વિશ્વના 10 બેસ્ટ એરપોર્ટ, સિંગાપોર નંબર વન

Posted By:
Subscribe to Oneindia News

એરલાઇન્સ અને એરપોર્ટ્સને રેટીંગ આપનાર લંડનની એજન્સી સ્કાઇટ્રેક્સે દુનિયાના 10 સૌથી સારા એરપોર્ટ્સનું લીસ્ટ પબ્લીશ કરી દીધુ છે. આ લીસ્ટમાં સીંગોપોરનું ચેન્ગાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નંબર વન છે. તો દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટનેશનલ એરપોર્ટને આ લીસ્ટમાં 58મું સ્થાન મળ્યું છે.

લીસ્ટમાં સિંગોપોર, ચીન, જાપાન, હોંગકોંગના એરપોર્ટ્સને સ્થાન મળ્યું છે. તે સાથે જ એશિયામાં દુનિયાના સૌથી સારા એરપોર્ટસની સંખ્યામાં પણ વધારો થઇ ગયો છે. મહત્વપૂર્ણ છેકે સ્કાઇટ્રેક્સ દર વર્ષે એરપોર્ટ્સ અને એરલાઇન્સનું રેકીંગ લીસ્ટ જાહેર કરે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લીક કરો અને જાણો દુનિયાના સૌથી બેસ્ટ 10 એરપોર્ટ્સ અંગે.

ચેંગાઇ એરપોર્ટ, સિંગાપોર
  

ચેંગાઇ એરપોર્ટ, સિંગાપોર

સિંગાપોરના ચેંગાઇ એરપોર્ટને લીસ્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ચેંગાઇ એરપોર્ટ પરથી એક અઠવાડિયામાં દુનિયાના 200 સ્થળ માટે 80 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી. અહીં અઠવાડિયામાં 5000 યાત્રીઓ આવે છે.

ઇંચિયોન એરપોર્ટ, સાઉથ કોરિયા
  

ઇંચિયોન એરપોર્ટ, સાઉથ કોરિયા

સાઉથ કોરિયાના ઇંચિયોન એરપોર્ટને આ લીસ્ટમાં બીજુ સ્થાન મળ્યું છે. આ એરપોર્ટને પાછલા વર્ષે સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું ટાઇટલ મળ્યું હતુ.

મ્યુનિખ એરપોર્ટ, જર્મની
  
 

મ્યુનિખ એરપોર્ટ, જર્મની

મ્યુનિખ એરપોર્ટ જર્મનીનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. મ્યુનિખ એરપોર્ટ પરથી દુનિયાના દરેક સ્થળ માટે ફ્લાઇટ્સ મળે છે.

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિશ્વના 180 સ્થળ માટે 100 ફ્લાઇટ્સ ઉડાન ભરે છે. સાથે જ ચીનના 44 સ્થળ માટે ફ્લાઇટ્સ મળે છે.

હાનેડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટોક્યો
  

હાનેડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ટોક્યો

જાપાનની રાજધાની ટોક્યોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુનિયાના લગભગ બધાં જ સ્થળ માટે ફ્લાઇટ્સ મળી રહે છે. આ એરપોર્ટને લીસ્ટમાં પાચમું સ્થાન મળ્યું છે.

જ્યુરિખ એરપોર્ટ
  

જ્યુરિખ એરપોર્ટ

જ્યુરિખના એરપોર્ટને આ લીસ્ટમાં છઠ્ઠુ સ્થાન મળ્યું છે. અહીંથી સ્વિટ્ઝરલેન્ડના દરેક મહત્વના સ્થળ માટે ફ્લાઇટ્સ મળે છે.

શિફોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સટર્ડમ
  

શિફોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સટર્ડમ

વર્ષ 2014માં એમ્સટર્ડમના શિફોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 55 મિલિયન પેસેન્જર આવ્યા હતા.

બૈજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  

બૈજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ચીનની રાજધાની બૈજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટને લીસ્ટમાં 8મું સ્થાન મળ્યું છે. આ દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

વૈંકુવર એરપોર્ટ, કેનેડા
  

વૈંકુવર એરપોર્ટ, કેનેડા

કેનેડાના આ એરપોર્ટને દુનિયાનું નવમુ બેસ્ટ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

હીથ્રો એરપોર્ટ, લંડન
  

હીથ્રો એરપોર્ટ, લંડન

લંડનનું હીથ્રો એરપોર્ટ બ્રિટનનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ લીસ્ટમાં આ એરપોર્ટને 10મું સ્થાન મળ્યું છે.

English summary
Here are the top 10 best airports of the world. The list has been published by Skytrax.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.