For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફાધર્સ ડે' વિશેષ: બદલાઇ રહી છે પિતાની પરિભાષા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જૂન: 22 વર્ષનો ઇશાન મોટરબાઇક દ્વારા લાંબા યાત્રા પર જવાનું પ્લાનિંગ બનાવી રહ્યો છે અને અને તે પોતાના મિત્રો સાથે નહી પરંતુ પોતાના પિતા સાથે આ રોમાંચક યાત્રાને યાદગાર બનાવવા માંગે છે. ઇશાને કહ્યું હતું કે મારે મારા પિતાજી સાથે ખૂબ ધૈર્ય રાખવું પડશે, શક્ય છે કે દર 50 કિલોમીટરના અંતરે તે ચા પીવાનું કે પછી થોડો આરામ કરવાનું કહેશે, પરંતુ તેમની સાથેનો આ અનુભવ મૂલ્યવાન હશે.

આજના યુગમાં પિતા અને બાળકો વક્ચે સંવાદ વધી રહ્યો છે તથા ઘણી ગરમા-ગરમી અને મિત્રતાભર્યા સંબંધોમાં પરિવર્તિત થઇ રહ્યો છે. કોમ્યુનિકેશન્સ સલાહકાર ભુવનેશ્વરી જોશીને પોતાના પિતા સાથે એકદમ લગાવ છે જેમનું એકવર્ષ પહેલાં નિધન થઇ ગયું છે. આ બંનેનો સંબંધ પિતા અને પુત્રના પારંપારિક સંબંધથી અલગ છે. ભુવનેશ્વરીએ કહ્યું હતું કે હું તેમની સારી મિત્ર, સલાહકાર, માં અને ગુરૂ હતી. અમે એક-બીજા સાથે સમય વિતાવતાં હતા અને આ કારણે જ અમારા સંબંધો મજબૂત બન્યા. મેં તેમના સપનાને સેવ્યા અને તેમને મારા નિર્ણયને સન્માન આપ્યું.

fathersday

બાળ મનોચિકિત્સિક સમીર પારિખ કોમ્યુનિકેશન્સ કોઇપણ સંબંધની સફળતાની ચાવી માને છે. તેમને કહ્યું હતું કે એકતરફી કડકાઇ અને બીજી તરફ નરમાઇ જૂનું થઇ ગયું છે. આ કામ કરતું નથી. બંને તરફથી કોમ્યુનિકેશન્સ જરૂરી છે, કારણ કે આ વ્યવહારનું આદાન-પ્રદાન છે. જો એક માતા-પિતા પોતાના બાળક સાથે પોતાની સમસ્યા શેર કરે છે તો બાળક પણ તેમની સાથે આ પ્રમાણે જ કરશે.

પરંતુ આજે બાળક દરેક પ્રકારની વાતો ભલે તે કેરિયર, પુરૂષ મિત્ર, મહિલા મિત્ર કે પછી ગમે તે હોય, પોતાના પિતા સાથે નિ:સંકોચ શેર કરે છે. બોલિવુડ અભિનેતા અનિલ કપૂરે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે તે પોતાના ત્રણેય બાળકો સોનમ, રિયા અને હર્ષવર્ધન સાથે વ્યાવહારિક ચર્ચા સહજ રીતે કરે છે. તેમને કહ્યું હતું કે તે કોઇ સાથે ડેટ કરી રહ્યાં હોય, જો મને પસંદ નહી તો હું તેમને બોલતાં અચકાઇશ નહી. હું તેમને કહીશ કે તે બિલ્કુલ બકવાસ છે. પરંતુ જો તે કોઇ સમજદાર વ્યક્તિ સાથે ડેટ કરી રહ્યાં છે તો હું તેનો વિરોધ નહી કરું.

આજના યુવાનો 'ફાધર્સ ડે'ના અવસર પર પિતા માટે ખાસ બનાવવામાં જોડાઇ ગયા છે, તેમને પોતાના પિતા સાથે રાત્રિભોજન, સિનેમા કે પછી અન્ય જગ્યાએ જવાનું પસંદ કર્યું છે. તમે પણ 'ફાધર્સ ડે'ના અવસર પર તમારા પિતાને અલગ પ્રકારની ભેટ આપી શકો છો, તેમને સ્પામાં મોકલી શકો છો કે પછી કપડાં આપી શકો છો. તમે પણ તમારા પિતાને ફાધર્સ ડેની શુભેચ્છા માટે આ લિંક શેર કરો.

English summary
Father's Day Special: changing the definition of father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X