સ્તનપાન કરાવતી માને ક્યારેય ન પૂછતા આવા સવાલ
મા બન્યા બાદ બધુ બદલાઈ જાય છે. પોતાના નવજાત બાળકની દેખરેખ કરવા ઉપરાંત નવી માને બીજી પણ ઘણી બધી વાતોનો સામનો કરવો પડે છે જેમકે પોતાની આસપાસના લોકો પાસેથી મળતી અયોગ્ય સલાહ અને પ્રશ્ન. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના અનુભવથી શીખે છે. જીવનમાં દરેક વસ્તુ માટે કોઈ એક જ નિયમ કાયદો નથી બન્યો. સમય અને જરૂરિયાત મુજબ ફેરફાર થતો રહે છે અને આ વાત બાળકોના પાલનપોષણ પર પણ લાગુ થાય છે. હવે આવતી વખતે કોઈ સ્તનપાન કરતી મા પર કમેન્ટ કરવા કે તેને પ્રશ્ન પૂછતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખજો.

શું તને લાગે છે કે બાળકનુ પેટ ભરાઈ રહ્યુ છે?
સ્તનપાન કરાવતી મા પોતાની સ્વાભાવિક બુદ્ધિથી કામ કરે છે અને મુશ્કેલીથી પૂરતી ઉંઘ લઈ શકે છે. સંભવતઃ તેની પાસે એ વાતનુ ચોક્કસ પ્રમાણ નથી હોતુ કે બાળકનુ પેટ ક્યારે પૂરુ ભરેલુ છે પરંતુ તમે આરામ કરો કારણકે તે હજુ શીખી રહી છે. સ્વાભાવિક છે કે બાળક પોતે ક્યારેય કહી ન શકે કે તેનુ પેટ ભરેલુ છે કે નહિ પરંતુ મા આ વાત સમજે છે અને તેની સહજ બુદ્ધિ એ કહી શકે કે ક્યારે તેનુ બાળક ભૂખ્યુ છે અને ક્યારે બાળકનુ પેટ ભરેલુ છે. જો તે ન પણ જાણતી હોય તો તમે પણ પ્રશ્ન પૂછીને તેની મદદ નથી કરી રહ્યા.

સ્તનપાન કરાવવાથી મારા સ્તન ખરાબ થઈ ગયા
ગર્ભાવસ્થા દરમિયાન તથા પ્રસવ બાદ મહિલાઓએ ઘણુ બધુ સહન કરવુ પડે છે. એ સારુ રહેશે કે સ્તનપાન સાથે જોડાયેલી કઠોર વાતો તમે તમારા સુધી જ મર્યાદિત રાખો. વળી,એસ્થેટિક સર્જરી જર્નલના અભ્યાસ અનુસાર સ્તનોનુ લટકી જવાનુ કારણ ગર્ભાવસ્થા હોય છે નહિ કે સ્તનપાન કરાવવુ.
આ પણ વાંચોઃ અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન, લાંબા સમયથી હતી બિમાર

મે મારા બાળકોને સ્તનપાન નથી કરાવ્યુ અને તે તંદુરસ્ત છે
આ બહુ સારી વાત છે પરંતુ જો કોઈ મા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ઈચ્છતી હોય તો તેનાથી તમને અને તમારા બાળકને કંઈ સંબંધ નથી. આ પોતાની પસંદની વાત છે.

શું સ્તનપાન કરાવવા માટે તમારુ બાળક થોડુ મોટુ નથી?
શું તમને એવુ નથી લાગતુ તે આમાં તમારી દખલઅંદાજીની કોઈ જરૂર નથી? દરેક બાળક અલગ હોય છે અને એ જ રીતે તેની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. અમુક લોકો માટે વધુ સમય સુધી બાળકે દૂધ પીવડાવવુ સુવિધાજનક નથી હોતુ પરંતુ આનો અર્થ એવો નહિ કે આ યોગ્ય નથી. એનાથી ઉલટુ અમેરિકન એકેડમી ઑફ પીડિયાટ્રીક્સ અનુસાર બાળકને એક વર્ષ સુધી સ્તનપાન કરાવવુ જોઈએ અને મા તથા બાળક જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેને ચાલુ રાખી શકે છે. એ વાતનો કોઈ મતલબ નથી કે તમારી મા, બહેન કે તમારી સારી દોસ્તે શું કર્યુ હતુ.

બાળકના વારંવાર માંગવા પર સ્તનપાન કરાવવાથી બાળક બગડી જાય છે
નવજાત બાળકની માંગો ઘણી વધુ હોય છે જેમાં ફેરફાર કરી શકાય છે. તમે આટલા નાના બાળકને બગાડી ન શકો. અમુક નવજાત બાળકોને દર 1.5 કલાક બાદ અને અમુકને દર 3 કલાક બાદ સ્તનપાન કરાવવાની જરૂર હોય છે. નવજાત બાળકને એક દિવસમાં 8થી 12 વખત સ્તનપાન કરાવવુ સામાન્ય છે.