For Quick Alerts
For Daily Alerts
માથું કપાઇ ગયું હોવાછતાં દોડમ-દોડમ કરી રહ્યો છે મુરઘો!
એ તો આપણે બધા જાણીએ છીએ કે માથું કપાઇ ગયા પછી થોડીવાર સુધી મુરઘામાં જીવ રહે છે અને તે ફડફડે છે પરંતુ આ મુરઘો તો ખરેખર આશ્વર્ય પમાડનાર છે. આફ્રિકાના ઓંગાટા રોંગાઇમાં ક્વારે વિસ્તારમાં એક મુરઘાને પોતાની ચાલથી બધાને આશ્વર્યચકિત કરી દિધા છે. લોકોએ જોયું કે આ મુરઘાનું માથું ગાયબ છે તો પણ તે મટક-મટક ચાલી રહ્યો છે.
આફ્રિકી ન્યુઝ પોસ્ટના સમાચાર અનુસાર માથું ન હોવાછતાં આ મુરઘો ઘણો તાકતવાન જોવા મળી રહ્યો છે. રસ્તા પર આવતાં જતાં લોકો આ મુરઘાને જોઇને મજા માણી રહ્યાં છે.
સ્થાનિક નાગરિક રશેલ ડેનસેને જણાવ્યું હતું કે જે સ્થળે મુરઘો ફરી રહ્યો છે, તેની પાસેથી સફેદ રંગની એક પોલીથીનમાં કંઇક મળ્યું. પરંતું તેમને તેના પર ધ્યાન આપ્યું નહી તેમને લાગ્યું કે કોઇએ કચરો ફેંક્યો હશે.
ત્યારે રસ્તા પરથી પસાર થતાં એક વ્યક્તિએ કહ્યું કે આ પોલીથીનમાં કંઇક છે. જે સળવળી રહ્યું છે. જ્યારે પોલીથીન ખોલી તો તેમાંથી એક મુરઘો નિકળ્યો, જેનું માથું ન હતું પછી પોલીથીન ખોલતાં જ તે બહાર નીકળી ગયો. જ્યારે તેને પોલીથીનમાં જ એક કાળા રંગનો મુરઘો હતો જે મરી ગયો હતો. આસપાસથી કેટલાક લોકો આ મુરઘાને જોવા આવ્યા. લોકોને શંકા છે કે આ જાદૂ-ટૉણાનો મામલો હોય શકે.