For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ગાંધી બાપુ ખુદ કઈ રીતે મનાવતા હતા પોતાનો જન્મદિવસ

જાણો, ગાંધી બાપુ ખુદ કઈ રીતે મનાવતા હતા પોતાનો જન્મદિવસ

|
Google Oneindia Gujarati News

દેશ આખો 2 ઓક્ટોબરે ગાંધી બાપુની જન્મજયંતિની ઉજવણી કરે છે, આજે બાપુની 150મી જન્મજયંતિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ દ્વારા કેટલાય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી લોકો બાપુને વિવિધ રીતે યાદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિનના દિવસે બાપું શું કરતા હતા અને તેઓ પોતાનો જન્મદિવસ કઈ રીતે મનાવતા હતા?

બાપુએ જન્મદિવસ અંગે આમ કહ્યું હતું

બાપુએ જન્મદિવસ અંગે આમ કહ્યું હતું

ગાંધીવાદી રામચંદ્ર રાહી મુજબ ગાંધીજી પોતાનો જન્મદિવસ નહોતા મનાવતા પરંત લોકો એમના જન્મદિવસનો જશ્ન જરૂર મનાવતા હતા. એમણે 100 વર્ષ પહેલા ગાંધીએ કહેલી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા 1918માં ગાંધીજીએ એમનો જન્મ મનાવનાર લોકોને કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ મારી કસોટી થશે કે હું જન્મદિવસ મનાવવા લાયક છું કે નહિ.

4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં 4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં

પોતાના જન્મદિવસે શું કરતા હતા બાપુ

પોતાના જન્મદિવસે શું કરતા હતા બાપુ

દેશભરમાં ફેલાયેલ ગાંધીવાદી સંસ્થાઓની માતૃસંસ્થા ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ ગંભીર દિવસ હોતો હતો, આ દિવસે બાપુ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, ચરખો ચલાવતા હતા અને વધુ પડતો સમય મૌન રહેતા હતા. કોઈપણ મહત્વપૂર્ણ દિવસને તેઓ આવી રીતે જ મનાવતા હતા. પરંતુ આજે સરકાર ગાંધી જયંતિ પર વિવિધ પ્રકારના સમારોહ આયોજિત કરી રહી છે, ચારો તરફ જશ્નનો માહોલ જોવા મળે છે. જેના પર રાહીએ કહ્યું કે સરકાર કોઈપણ કાયોજન પોતાના મતલબથી કરે છે. એમને ગાંધી વિચારોથી કંઈ જ લેવાદેવા નથી.
આ પણ વાંચો- વિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી ‘બાપૂ' ની પ્રતિમા

સફાઈ પૂરતો જ સીમીત કરી દીધો બાપુનો જન્મદિવસ

સફાઈ પૂરતો જ સીમીત કરી દીધો બાપુનો જન્મદિવસ

એમનું કહેવું છે કે જો સરકાર હકિકતમાં ગાંધીનો જન્મદિવસ મનાવવા માંગે છે તો તેમણે ગાંધીના વિચારો પર સમાજને આગળ લઈ જવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આવા કોઈ લક્ષણ નથી દેખાતા. વર્તમાન સરકારે ગાંધીને અને ગાંધીના જન્મદિવસને સફાઈ સાથે જોડી દીધો છે અને વિવિધ સ્કૂલ, વિધાનસભા, સંસદગૃહ વગેરે જગ્યાએ સફાઈ કામીરી કરાવવામાં આવી આવે છે અને એટલેથી જ ગાંધીનો જન્મદિવસ ઉજવી લીધાની ખુશી મનાવવામાં આવે છે પણ હકિકતમાં માત્ર સફાઈ કરવાથી ગાંધીનો જન્મદિવસની ઉજવણી કરી ન કહેવાય. સમાજના છેવાડાના માનવી સુધી ગાંધી વિચાર પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
આ પણ વાંચો- Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને

આવી રીતે ઉજવ્યો કહેવાય જન્મદિવસ

આવી રીતે ઉજવ્યો કહેવાય જન્મદિવસ

ગાંધી જયંતિ પર સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. જેના પર રાહીએ કહ્યું કે જો સફાઈ વિશે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કામદારોને એવી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ જેમાં એમણે ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈકર્મચારીઓને મોતના મોઢામાં ધકેલવા સરકાર માટે શરમની વાત છે.
આ પણ વાંચો- મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે: સ્વરા ભાસ્કર

English summary
here is how mahatma gandhi were celebrating his birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X