For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતથી જોડાયેલા કેટલાક અસત્ય જેને બધા માને છે સત્ય

|
Google Oneindia Gujarati News

તમને જો તેવું લાગતું હોય કે તમે આપણા દેશ વિષે ધણું જાણો છો તો તમારો ભ્રમ આ આર્ટીકલ ચોક્કસથી દૂર કરી દેશે. કારણ કે આજે અમે તમારી સામે કેટલાક તેવા રાજ ઉજાગર કરવાના છીએ જે જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે.

આજે અમે તમને આપણા ભારત વિષે કેટલાક તેવા અસત્યો વિષે જણાવાના છીએ જે જાણીને તમે ચોકી ઉઠશો. એટલું જ નહીં આમાંથી અમુક અસત્યો તો તેવા છે જે આપણે નાનપણથી ભણવાના પુસ્તકોમાં વાંચતા રહીએ છીએ. વધુમાં એનસીઇઆરટીના પુસ્તકો પણ આ વિષે અસત્ય જ લખવામાં આવ્યું છે. અને તમારા કે મારા મતે તો તે 100 ટકા સાચા જ છે.

તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો આપણા ભારત વિષે મનાતા આ 8 જાણીતા અસત્યો વિષે, જે બિલકુલ ખોટા છે...

મિલ્ખા સિંહે રેસમાં પાછળ જોયું

મિલ્ખા સિંહે રેસમાં પાછળ જોયું

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં બતાવ્યું તે મુજબ 1960ની રોમ ઓલમ્પિકની રેસમાં મિલ્ખા સિંહે પહેલા હતા પણ તેમણે પાછળ વળીને જોયું હતું ને તે હારી ગયા. પણ હકીકતએ છે કે તે રેસમાં પાંચમી લેન પર હતા અને તેમણે ભરખમ પ્રયાસ કરી ચોથું સ્થાન મેળવ્યું.

એક આંખના બદલે એક આંખ, દુનિયાને અંધ કરી દેશે

એક આંખના બદલે એક આંખ, દુનિયાને અંધ કરી દેશે

દુનિયાભરમાં અનેક જગ્યાએ તેવું લખવામાં અને માનવામાં આવે છે કે ગાંધીજીએ કહ્યું હતું કે "એક આંખ ના બદલે એક આંખ આપશું તો દુનિયા અંધ થઇ જશે." પણ હકિકતમાં આ વાક્ય ગાંધી ફિલ્મમાં એક્ટર બેન કિંગ્સ્લેનો એક ડાયલોગ હતો. અને ખરેખરમાં ગાંધીજીએ કદી પણ આવું કોઇ વાક્ય બોલ્યા નહતા તે ખાલી અહિંસામાં માનતા હતા.

હોકી દેશની રાષ્ટ્રીય રમત

હોકી દેશની રાષ્ટ્રીય રમત

આપણે માનીએ છીએ કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે પણ એક RTIના જવાબમાં તે વાતનો ખુલાસો થયો છે કે ક્યારે પણ હોકીને દેશની રાષ્ટ્રિય રમત તરીકે જાહેર કરવામાં નથી આવી.તેમ છતાં નાનપણથી આપણા ભણવાના પુસ્તકોમાં આમ જ લખવામાં આવ્યું છે.

વારાણસી પ્રાચીન શહેર

વારાણસી પ્રાચીન શહેર

વારાણસીને દુનિયાનું સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે પણ હકીકત એ છે કે વારાણસી પહેલા 30 તેવા શહેરો છે અસ્તિત્વમાં હતા.

આઝાદી બાદ દેશ સેક્યુલર

આઝાદી બાદ દેશ સેક્યુલર

તેવું મનાય છે કે આઝાદી બાદથી જ આપણો દેશ સેક્યુલર હતો. જોકે વર્ષ 1947ના સંવિધાનની પ્રસ્તાવનામાં સેક્યુલર જેવા કોઇ શબ્દનો ઉલ્લેખ નથી. વધુમાં 1976માં સંવૈધાનિક સંશોધન બાદ સેક્યુલર શબ્દને સંવિધાનમાં સામેલ કરવામાં આવ્યો. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટ પણ કહે છે કે ભારત પહેલાથી સેક્યુલર દેશ છે પણ સંવિધાન કંઇક બીજું જ કહે છે.

હિંદી દેશની એકમાત્ર અધિકૃત ભાષા

હિંદી દેશની એકમાત્ર અધિકૃત ભાષા

ગુજરાતી, મરાઠી,પંજાબી, તમિલ, કન્નડ, અંગ્રેજી સહિત લગભગ 20 થી વધુ ભાષાઓને દેશની અધિકૃત ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં તમામ રાજ્યોને પોતાની ભાષા પ્રચાર-પ્રસાર કરવાની છૂટ છે.

ગાંધીજીએ ડાન્સ કર્યો

ગાંધીજીએ ડાન્સ કર્યો

આ તસવીરમાં મહાત્મા ગાંધી એક મોડેલ જોડે ડાન્સ કરી રહ્યા છે. જો કે સચ્ચાઇ તે છે કે આ ગાંધીજી જેવા દેખાતો વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો અભિનેતા છે અને તેણે ગાંધીજી જેવી વેશભૂષા ધારણ કરી હતી.

અયોધ્યા રામાયણ કાળની અસ્તિત્વમાં છે

અયોધ્યા રામાયણ કાળની અસ્તિત્વમાં છે

અયોધ્યાને રાજા વિક્રમઆદિત્યે વસાવી હતી. આ શહેર રામાયણ કાળથી અસ્તિત્વમાં નથી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે થાઇલેન્ડમાં પણ અયુધ્યા નામની જગ્યા છે જેને પૌરાણિક રામનું શહેર માનવામાં આવે છે.

English summary
There are many things which are actually wrong but we have been considering them right. Here are the 8 wrong facts which we think are true.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X