• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાણી

|

'રાધે-શ્યામ' આ બે શબ્દોને અતૂટ પ્રેમનો હિસ્સો માનવામાં આવે છે. ભલે પછી એકબીજાના ક્યારેય થઈ ન શક્યા પણ છતાં બંનેનું નામ હંમેશા સાથે લેવામાં આવે છે. કૃષ્ણના જન્મ, રાધાના જન્મ અને એમની મિત્રતાની વાર્તાતો બહુ સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય રાધાજીનું મૃત્યુ કઈ રીતે થયું અને તેમની પ્રેમ કહાની અધૂરી કેવી રીતે રહી ગઈ હતી તે ક્યારેય સાંભળ્યું છે? તો અહીં આજે અમે તમને રાધાજી અને શ્રી કૃષ્ણની અધૂરી કહાણી વિશે જણાવીશું.

શું રાધાજી કાલ્પનિક હતાં?

શું રાધાજી કાલ્પનિક હતાં?

કેટલાક લોકો માને છે કે રાધા માત્ર કાલ્પનિક હતાં. કારણ? કારણ એ કે ભાગવત જેમણે પણ વાંચી છે એમનું કહેવું છે કે માત્ર દશમા સ્કંદમાં જ જ્યારે મહારાસનું વર્ણન થાય છે તે જગ્યાએ જ રાધા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાધા પણ રાસ કરી રહી છે અને આનંદ લઈ રહી છે. વિવિધ ગ્રંથોમાં રાધા અને કૃષ્ણની ગોપીઓનું અલગ વર્ણન છે. એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે કૃષ્ણની 64 કળાઓ ગોપીઓ હતી અને રાધા એમની મહાશક્તિ હતી એટલે કે ગોપીઓ અને રાધા જ એમની શક્તિ હતી જેમણે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું.

ગર્ગ સંહિતામાં છે ઉલ્લેખ

ગર્ગ સંહિતામાં છે ઉલ્લેખ

ગોપીઓને જ ભક્તિ માર્ગનો પરમહંસ કહેવામાં આવે છે કેમ કે એમના દિમાગમાં 24 કલાક કૃષ્ણ રહેતા હતા અને ગર્ગ સંહિતામાં કૃષ્ણના અસલી પ્રેમનું વર્ણન મળે છે. ગર્ગ સંહિતાના રચયિતા યદુવંશિઓના કુળગુરુ ઋષિ ગર્ગા મુનિ હતા.

શું કૃષ્ણએ રાધાને દગો આપ્યો હતો?

શું કૃષ્ણએ રાધાને દગો આપ્યો હતો?

કૃષ્ણ રાધાને એ વાયદો કરીને ગયા હતા કે તેઓ પાછા આવશે. પરંતુ કૃષ્ણ રાધા પાસે પરત આવવાને બદલે ચાલ્યા ગયા. એમના લગ્ન પણ રુકમણી સાથે થઈ ગયાં. કહેવામાં આવે છે કે રુકમણી લક્ષ્મીનું રૂપ હતી અને એમણે કૃષ્ણને ક્યારેય જોયા પણ ન હતા છતાં પોતાના પતિ માની લીધા હતા. જ્યારે રૂકમણીના ભાઈ રુકમીએ એના લગ્ન કોઈ અન્ય સાથે કરાવવાનો પ્રયત્ન કર્યો તો રુકમણીએ કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું કે જો તેઓ નહીં આવે તો પોતાનો જીવ ત્યાગી દેશે. બાદમાં કૃષ્ણ રૂકમણી પાસે ગયા અને એમની જોડે લગ્ન કરી લીધાં.

કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા

કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા

કૃષ્ણએ વૃંદાવન છોડ્યા બાદ રાધાનું વર્ણન નહીંવત થઈ ગયું. રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે ભલે તેઓ મારાથી દૂર જઈ રહ્યા છે પણ મનથી કૃષ્ણ હંમેશા મારી સાથે જ રહેશે. બાદમાં કૃષ્ણ મથુરા ગયા અને કંસ તથા એમની બાકીની રાક્ષસી સેનાને મારવાનું પોતાનું કામ પૂરું કર્યું. બાદમાં પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા.

પછી રાધાનું શું થયું?

પછી રાધાનું શું થયું?

