For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ક્યાંથી આવ્યો ફેસબુકનો unfriend અને lol

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

facebook-logo
બેંગ્લોર, 27 ઓગષ્ટ: શું તમને ખબર છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ફેસબુક પર ઉપયોગ કરનાર શબ્દોનો પણ એક ઇતિહાસ હોય છે, જી હા. 'અનફ્રેન્ડ' શબ્દનો પ્રયોગ સૌથી પહેલાં 1275માં કરવામાં આવ્યો તો બીજી તરફ 'લૉલ' શબ્દની ઉત્પત્તિ 1564માં થયો. ફેસબુક પર અનફ્રેન્ડ કરતાં જ ફ્રેન્ડ લિસ્ટનો એક મિત્ર ઓછો થઇ જાય છે.

તમને જણાવી દઇએ કે આ શબ્દનો પ્રયોગ પહેલાં નાઉન (સંજ્ઞા)ના રૂપમાં કરવામાં આવ્યો, ત્યારબાદ 1659માં તેનો પ્રયોગ એક 'વર્બ'ના રૂપમાં કરવામાં આવ્યો હતો. 21 સદીમાં આ શબ્દને સ્કોટલેંદના ઉપન્યાસકાર વોલ્ટર સ્કૉટે પુનજીવિત કર્યો. તેમને લખ્યું કે આ શબ્દને 1659માં એક પાદરીએ ચર્ચમાં 'ઘાયલ નિર્દોષતાની અપીલ'માં પ્રયોગ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે આશા છે કે આપણી તમારી વચ્ચે જે પણ થયું તેનાથી આપણા બંને વચ્ચે અનફ્રેન્ડ (મિત્રહિન) જેવી સ્થિતી સર્જાશે નહી.

આ ઉપરાંત લૉલ (એલઓએલ)નો પ્રયોગ 16મી સદીમાં કોઇ વ્યક્તિ સુધી પોતાનો સંદેશ બૂમો પાડીને પહોંચાડવામાં અને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી (ઓઇડી)માં આ શબ્દોનો પ્રયોગ 'લૉફિંગ આઉટ લાઉડ' માટે 1989માં સૂચ્ચિબદ્ધ કરવામાં આવ્યો. તો બીજી તરફ આ શબ્દનો પ્રયોગ 1960માં 'લિટલ ઓલ્ડ લેડી' માટે કરવામાં આવ્યો.

મતલબ શબ્દોનો અર્થ એક નિશ્વિત સમયકાળમાં અલગ અલગ થઇ શકે છે. હવે અનફ્રેન્ડનો અર્થ કોઇને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાંથી દૂર કરવાનો અને 'લોફિંગ આઉટ લાઉડ'નો અર્થ વધુ પડતી મજાકિય વાતના સંદર્ભમાં કરવામાં આવે છે.

English summary
See here the history of words which are being used in social networking sites. The words are like 'unfriend' and 'lol'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X