For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday PM Modi: જાણો 18 કલાક કામ કરનાર પીએમ મોદીની ફિટનેસના રાઝ

આવો જાણીએ ભારતના સ્ટાઈલિશ પીએમ કહેાતા પીએમ મોદીની ફિટનેસનો રાઝ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થઈ ગયા છે. આ ખાસ દિવસે ભાજપ 'સેવા દિવસ' તરીકે મનાવી રહી છે. તે લોકોને માસ્ક, સેનિટાઈઝર અને દવાઓ વહેંચી રહી છે. વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. તે એક લોકપ્રિય નેતા અને કુશળ વક્તા ગણાય છે. સાથે જ તેમની ફિટનેસ તેમને બીજાથી અલગ પાડે છે. દિવસમાં 18 કલાક કામ કરનાર પીએમ મોદીની સંયમિત જીવનશૈલી છે જેના કારણે જ પીએમ મોદી આ ઉંમરમાં પણ હિટ પણ છે અને ફિટ પણ. આવો જાણીએ ભારતના સ્ટાઈલિશ પીએમ કહેાતા પીએમ મોદીની ફિટનેસનો રાઝ..

રોજ સવારે કરે છે સૂર્ય નમસ્કાર

રોજ સવારે કરે છે સૂર્ય નમસ્કાર

તમામ તણાવ વચ્ચે પણ પીએમ મોદી એક મધુર મુસ્કારન સાથે ઉર્જાવાન જોવા મળે છે. તેની પાછળનુ કારણ છે યોગ, જે કરવાનુ તે ક્યારેય નથી ભૂલતા. પીએમ મોદી રોજ સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે ઉઠે છે અને ત્યારબાદ નિયમિત રૂપે સૂર્ય નમસ્કાર, પ્રણાયામ અને અનુલોમ-વિલોમ કરે છે. ત્યારબાદ તે વોકિંગ પણ કરે છે જેનાથી શારીરિક અને માનસિક રીતે તે ફિટ રહે છે.

પૌંઆ, ખિચડી ખાવાનુ પસંદ કરે છે પીએમ મોદી

પૌંઆ, ખિચડી ખાવાનુ પસંદ કરે છે પીએમ મોદી

માત્ર યોગ જ નહિ પરંતુ પીએમ મોદી પોતાના ખાનપાનનુ પણ ધ્યાન રાખે છે. પીએમ મોદીને ગુજરાતી વ્યંજનો ખૂબ ગમે છે. તે શુદ્ધ શાકાહારી છે અને તેલ-મસાલાથી દૂર રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે નાસ્તામાં પૌંઆ, ખિચડી અને સત્તુ લેવાનુ પસંદ કરે છે. જો કે તેમનુ મનપસંદ ભોજન ખિચડી છે. તેઓ પાણીનુ પણ ભરપૂર માત્રામાં સેવન કરે છે. આ ઉપરાંત ખાખરા, ઢોકળા અને આદુવાળી ચાના પણ શોખીન છે. તે લંચમાં ફળ અને સલાડ લે છે અને ગરમ પાણી પીવે છે. વળી, તેમની ફિટનેસનો રાઝ છે ઉપવાસ. નવરાત્રિમાં 9 દિવસ ઉપરાંત પણ પીએમ મોદી ઘણા ઉપવાસ રાખે છે. આ દરમિયાન તે માત્ર લીંબુ પાણી પીવે છે. તેનાથી તેમનુ બૉડી ડિટૉક્સ થાય છે અને તેમની એનર્જી જળવાઈ રહે છે. તે નશાથી દૂર રહ છે, જે તેમની ફિટનેસનુ એક બહુ મોટુ કારણ છે.

સાંસદ તરીકે સીધા ભારતના પ્રધાનમંત્રી બન્યા મોદી

સાંસદ તરીકે સીધા ભારતના પ્રધાનમંત્રી બન્યા મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી વિશે એક રસપ્રદ તથ્ય છે કે તે પહેલી વાર ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે પહેલી વાર સાંસદ તરીકે તે સીધા ભારતના પ્રધાનમંત્રી બન્યા. મોદીનો જન્મ વડનગરમાં એક ગુજરાતી પરિવારમાં થયો. તે બાળપણમાં ચા વેચવામાં પોતાના પિતાની મદદ કરતા હતા અને બાદમાં પોતાનુ ટી સ્ટૉલ પણ ખોલ્યુ હતુ. પીએમ મોદી 8 વર્ષની ઉંમરે આરએસએસના સંપર્કમાં આવ્ય અને અહીંથી સંગઠન સાથે એક લાંબો સાથ શરૂ થયો. તે વર્ષ 1985માં ભાજપમાં શામેલ થયા. આરએસએસ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા, તેમની રાજકીય સફરમાં ત્યારે તીવ્ર ગતિ આવી જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

PM મોદીએ રચ્યો ઈતિહાસ

PM મોદીએ રચ્યો ઈતિહાસ

પીએમ મોદી ભારતના ચોથા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પ્રધાનમંત્રી છે. તે સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી છે. આ સાથે તે સૌથી વધુ સમય સુધી શાસન કરનાર પીએમ છે. ત્રણ અન્ય પ્રધાનમંત્રી જેમનો કાર્યકાળ તેમનાથી મોટો છે તે ત્રણે કોંગ્રેસ પાર્ટીના છે. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહ. પીએમ મોદીએ આ પદ પર 6 વર્ષ અને 73 દિવસનો કાર્યકાળ પૂરો કરી લીધો છે.

શ્રીનગરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠારશ્રીનગરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

English summary
Happy Birthday PM Modi: Read some interesting facts about PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X