Happy Day special: જય અને વીરૂ જેવી છે મોદી અને અમિત શાહની મિત્રતા
આમ તો મિત્રતાનો કોઇ દિવસ હોય નહી પરંતુ આ તો એવી ખુશી છે જે દરેક પળે સેલિબ્રેટ થાય છે. પરંતુ દુનિયા છે ને.. દરેક દિવસને કોઇને કોઇ રંગ કે કોઇ રૂપમાં સંબંધો સાથે જોડી દે છે એટલા માટે તેણે 'ફ્રેંડશિપ ડે'ને પણ બનાવી દિધો. મિત્રોમાં શબ્દો વિના અભિવ્યક્તિઓ દ્વારા ઘણું બધુ કહેવામાં આવે છે.
મોદી-શાહ: યે દોસ્તી હમ નહી તોડેંગે...છોડેંગે દમ મગર...તેરા સાથ ના છોડશે
અને કદાચ આ અભિવ્યક્તિ અનુભવાય છે રાજકારણના જય અને વીરૂ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે. બંનેના યારાન આજે દેશ અને દેશના રાજકારણને નવો ચહેરો પ્રદાન કર્યો છે. અવે આ ચહેરો આગળ જઇને શું હશ એ તો આવનાર સમય જ બતાવશે પરંતુ એટલું નક્કી છે કે મોદીના વિશ્વાસ અને અમિત શાહના વિશ્વાસે આજે દેશની સંસદને ભગવા રંગમાં રંગી દિધી છે.
મોદી-શાહ: તેરી જીત... મેરી જીત.. તેરી હાર.. મેરી હાર.. ઐસા અપના સાથ
આમ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંમરમાં ખાસ અંતર નથી પરંતુ બંનેની મિત્રતામાં ઉંમરનો તફાવત મહત્વ ધરાવતો નથી. નરેન્દ્ર મોદીના સંબંધીઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ઓછા લોકો પર વિશ્વાસ કરે છે અને ખૂબ ઓછા લોકો જ તેમની નજીક છે પરંતુ તે ઓછા લોકોમાં સૌથી ઉપર નામ અમિત શાહ છે જે તેમના હમરાજ અને રાજકીય હમસફર બની ચૂક્યાં છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની મિત્રતા ફક્ત 30 વર્ષ જુની છે.
આ ત્રીસ વર્ષોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશના રાજકારણને એકદમ નજીકથી જોયું છે. જો અમિત શાહની સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હેટ્રીક પુરી કરી છે તો એ જ વર્ષે 2002ના રમખાણોનો ગમ અને દંશ પણ સાથે સહન કર્યો છે. તો બીજી તરફ અમિત શાહ જ્યારે જેલમાં હતા તો તેમના પરિવારને સંભાળવાનું કામ નરેન્દ્ર મોદીએ જ કર્યું છે. આ બંનેની સમજદારી અને પ્રેમ જ છે જે નરેન્દ્ર મોદીએ બધા લોકોને નજરઅંદાજ કરતાં વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં યુપીના ચૂંટણી પ્રભારી અમિત શાહને બનાવ્યા અને અમિત શાહે નરેન્દ્ર મોદીને પાર્ટીની જીતની ભેટ આપી.
કુલ મળીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી રમેશ સિપ્પીની ફિલ્મ 'શોલે'ના જય-વીરૂથી ઓછી નથી. જે પ્રમાણે તે બંને ફિલ્મી કેનવાસ પર મિત્રતાનું ઉદાહરણ છે એ જ પ્રમાણે રાજકારણના કેનવાસ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે. જે પ્રમાણે જયના ગમમાં વીરૂ રડતો હતો અને વીરૂની ખુશીમાં જય હસતો હતો એ જ પ્રમાણે નરેન્દ્ર મોદીના દરેક નિર્ણયમાં અમિત શાહ સહમતિ હોતી અને અમિત શાહના દરેક પગલાં પર નરેન્દ્ર મોદીનો સાથ.
કહેવામાં આવે છે કે રાજકારણ જ એવું પટલ છે જ્યાં કોઇ કોઇનો સગો હોતો નથી, જે આજે મિત્રના રૂપમાં દેખાઇ છે તે કાલે તમને દુશ્મની નિભાવતાં જોવા મળે તો તમારા માટે આશ્વર્ય હશે નહી. પરંતુ જે પ્રકારે નરેન્દ્ર મોદીએ નિયમોને તોડતાં વડાપ્રધાનની ખુરશી પ્રાપ્ત કરી છે તે પ્રકારે રાજકારણના આ મુહાવરાને બદલીને મિત્રતાની એક નવી અને અતૂટ મિશાલ રજૂ કરી છે.
ફ્રેંડશિપ ડેના આ પાવન પર્વ પર સામાન્ય લોકોની બસ એક જ દુવા છે કે રાજકારણના મંચ પર શાહ-મંચની આ જોડી આમ જ જગમગતી રહે અને ગાતી રહે બને દુશ્મન જમાના હમારા..સલામત રહે યે દોસ્તાના હમારા.