• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મસુરીની એક હોટલમાં રાત પડતા જ બેચેન થાય છે આત્મા

|

મસુરી: મસુરીને પહાડોની રાની તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ રાત થાય છે તેમ તેમ અંધારૂ દૂર દૂર સુધી ફેલાયેલા પહાડોને પોતાની આગોશમાં લઈ લે છે. તો બીજી તરફ આજ અંધારામાં એક વિરાન હોટેલ ગુમનામ પડછાયામાં તબદીલ થઈ જાય છે. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ મસુરીની પ્રસિદ્ધ હોટેલ સવોયની. સવા સો વર્ષ જૂની આ ઈમારત મસુરીના ઈતિહાસનો હિસ્સો છે. સાંજ પડતા જ આ હોટેલનું એક નવું જ રૂપ જોવા મળે છે. જે રીતે સમશાનમાં ચિતા સળગ્યા બાદ, અને કબ્રસ્તાનમાં નવી કબર ખોદાયા બાદ જે માહોલ જોવા મળે છે તેવો જ માહોલ અહીં જોવા મળે છે. મસુરીના હાર્દ સમા વિસ્તારમાં આવેલી આ હોટેલમાં સાંજ પડતા જ એક આત્મા સક્રીય થઈ જાય છે. ક્યારેક આ આત્મા ગલીઓમાં ફરતી તો ક્યારેક બારીમાંથી ડોકિયું કરતી જોવા મળે છે. હોટેલના 121 રૂમમાં આ આત્મા આખી રાત કઈંક શોધે છે.

haunted

આ વાતો માત્ર અફવાઓ નથી. લોકોનું માનવું છે કે આ આત્માનો સંબંધ એક સાચા કિસ્સા સાથે છે. તો આવો જાણીએ શું છે એ હકીકત. સદી પહેલા આજની સવોય હોટેલ 19મી સદીમાં મસુરીની સ્કુલ હતી. જેનું નામ બાદમાં બદલીને મેડોક સ્કુલ કરવામાં આવ્યું હતુ. 1890માં સ્કુલની જર્જરીત ઈમારતને લંડનથી આવેલા લિંકને ખરીદી હતી. 12 વર્ષની મહેનત બાદ વર્ષ 1902માં પ્રસિદ્ધ હોટેલ સવોય નામ આપવામાં આવ્યું. 121 રૂમ, ભારતનો સૌથી મોટો બોલરૂમ, અદભૂત પાર્ક, ગાર્ડન, ટેનિસ કોર્ટ, રેસકોર્સ, અને બિલયર્ડ ત્યાં સુધી કે હોટેલની એક અલગથી પોસ્ટ ઓફીસ અંગ્રજો માટે એક સ્વપ્ન સાચું થવા બરાબર હતી.

એક સમય હતો જ્યારે આ હોટેલની શાન અદભૂત હતી, પણ એક બનાવ બન્યો અને બધું બદલાઈ ગયું. હોટેલમાં એક બ્રિટીશ મહિલાનું ખુન થઈ ગયું. આખા મસુરીમાં હાહાકાર મચી ગયો. અંગ્રજો પણ સુન્ન થઈ ગયા. એવું નથી કે ત્યારે ખુન ન હોતા થતા, પરંતુ આ હત્યાની રીત અલગ હતી. લેડી ગારનેટ ઓરમેની લાશ હત્યાના ઘણાં દિવસો બાદ હોટેલમાંથી મળી તેમ છતા લાશ એકદમ તાજી હતી. પોલિસ ડાયરીમાં આ હત્યા બંધ થઈ ગઈ અને લોકોને ખબર પણ ન પડી કે લેડી ગારનેટ ઓરમેની હત્યા કેમ, ક્યારે અને કેવી રીતે થઈ.

haunted

એટલું જ નહીં તેમની લાશનું શું થયુ તે પણ એક રહસ્ય છે. આ હત્યા બાદ સવોયની કહાની ઘણી રહસ્યમય બની ગઈ. લોકોને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે લેડી ગારનેટ ઓરમેની આત્માએ હોટેલ પર કબ્જો કરી લીધો છે. કારણ કે આ રહસ્યમય મોત બાદ બે અન્ય લોકોના રહસ્યમય રીતે મોત થયા હતા. એક વાત મુજબ સવોયના માલિકે આ ઈમારત પોતાની પત્નીની મિલકતમાંથી ખરીદી હતી. અને તે જ આ તમામ હત્યાને અંજામ આપતો હતો.

એક પછી એક રહસ્યમય મોત બાદ પણ સવોય હોટેલ નવા માલિકોને પોતાના તરફ આકર્ષિત કરતી રહી. અન્ય ઈતિહાસ મુજબ વિશ્વ યુદ્ધના સમયે સવોય હોટેલ અમેરિકા અને બ્રિટીશ સેનાનો અડ્ડો હતી.

આમ તો આ હોટેલમાં ઘટનાની શરૂઆત થઈ હત્યાથી પણ ભટકતી આત્માઓથી લઈને હોટેલની બર્બાદી સુધી પહોંચી ગઈ. ત્યારબાદ પણ આ હોટેલને અનેક લોકોએ ખરીદી પણ આબાદ કોઈ ન કરી શક્યું. હાલમાં તો આ હોટેલ બંધ છે, માનવામાં આવી રહ્યું છે કે ઓરમેની આત્મા પોતાના હત્યારાને અહીં શોધી રહી છે.

English summary
Read the story of haunted hotel Savoy, Mussorie where British girl was mysteriously killed by her companion. The locals believe that some super natural power is behind this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more