• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાયરસના કહેર દરમિયાન આ રીતે રમો હોળી, જાણો સેફ્ટી ટિપ્સ

|

હોળીનો તહેવાર હોય છે મસ્તીનો પરંતુ આ વખતે કોરોના વાયરસની બીકે હોળીની મસ્તીને ફીકી કરી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી ઘણા કેસ સામે આવી ચૂક્યા છે જેનાથી લોકો દહેશતમાં આવી ગયા છે. આ જ કારણ છે કે આ વખતે ઘણા લોકોએ હોળી ન રમવાનો નિર્ણય લીધો છે પરંતુ લોકોને દુઃખી થવાની જરૂર નથી, તમે અમુક ટિપ્સ દ્વારા આ હોળીને પણ શાનદાર રીતે મનાવી શકો છો.

રાખો આ વાતોનુ ધ્યાન

રાખો આ વાતોનુ ધ્યાન

તમે આ વખતે ભીના રંગોથી હોળી ના રમતા પરંતુ અબીલ અને ગુલાલનો ઉપયોગ કરો. વાસ્તવમાં કોરોના વાયરસ વેટ પાર્ટિકલ્સમાં જ ટ્રાવેલ કરે છે. માટે જો તમે સૂકી હોળીનો વિકલ્પ પસંદ કરશો તો એ સુરક્ષિત હોઈ શકે છે.

સેનિટાઈઝરનો ઉપયોગ કરો

સેનિટાઈઝરનો ઉપયોગ કરો

  • જો કોઈને પણ સામાન્ય શરદી કે ખાંસી થઈ હયો તો હોળી રમવાનુ વિચારતા જ નહિ.
  • જો તમને નાક અને આંખોમાંથી પાણી આવે તો તેને નજરઅંદાજ ના કરતા, તરત જ ડૉક્ટરની સલાહ લેવી.
  • કોઈ મહેમાન સાથે હોળી રમતા હોય તો સેનિટાઈઝરનો ઉપોયગ કરો.
  • બહારથઈ મિઠાઈ મંગાવવાથી સારુ છે કે ઘરમાં બનેલી મિઠાઈ અને પકવાનો ખાવ.
મસ્તીમાં આવીને કોઈને ગળે ના મળતા

મસ્તીમાં આવીને કોઈને ગળે ના મળતા

  • અબીલ અને ગુલાલ પણ લોકોને દૂરથી ફેંકીને લગાવો.
  • મસ્તીમાં આવીને કોઈને ગળે ના મળતા.
  • ભીડવાળી જગ્યાએ હોળી રમવાથી સારુ છે કે તમે પોતાના ધાબા કે આંગળામાં પોતાના દોસ્તો અને પરિવાર સાથે હોળી રમો.
અમુક ખાસ વાતો

અમુક ખાસ વાતો

  • હોળી હંમેશા ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પર્વ બે દિવસનો હોય છે, પહેલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગથી રમવામાં આવે છે જેને ધૂરડ્ડી, ધુલેન્ડી, ધુરખેલ કે ધૂલિવંદન કહેવામાં આવે છે.
  • હોળીનો પર્વ ભારતમાં ઘણા સમયથી મનાવવામાં આવે છે જેનો ઉલ્લેખ મુસ્લિમ સાહિત્યોમાં પણ મળે છે. સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટક અલબરીએ પણ પોતાના ઐતિહાસિક યાત્રા સંસ્મરણમાં હોલિકોત્સવનુ વર્ણન કર્યુ છે, જે મુજબ આ પર્વ લોકો વચ્ચે ખુશી વહેંચવા માટે મનાવવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ

English summary
Holi and Coronavirus: here is the safty tips for dos and don'ts, must read.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more