કૃષ્ણ જ્યારે વૃંદાવનથી નિકળી ગયા ત્યારે રાધાની જીંદગીએ અલગ જ વળાંક લીધો. રાધાના લગ્ન થઈ ગયાં. રાધાએ પોતાના દાંપત્ય જીવનની તમામ વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ ગઈ, પરંતુ એમનું મન ત્યારે પણ કૃષ્ણ માટે સમર્પિત હતું.

કોણ હતા રાધાના પતિ?

કોણ હતા રાધાના પતિ?

રાધાના પતિનું વર્ણન બ્રહ્માવૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે. જે વેદ વ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાંનું એક છે. રાધાના લગ્ન વિશે અલગ-અલગ દંતકથાઓ પ્રચતિલ છે. કેટલાક મુજબ રાધાના લગ્ન અનય સાથે થયાં હતાં. અનય પણ વૃંદાવનનો જ નિવાસી હતો અને રાધા તથા અનયના લગ્ન બૃહ્માની એક પરીક્ષા બાદ થયાં હતાં.

રાધાનાં લગ્ન

રાધાનાં લગ્ન

કૃષ્ણ ખરેખર વિષ્ણુ અવતાર છે કે નહીં તે જાણવા માટે બ્રહ્માએ એમના બધા મિત્રોનું અપહરણ કરીને જંગલમાં છૂપાવી દીધા હતા. એ સમયે અનય પણ જંગલમાં જ હતા અને એમનું પણ ભૂલથી અપહરણ થઈ ગયું હતું. બાદમાં કૃષ્ણએ પોતાના તમામ મિત્રોનું રૂપ લીધો અને બાદમાં તમામ બાળકોના ઘરમાં રહેવા લાગ્યા. બાદમાં અનય રૂપી કૃષ્ણનાં રાધા સાથે લગ્ન થયાં.

અહીં થયાં રાધાનાં લગ્ન

અહીં થયાં રાધાનાં લગ્ન

બીજી એક વાર્તા મુજબ રાધાના લગ્ન થયાં જ ન હતાં. બ્રહ્માવૈવર્ત પુરાણ મુજબ રાધા પોતાનું ઘર છોડતી વખતે પોચાનો પડછાયો ઘર પર માં કીર્તીની સાથે છોડતાં ગયાં. પડછાયા રૂપી આ રાધાના લગ્ન યશોદાના બાઈ રાયાન ગોપા સાથે થયાં હતાં જે મુજબ રાધા કૃષ્ણના મામી થયાં. એમના લગ્ન સાકેત ગામમાં થયાં હતાં જે બરસાને અને નંદગામની વચ્ચે છે.

કેવી રીતે થયું રાધાનું મૃત્યુ?

કેવી રીતે થયું રાધાનું મૃત્યુ?

દંતકથાઓ મુજબ પોતાના જીવનના અંતિમ દિવસોમાં રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને કૃષ્ણને મળવા દ્વારકા ચાલ્યા ગયાં હતાં. જ્યારે અંતમાં તેઓ બંને મળ્યા તો બંનેએ એકબીજાને કંઈ જ ન કહ્યું. બંને જાણતા હતા કે બંને જોડાયેલાં હતાં. પરંતુ રાધાને લાગ્યું કે કૃષ્ણની નજીક રેવાથી તેને એટલું સુખ નથી મળી રહ્યું જેવી રીતે તેમને પહેલા લાગતું હતું જ્યારે તેઓ કૃષ્ણ સાથે જોડાયેલાં હતાં. કંઈપણ બોલ્યા વિના રાધા મહેલ છોડીને ચાલ્યાં હતાં. અંતિમ ક્ષણોમાં કૃષ્ણએ રાધાની અંતિમ ઈચ્છા પૂરી કરી જેમાં કૃષ્ણએ રાધાને વાંસણીના સૌથી મધુર સૂર સંભળાવ્યા. બાદમાં રાધાજી કૃષ્ણમાં વિલીન થઈ ગઈ. કોઈપણ પુરાણમાં રાધાના મૃત્યુનું વર્ણન નથી મળતું.

કેમ ન મળી શક્યા રાધા-શ્યામ?

કેમ ન મળી શક્યા રાધા-શ્યામ?

જન્માષ્ટમી 2018: માત્ર રાધાને જ પ્રેમ કરતા હતા કૃષ્ણ

English summary
here is how radha and krishna's love story ended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X