For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરરોજ વાયગ્રાની ચાર ગોળીઓ ખાઇને જીવે છે આ બાળક

|
Google Oneindia Gujarati News

આપને એ જાણીને આશ્ચર્ય થશે કે સેક્સ પાવર વધારનારી ગોળી વાયગ્રા એક 5 મહિનાના બાળકો માટે સંજીવનીનું કામ કરી રહી છે. જન્મતાની સાથે જ રિયુબેન પેક્સટોન નામના આ બાળકની જીવતા રહેવાની આશા ઘણી ઓછી હતી., પરંતુ વાયાગ્રાના કાણે આ બાળક જીવીત છે. આ કેસ સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોનો છે.

ડેઇલી મેઇલ અનુસાર જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે પેટ, આંતરડા અને લીવરનો એક ભાગ તેની છાતીની અંદર હતો, અને આના કારણે તેના ફેફસાઓના વિકાસ થઇ શકતો ન્હોતો. એટલું જ નહીં બાળકના દિલમાં કાણું પણ છે અને તેના ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર નથી થઇ શકતું.

બાળક જ્યારે માત્ર ચાર મહીનાનું હતું ત્યારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેથી તેના અંગોને યોગ્ય જગ્યા પર લાવવામાં આવે. આ ઓપરેશન સાત કલાક સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ બાળકે બીજા ત્રણ મહિના હોસ્પિટલમાં ગાળ્યા.

child
આખરે બાળક મોત સામે જિંદગી જીતી ગયો અને હવે તે ઘરે પોતાના માતા-પિતાની પાસે જ રહે છે. અને તેનો શ્રેય કોઇને નહીં પરંતુ એક સેક્સ પાવર વધારનાર દવા વાયગ્રાને જાય છે.

બાળકની માતાના જણાવ્યા અનુસાર રિયૂબેનને પલ્મોનરી હાઇપરટેન્શન છે. વાયગ્રાથી ફેફડા તરફ જઇ રહેલા બ્લડ વેસેલ્સને પહોડી કરવામાં મદદ મળે છે. અને અને તેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જાય છે.

તેમણે જણાવ્યું કે તે એક દિવસમાં વાયગ્રાની ચાર ગોળીઓ ખાય છે. જો તે આ દવા નહીં ખાય તો તેના ફેફસા યોગ્ય રીતે કામ નહીં કરે અને તેના શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ નહીં મળી શકે. આ રીતે વાયગ્રાની ગોળી ખાઇને જીવે છે આ બાળક, અને આ રીતે વાયગ્રાની ગોળીઓ એક બાળક માટે સંજીવની.

English summary
How brave Reuben is kept alive by Viagra: Wonder drug fights lung condition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X