રીતે અલગ થયાં ગુજરાત અને મહારાષ્ટ્ર
આની શરૂઆત રાજ્યોના પુનર્ગઠન અધિનિયમ 1956 અંતર્ગત થઈ. આ અધિનિયમ અંતર્ગત કન્નડ ભાષી લોકો માટે કર્ણાટક રાજ્ય બનાવવામાં આવ્યું, જ્યારે તેલુગુ બોલનારાઓને આંધ્ર પ્રદેશ મળ્યું. આવી રીતે જ મલયાલમ ભાષીઓને કેરળ અને તમિલ બોલનારાઓ માટે તમિલનાડુ રાજ્ય બનાવવામાં આવ્યું. જેને પગલે મરાઠીઓ અને ગુજરાતીઓના અલગ રાજ્યની માંગ તેજ થઈ. કેટલાય આંદોલનો થયાં.
વર્ષ 1960માં પૃથક ગુજરાતની માંગને લઈ મહા ગુજરાત આંદોલન ચલાવવામાં આવ્યું. જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિનું ગઠન કરી મહારાષ્ટ્ર રાજ્યની માંગ ઉઠવા લાગી. જે બાદ 1 મે 1960ના રોજ ભારતની તત્કાલીન નેહરૂ સરકારે બૉમ્બે પ્રદેશને બે ભાગમાં વહેંચી દીધું- મહારાષ્ટ્ર અને ગુજરાત.
પરંતુ મામલો અહીં શાંત નહોતો થયો. બંને રાજ્યોમાં બોમ્બેને લઈ લડાઈ શરૂ થી ગઈ. મરાઠીઓનું કહેવું હતું કે બૉમ્બે તેમને મળવું જોઈએ કેમ કે ત્યાં મોટાભાગના લોકો મરાઠી બોલલે છે. જ્યારે ગુજરાતીઓનું કહેવું હતું કે રાજ્યની પ્રગતિમાં તેમનું યોગદાન વધુ છે. આખરે બૉમ્બેને મહારાષ્ટ્રની રાજધાની બનાવવામાં આવી.
આવી રીતે મનાવવામાં આવે છે મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ
મહારાષ્ટ્ર અને ગુજરાત બંને પોતપોતાના સ્થાપના દિવસને ધૂમધામથી મનાવે છે. મહારાષ્ટ્ર સરકાર તો આ દિવસે ઐતિહાસિક શિવાજી પાર્કમાં પરેડનું આયોજન કરે છે. હુતાત્મા ચોક પર જઈ રાજ્યના મુખ્યમંત્રી એવા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે મહારાષ્ટ્રની રાજધાની માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. ઠીક આવી જ રીતે ગુજરાતમાં પણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારતના આ રહસ્યમયી મંદિરો અને તેની અજબ ગજબ પ્રથાઓ