વિશ્વની સૌથી સલામત જેલ, જ્યાંથી ભાગી નથી શકતા કેદી
વિશ્વમાં ગુન્હાયુક્ત નગરીમાં પોતાનો સિક્કો જમાવનારા ગુન્હેગારોમાં હંમેશાએ એ વાતનો ભય રહેતો હોય છે કે, તેઓ પકડાય ના જાય અને એવી જેલોમાં એમને મોકલવામાં ના આવે કે જ્યાંથી ક્યારેય ભાગીને આવી શકાય. સામાન્ય સમાજજીવનને ભયભિત કરનારા આ ગુન્હેગારો માટે વિશ્વમાં એવી જેલોનું નિર્માણ કરવામાં આવ્યું છે કે, જ્યાંથી અત્યારસુધી એકપણ કેદી ભાગી શક્યો નથી. ભારતના મુંબઇથી લઇને અમેરિકા અને જાપાનમાં આવી જેલો આવેલી છે. જ્યાં એકવાર કેદી અંદર ગયા પછી પોતાની સજા કાપીને જ તે બહાર આવી શકે છે.
આજે અમે અહીં આવી જ કેટલીક જેલો અંગે જણાવી રહ્યાં છીએ કે જે વિશ્વમાં પોતાની સૌથી ઉચ્ચકક્ષાની સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. જેમાંથી ભાગવાનો કેદીઓએ પ્રયાસ કર્યો હોવા છતાં પણ તેઓ ક્યારેય સફળ નિવડ્યા નથી. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આવી જ કેટલીક હાઇ સિક્યોરિટી ધરવાતી વિશ્વની જેલો અંગે.

આર્થર રોડ જેલ
વિશ્વની સૌથી સુરક્ષિત જેલોની યાદીમાં મુંબઇની આર્થર રોડ જેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જેલને લઇને કેદીઓમાં એક ભય હોય છે કે તેઓ આ જેલમાં આવ્યા બાદ ત્યાંથી ક્યારેય ભાગી શકતી નથી.

લા સેન્ટ જેલ
આ જેલ ફ્રેન્ચ કેપિટલ પેરિસમાં આવેલી છે. આ જેલને વિશ્વની સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે. આ જેલમાંથી ભાગવાની અનેક કેદીઓએ પ્રયત્નો કર્યા હોવા છતાં પણ તેમાથી એકપણ કેદી ભાગવામાં સફળ થયો નથી.

ફુન્ચુ જેલ
આ જેલ ફુન્ચુ શહેરમાં આવેલી છે. આ જેલમાં વિશ્વ ઉત્તમમાં ઉત્તમ અને અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેથી કોઇ પણ કેદી અહીંથી ભાગવામાં સફળ થતો નથી.

અલક્ત્રાઝ આઇલેન્ડ
હાલ આ જેલ એટલી એક્ટિવ હાઇ સિક્યોરિટી જેલ નથી. પરંતુ એક સમય હતો જ્યારે આ જેલમાંથી ભાગવા અંગે કેદીઓ સ્વપ્ને પણ વિચારી શકતા નહોતા. આ જેલની રચના 1933માં યુએસ સરકાર દ્વારા કરવામાં આવી હતી.

ક્યુન્ચેંગ જેલ
બેઇજિંગના ચાંગપિંગ જિલ્લામાં સોવિએટ યુનિયન દ્વારા આ જેલની રચના કરવામાં આવી હતી. હ્યુમન સિક્યુરીટીને લઇને આ જેલને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ જેલમાં 5000 સુરક્ષા અધિકારીઓ તેનાત કરવામાં આવ્યા છે.

એડીએક્સ ફ્લોરેન્સ
આ જેલ ફ્લોરેન્સ, કોલોરાડોમાં આવેલી છે. અહીં 500 જેટલા પુરુષ કેદીઓ છે અને અહીં છ લેવલની સુરક્ષા પુરી પાડવામાં આવે છે. આ જેલને પણ હાઇલી સુરક્ષિત જેલ કહેવામાં આવે છે.

કેમ્પ ડેલ્ટા
કેમ્પ ડેલ્ટા જેલ કુબામાં આવેલી છે. અહીં એકદમ ખરતનાક આતંકવાદીઓ અને યુદ્ધના કેદીઓને રાખવામાં આવે છે. તેની રચના 2002માં કરવામાં આવી હતી.

ટેડમોર મિલેટ્રી જેલ
ટેડમોર મિલેટ્રી જેલ સરિયન કેપિટલમાં આવેલી છે. 20મી સદીમાં બનાવવામાં આવી હતી. આ જેલના બેરેક પણ પોતાનો એક અલગ અને લાંબો ઇતિહાસ ધરાવે છે.

ટેર્ર હોઉત ફેડરલ કરેક્શન કોમ્પલેક્ષ
આ જેલમાં 3 હજારથી વધુ કેદીઓને પુરવામાં આવે છે. આ જેલમાં તમામ પ્રકારની સુરક્ષા પુરી પાડવામાં આવે છે. જેમાં ઉંચ, મધ્યમ અને મિનીમમ એમ સુરક્ષાને વહેંચી દેવામાં આવી છે.

એચએમએસ બેલ્માર્શ
આ જેલની શરૂઆત 1991માં ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા સાથે કરવામાં આવી હતી, ત્યારથી લઇને અત્યારસુધી આ જેલમાં 1000 જેટલા કેદીઓને પુરવામાં આવ્યા છે. આ જેલ તેની સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે.