For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધર્સ ડે ઉજવતાં પહેલાં જરા આ પણ જાણી લો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mother2
નવી દિલ્હી, 11 મે: રવિવારે તમે બધા મધર્સ ડે ઉજવશો પરંતુ તે પહેલાં એક સચ્ચાઇથી રૂબરૂ થઇ જઇએ જે કદાચ તમને વિચારવા પર મજબૂર કરી શકે છે. મધર્સ ડેને ધ્યાનમાં રાખતાં એક રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે જે આખી દુનિયામાં માની સ્થિતીને વ્યક્ત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સેવ ધ ચિલ્ડ્રેન્સ તરફથી 150મી વાર્ષિક વર્લ્ડ મધર્સ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો છે.

થોડો સુધારો તેમછતાં હાલાત ચિંતાજનક
આ રિપોર્ટમાં દુનિયાના કેટલાક સારા તો કેટલાક ખરાબ તે દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માંની દ્રષ્ટિએ સૌથી સુરક્ષિત અને સૌથી વધુ અસુરક્ષિત છે.

આ રિપોર્ટ પર જો વિશ્વાસ કરીએ તો ભારત અને નાઇઝીરિયા બે એવા દેશ છે જ્યાં સૌથી વધુ માતા પોતાની જીંદગી ગુમાવી દે છે. તો બીજી તરફ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ, નોર્વે સ્વીડન આ દેશ ગર્ભવતી મહિલાઓ માટે સૌથી સુરક્ષિત દેશ છે.

રિપોર્ટના અનુસાર આખી દુનિયામાં જ્યાં હાલાત સુધરી રહી છે તો બીજી તરફ ભારતમાં સ્થિતી ખરાબ થતી જાય છે. રિપોર્ટ અનુસાર મહિલાઓ અને છોકરીઓ માટે થનાર રોકાણથી આ હાલાતમાં સુધારો લાવી શકાય.

સાથે જ આ રોકાણના માધ્યમથી માં અને બાળકોની સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર દરરોજ 800 મહિલાઓના મોત ગર્ભાવસ્થા અથવા પછી બાળકને જ્ન્મ આપતી વખતે થઇ જાય છે. જો કે વર્ષ 1990 થી 2013 સુધી સ્થિતીમાં થોડો સુધારો જરૂર આવ્યો છે.

ભારતને 137મી રેકિંગ
ભારત માટે જો કે આ સર્વેમાં જો કે આ સર્વેમાં રાહત આપનાર વાત એ છે કે તેની રેકિંગમાં સુધારો. ગત વર્ષે આવેલા આ રિપોર્ટમાં ભારતે 142મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતે ભારતને 137મું સ્થાન પ્રાપ્ત થયું હતું.

આ રિપોર્ટમાં 178 દેશો પર સર્વે કરાવવામાં આવ્યો હતો. સર્વેમાં જે વાતોના આધારે દેશોની રેકિંગ કરવામાં આવી છે, તેમાં માં અને બાળકોના સ્વાસ્થ્ય, તેમની શિક્ષાની સાથે-સાથે આર્થિક અને રાજકીય સ્થિતીને સામેલ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં સોમલિયાને સૌથી અંતિમ સ્થાન પર રાખવામાં આવ્યું છે. રિપોર્ટ પર જો વિશ્વાસ કરીએ તો દુનિયામાં માં અને બાળકોના જેટલા મોત નિપજે છે, તેમાંથી એક તૃતિયાંશ મોત ભારત અને નાઇઝીરિયાથી રિપોર્ટ થાય છે.

English summary
India is responsible for higher maternal mortality Rate according to a report by WHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X