• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું લગ્ન બાદ ઇન્દિરા ગાંધીએ કર્યો હતો ઇસ્લામ ધર્મ અંગીકાર?

|

વિવેક શુક્લા: શું ફિરોઝ ગાંધી મુસ્લિમ હતા અને ઇન્દિરા ગાંધીએ લગ્ન સમયે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો? હૈદરાબાદથી પ્રકાશિત થનારા પ્રતિષ્ઠિત ઉર્દૂ અખબાર 'દૈનિક મુંસિફ'એ આ પ્રકારનો દાવો કર્યો છે.

લેખમાં નેહરૂ ડાયનેસ્ટીના લેખક કે એન રાવના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ઇન્દિરા અને ફિરોઝે લંડનમાં એક મસ્જીદમાં જઇને નિકાહ કરી લીધા હતા અને ઇન્દિરાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો.

વૈદિક પદ્ધતિથી લગ્ન
જ્યારે આ વાતની જાણકારી મહાત્મા ગાંધીને મળી તો તેમણે બંનેને ભારત બોલાવીને વૈદિક પદ્ધતિથી તેમના લગ્ન કરાવ્યા. ફિરોઝ જહાંગીર ખાનનું નામ બદલીને ફિરોઝ ગાંધી કરી દેવામાં આવ્યું. 1942માં રાજીવના જન્મ બાદ બંને પતિ-પત્ની અલગ થઇ ગયા હતા. મોહમ્મદ યૂનુસે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે સંજય ગાંધીનું મુસલમાન ઢબે ખતના કરવામાં આવ્યું હતું. ફિરોઝ ગાંધીના પિતા જહાંગીર ખાન મુસલમાન હતા. જ્યારે તેમની માતા રત્તીમાઇ જે પહેલા પારસી હતી, બાદમાં મુસલમાન બની ગયા હતા. ફિરોઝ ગાંધીના દેહને અલ્હાબાદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા, જ્યારે પારસીઓને કબ્રમાં દફનાવવામાં નથી આવવતા.

બાબાના નામથી વાંધો
આ લેખમાં એક પ્રકારે સવાલ પૂછવામાં આવ્યો છે કે વરૂણ ગાંધીએ પોતાના નામની સાથે ઇંદિરા, નેહરુ શબ્દ તો જોડ્યા પરંતુ ક્યારેય પોતાના બાબાના નામથી કેમ ખુદને નહીં જોડ્યા. જોકે કેટલાંક કોંગ્રેસ નેતા તેમને યાદ કરતા રહેતા હતા અને દરવર્ષે પોતાના રૂપિયા ખર્ચીને કોઇ રેસ્ટોરન્ટમાં તેમના જન્મદિવસ પર નાનકડી પાર્ટી લેતા હતા. તેમાંથી એક દિવંગત બ્રજમોહનજીનો પણ સમાવેશ થાય છે.

ફિરોઝ ન્હોતા ગમતા
મુંસિફમાં છપાયેલ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિરોઝ ગાંધીના સસુર જવાહરલાલ નેહરુ તેમને જરા પણ પસંદ ન્હોતા કરતા. મૂંધરા કાંડ, જીપ કૌભાંડ જેવા નેહરુ સરકારના ભ્રષ્ટાચારના મામલા ઉઠાવવાના કારણે જવાહરલાલ નેહરુ તેમનાથી ખૂબ જ નારાજ હતા.

લેખકે આગળ લખ્યું છે કે 12 સપ્ટેમ્બર 2012 ફિરોઝ ગાંધીની જન્મસતાબ્દી હતી પરંતુ તેને કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકારે યાદ કરવાની કોઇ જરૂરીયાત ના સમજી. એવું માલુમ પડે છે કે ફિરોઝ ગાંધીના પરિવારજનોએ તેમને ભુલાવી દીધા છે અથવા તેઓ જાણી જોઇને તેમને નકારી રહ્યા છે.

ફિરોઝ ગાંધી કેમ ભૂલાઇ ગયા
આખરે કારણ શું છે કે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની વર્ષગાંઠ પર સમાચાર પત્રોને 8-8 કરોડની જાહેરાત આપનારી સરકાર ફિરોઝ ગાંધીને બિલકૂલ ટાળી રહી છે. જોકે એ સમયે સત્તા ફિરોઝ ગાંધીની પુત્રવધૂ સોનિયાના હાથોમાં હતી. લેખકે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ફિરોઝ ગાંધીને શરૂઆતથી જ તેમનો પરિવાર ટાળતો આવ્યો છે. તેમના નામ પર તો કોઇ માર્ગનું નામ પણ નથી.

થોડા વર્ષો પહેલાની વાત છે કે રાહુલ ગાંધી અલ્હાબાદના પ્રવાસ પર હતા તો રાત્રિના અંધારામાં તેઓ ફિરોઝ ગાંધીની કબર પણ જોઇ આવ્યા. આ સમાચાર માત્ર એક પારસી સમાચાર પત્રએ જ પ્રકાશિત કર્યા હતા. ફિરોઝ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેમનાથી ખુદ જવાહરલાલ નેહરૂ ભયભીત રહેતા હતા. ફિરોઝ ગાંધી અનેકવાર લોકસભાના સભ્ય ચૂંટાયા.

ફિરોઝ ગાંધીને ભ્રષ્ટાચારના વિરુદ્ધ યુદ્ધ છેડનાર પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે. તેમણે પોતાના યુગના આર્થિક ઘોટાળાનો પ્રર્દાફાશ કર્યો હતો, અને તેના કારણે તત્કાલિન નાણા મંત્રી ટીટી કૃષ્ણામચારીને રાજીનામુ આપવું પડ્યું હતું. ફિરોઝના આ વલણથી નેહરુ ખૂબ જ પરેશાન હતા. 1960માં જ્યારે ફિરોઝ ગાંધીનું નિધન થયું તો બંનેએ રાહતના શ્વાસ લીધા.

English summary
Has Indira Gandhi embraced Islam after her marriage ? A Urdu newspaper Munsif claims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X