વર્ષ 1984માં થયું હતું સૌથી વધુ 64 ટકા મતદાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 એપ્રિલ: લોકસભા ચૂંટણીના અત્યાર સુધીના ઇતિહાસમાં 1984ની ચૂંટણીમાં સૌથી વધુ 64.01 ટકા મતદાન થયું હતું અને વર્ષ 2009ની સામાન્ય ચૂંટણીમાં પુરૂષો કરતાં વધુ મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો હતો.

ભારતના ચૂંટણી પંચના આંકડાના અનુસાર, 1951-52માં પ્રથમ લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં લોકોએ એકદમ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને 61.16 ટકા મતદાન થયું હતું. બીજી લોકસભા માટે 1957માં થયેલા મતદાનમાં 63.73 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી ઇતિહાસના આંકડાઓ પર નજર કરીએ તો અહી તથ્યો સામે આવ્યા છે પહેલી લોકસભા ચૂંટણી બાદથી મહિલા મહિલા ઉમેદવારોની જીતની ટકાવારીમાં સતત ઘટાડો આવ્યો છે. 1996માં 11 લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની જીતની ટકાવારી સૌથી ઓછી રહી જ્યારે 591 મહિલા ઉમેદવારોમાંથી ફક્ત 40 જીતવામાં સફળ થઇ જે 6.68 ટકા છે.

તો બીજી તરફ બીજી લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં 48.89 ટકા નોંધવામાં આવી હતી જ્યારે ત્રીજી લોકસભા ચૂંટણીમાં 46.97 ટકા, ચોથી ચૂંટણીમાં 43.28 ટકા અને પાંચમી ચૂંટણીમાં 24.49 ટકા મહિલા ઉમેદવારોએ જીત નોંધાવી હતી.

છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં 27.14 ટકા મહિલા ઉમેદવારોએ જીત નોંધાવી હતી, સાતમી લોકસભાની ચૂંટણીમાં 19.58 ટકા, આઠમી લોકસભાની ચૂંટણીમાં 25.15 ટકા, 9મી લોકસભા ચૂંટણીમાં 14.64 ટકા, 10મી ચૂંટણીમાં 11.51 ટકા, 11મી લોકસભા ચૂંટણીમાં 6.68 ટકા, 12મી લોકસભા ચૂંટણીમાં 15.69 ટકા, 13મી લોકસભા ચૂંટણીમાં 17.25 ટકા, 14મી લોકસભા ચૂંટણીમાં 12.68 ટકા અને 15મી લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાંથી 10.61 ટકાએ જીત નોંધાવી હતી.

પ્રથમ લોકસભાની ચૂંટણીમાં મતદાન

પ્રથમ લોકસભાની ચૂંટણીમાં મતદાન

ભારતના ચૂંટણી પંચના આંકડાના અનુસાર, 1951-52માં પ્રથમ લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં લોકોએ એકદમ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને 61.16 ટકા મતદાન થયું હતું.

બીજી લોકસભાની ચૂંટણીમાં મતદાન

બીજી લોકસભાની ચૂંટણીમાં મતદાન

બીજી લોકસભા માટે 1957માં થયેલા મતદાનમાં 63.73 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ત્રીજી લોકસભાની ચૂંટણીમાં મતદાન

ત્રીજી લોકસભાની ચૂંટણીમાં મતદાન

ચૂંટણી કમિશનના આંકડા અનુસાર 1962માં ત્રીજી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 55.42 ટકા મતદાન થયું જેમાં 63.31 ટકા પુરૂષ અને 46.63 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચોથી લોકસભાની ચૂંટણીમાં મતદાન

ચોથી લોકસભાની ચૂંટણીમાં મતદાન

ચોથી લોકસભા માટે ચૂંટણીમાં 61.33 ટકા મતદાન થયું જેમાંથી 66.73 ટકા પુરૂષ અને 55.48 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2009ની ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી 65.96 ટકા અને પુરૂષોના 50.97 ટકા નોંધવામાં આવી હતી.

પાંચમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

પાંચમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

ચૂંટણી કમિશનના આંકડાઓ અનુસાર, પાંચમી લોકસભા માટે ચૂંટણીમાં કુલ મતદાન ટકાવારી 55.27 રહી જેમાં 60.9 ટકા પુરૂષ અને 49.11 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં મતદાન

છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં મતદાન

છઠ્ઠી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાન ટકાવારી 60.49 રહી જેમાં 65.63 ટકા પુરૂષો અને 54.91 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સાતમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

સાતમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

સાતમી લોકસભા ચૂંટણીમાં 56.92 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં પુરૂષોના વોટ 62.16 ટકા અને મહિલાઓના 51.22 ટકા નોંધવામાં આવ્યા હતા.

આઠમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

આઠમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

આઠમી લોકસભામાં 64.01 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

નવમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

નવમી લોકસભાની ચૂંટણીમાં મતદાન

નવમી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 61.95 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં 66.13 ટકા પુરૂષ અને 57.32 ટકા મહિલા મતદારો હતા.

10 મી લોકસભાચૂંટણીમાં મતદાન

10 મી લોકસભાચૂંટણીમાં મતદાન

10 મી લોકસભા માટે ચૂંટણીમાં કુલ મતદાન 55.88 ટકા થયું જેમાં 61.58 ટકા પુરૂષો અને 51.35 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

11 મી લોકસભાચૂંટણીમાં મતદાન

11 મી લોકસભાચૂંટણીમાં મતદાન

11મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાન 57.94 ટકા નોંધવામાં આવ્યું હતું જેમાંથી 62.06 ટકા પુરૂષ અને 53.41 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

12 મી લોકસભાચૂંટણીમાં મતદાન

12 મી લોકસભાચૂંટણીમાં મતદાન

12મી લોકસભા માટે ચૂંટણીમાં કુલ મતદાન 61.97 ટકા રહ્યું હતું જેમાંથી 65.72 ટકા પુરૂષ અને 57.88 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

13 મી લોકસભાચૂંટણીમાં મતદાન

13 મી લોકસભાચૂંટણીમાં મતદાન

ચૂંટણી કમિશનના આંકડાઓ અનુસાર 13મી લોકસભા માટે ચૂંટણીમાં કુલ મતદાન 59.99 ટકા નોંધવામાં આવ્યું હતું જેમાંથી પુરૂષોના મતદાનની ટકાવારી 63.97 અને મહિલાઓના મતદાનની ટકાવારી 55.64 ટકા નોંધવામાં આવી છે.

14 મી લોકસભાચૂંટણીમાં મતદાન

14 મી લોકસભાચૂંટણીમાં મતદાન

14 લોકસભાની ચૂંટણીમાં 58.07 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જેમાં પુરૂષોના મતદાનની ટકાવારી 61.66 અને મહિલાઓ મતદાનની ટકાવારી 53.3 રહી.

English summary
Turnout has averaged 66 percent through six of nine rounds of voting in elections ending May 16, up from 58 percent in 2009, according to the Election Commission of India. That would surpass the previous record of 64 percent in the 1984 vote in the aftermath of Prime Minister Indira Gandhi’s assassination, which led to a surge in support for her party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X