• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, અંતરિક્ષમાં એસ્ટ્રોનૉટ્સ શું ખાય છે? કેવી રીતે જીવે છે જિંદગી

|

ઈસરો 2022 સુધી ગગનયાન દ્વારા ત્રણ ભારતીયોને સાત દિવસ માટે અંતરિક્ષની યાત્રા પર મોકલશે. સાત દિવસ સુધી આ ત્રણ અંતરિક્ષ યાત્રી પૃથ્વીના ચાર ચક્કર લગાવશે. પરંતુ જ્યાં પાણી, ખોરાક અને પૂરતા ઑક્સિજનયુક્ત હવા નથી તેવી જગ્યાએ આ લોકો શું ખાશે? જો તમારા મનમાં પણ આવો જ સવાલ હોય તો જણાવી દઈએ કે અમેરિકા, રશિયા, ચીન અને જાપાની અંતરિક્ષ એજન્સીઓ આ અંતરિક્ષ યાત્રીઓના ભોજનની વ્યવસ્થા કંઈક આવી રીતે કરશે...

તમારા મનમાં પણ આ સવાલો હશે

તમારા મનમાં પણ આ સવાલો હશે

એસ્ટ્રોનૉટ્સના ખાવાને લઈ હંમેશા મનમાં હજારો સવાલ રહેતા આવ્યા છે. શું તેઓ થાળી અને વાટકામાં ખાવાનું ખાય છે. શું તેમનો ખોરાક અંતરિક્ષમાં પકવવામાં આવે છે. બચેલો ખોરાક ક્યાં જાય છે. શું અંતરિક્ષમાં ખોરાક સડતો હોય છે. આવા અનેક સવાલો હોય છે જેના જવાબ જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હોય છે. તો આવો જાણીએ, અંતરિક્ષમાં હાલ એસ્ટ્રોનૉટ્સના ખોરાકને લઈ અતિ રોચક માહિતી...

દરરોજ 1.7 કિલો ખોરાક જ અપાય છે

દરરોજ 1.7 કિલો ખોરાક જ અપાય છે

દરેક અંતરિક્ષ યાત્રી માટે દિવસના માત્ર 1.7 કિલોના હિસાબે અંતરિક્ષમાં ખોરાક મોકલવામાં આવે છે. જેમાંથી 450 કિલો વજન તો ખોરાકના કન્ટેનરનો હોય ચે. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ નથી હોતું. માટે એસ્ટ્રોનોટ્સ માટે બનાવવામાં આવેલ ખોરાક ઝીરો-ગ્રેવિટીને ધ્યાનમાં રાખીને પકવવામાં આવે છે. અંતરિક્ષ યાત્રીઓ જો કન્ટેનર કે બેગ ખોલે છે તો 2 દિવસમાં તે ખોરાક ખતમ કરવાનો હોય છે. કેમ કે 2 દિવસ બાદ આ ખોરાક ખરાબ થઈ જાય છે.

ખોરાકને લાંબા સમય સુધી ચલાવવા માટે આવી વ્યવસ્થા હોય

ખોરાકને લાંબા સમય સુધી ચલાવવા માટે આવી વ્યવસ્થા હોય

થર્મો-સ્ટેબલાઈઝ્ડઃ પૃથ્વી પર જ ખોરાકને ગરમ કરી એલ્યૂમિનિયમ અથવા બાઈમેટાલિક ટિન કેનમાં અથવા પાઉચમાં રાખી દેવામાં આવે છે. આ ટિન અથવા પાઉચમાં ખોરાક રાખ્યા બાદ તેને બીજીવાર ગરમ કરવાની જરૂરત નથી પડતી.

રેડિયેશન પ્રતિકારક પેકિંગ: ખોરાકને વિષેશ પ્રકારના ફ્લેક્સિબલ ફૉયલ લિમિટેડ પાઉચમાં રાખવામાં આવે છે. જેથી તેને અંતરિક્ષ કે સ્પેસ સ્ટેશનમાં થનાર કોઈપણ રેડિયેશનથી બચાવી શકાય.

ઓછા ભેજવાળા પદાર્થઃ એવું ભોજન જે લગભગ સુષ્કની શ્રેણીમાં આવે છે. જેમાં ભેજ બહુ ઓછું હોય ચે. જેવાં કે ડ્રાય ફ્રૂટ્સ, એપ્રીકોટ વગેરે.

ફ્રીજ્ડ ડ્રાઈડ ફૂડઃ આવા ફૂડ રેડી ટૂ ઈટ હોય છે. જેને લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે. આ શ્રેણીના ખોરાકમાં વધુ પ્રમાણમાં ફળ આવે છે.

રીહાઈડ્રેટેબલઃ એવો સૂકો ખોરાક જેમાંથી પાણીને કાઢી લેવામાં આવે છે. જેમાં વધુ પડતી દાળ આવે છે. જેને સ્પેસ સ્ટેશનમાં ગરમ પાણી સાથે મિક્સ કરીને ખાવામાં આવે છે. સ્પેસ સ્ટેશન પર ઓનની સુવિધા છે.

પ્રાકૃતિક સ્વરૂપ વાળા ખાદ્ય પદાર્થઃ મગફળી, ક્રંચ બાર, ચૉકલેટ્સ, કુકીઝ વગેરે. જેને ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પાઉચમાં રાખવામાં આવે છે.

પીવા માટેઃ પીવા વાળા તમામ પ્રકારના પદાર્થોને પાઉડર-મિક્સ ફોર્મમાં રાખવામાં આવે છે. સ્પેસ સ્ટેશન પર માત્ર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાનું હોય છે.

પહેલા કેવી રીતે ખાતા હતા અંતરિક્ષ યાત્રી, શું હતી જૂની વ્યવસ્થા?

પહેલા કેવી રીતે ખાતા હતા અંતરિક્ષ યાત્રી, શું હતી જૂની વ્યવસ્થા?

શરૂઆતી અંતરિક્ષ અભિયાનોમાં એસ્ટ્રોનૉટ્સ સૉફ્ટ ફ્રૂડ્સ અથવા બેબી ફૂડ્સ ખાતા હતા. જેને ટૂથપેસ્ટ જેવા ટ્યૂબમાં રાખવામાં આવતા હતા. પરંતુ ધીરે ધીરે ખોરાકની પ્રોસેસિંગની પ્રક્રિયા બદલતી રહી. વર્ષ 1961થી 1967 સુધી ક્યૂબના આકારમાં ખાદ્ય પદાર્થ, ડ્રાઈ પાઉડર અને સેમી-લિક્વિડ ફૂડ લઈ જવાતા હતા. 1964થી 1967 સુધી જિલેટિન કોડેક ફૂડ અને ટૂથપેસ્ટ ટ્યૂબમાં ખોરાક લઈ જવાતો હતો. જેમાં પુડિંગ અને એપલ સોસ રહેતો હતો. 1973 બાદ સ્કાઈબેગ કંપનીએ વિશાળ સ્ટોરેજ ક્ષમતા વાળા કન્ટેનર મોકલવાના શરૂ કર્યાં. હવે તો લગભગ દરેક પ્રકારના ખોરાક અંતરિક્ષમાં જાય છે. સેન્ડવિચ, પિઝા વગેરે પણ.

પોલીસ સ્ટેશનમાં બનાવ્યો TikTok વીડિયો, મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

English summary
how astronauts survive in the space? what do they eat? here is the perfect answer of all your doubts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X