કૂતુહલ સર્જતો પ્રશ્ન, કેવી રીતે વૈકૂંઠ પામ્યા રામ?
ભગવાન રામની જીવનયાત્રા એ દરેક લોકો માટે પ્રેરણારૂપ છેકે જેઓ ધર્મના માર્ગે આગળ વધવા જઇ રહ્યાં છે. અનેક મુશ્કેલીઓ અને અવરોધો આવવા છતાં પણ રામ પોતાના ધર્મના માર્ગ પરથી ડગ્યા નહોતા. ધર્મના માર્ગથી વિચલીત થઇને અને અચ્છાઇના માર્ગથી નહીં હટવાના તેમના સારા પગલાંએ તેમને એક પૂર્ણ પુરુષ બનાવ્યા હતા, આપણે બધા જાણીએ છીએકે કેવી રીતે ભગવાન રામે પોતાની જીવન યાત્રા દરમિયાન કેવી કઠીણ અને કપરી પરિક્ષા આપી છે, પરંતુ શું એ કોઇ જાણે છેકે ભગવાન રામનું નિધન કેવી રીતે થયું હતું, આજે પણ આ પ્રશ્ન બધામાં કૂતુહલ સર્જે છે.
આ પણ વાંચોઃ- શું ખરેખર સિતાના પિતા હતા રાવણ?
આ પણ વાંચોઃ- જાણો કોણ હતું, ભગવાન વિષ્ણુ અને શિવનું રહસ્યમયી સંતાન
આ પણ વાંચોઃ- ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી
ભગવાન રામને હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો એક અવતાર માનવામાં આવે છે. ભહિદુઓ ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. ભગવાન વિષ્ણુના અવતારો સામાન્ય મોત આપતા નથી પરંતુ ભયંકર મૃત્યુ આપતા હોય છે. કેટલાક લોકોનું માનવું છેકે, ભગવાન રામ સરયુ નદીમાં ગયા હતા અને ત્યાંથી તેઓ વૈકૂંઠ જતા રહ્યાં હતા. પદ્મ પુરાણે ભગવાન રામના મૃત્યુ અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ.
આ પણ વાંચોઃ- શા માટે હિંદુઓ કરે છે અગ્નિસંસ્કાર?
આ પણ વાંચોઃ- વિશ્વના કેટલાક અનોખા Funeral Tradition
આ પણ વાંચોઃ- કેટલાક એવા વૃક્ષો જે ધરાવે છે અલૌકિક શક્તિઓ
આ પણ વાંચોઃ- Intresting: અદ્દલ શિવલિંગ જેવું છે વેટિકન સિટી

રામે 11000 વર્ષ સુધી શાસન કર્યું
માનવામાં આવે છે કે ભગવાન રામે 11000 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમનો હેતુ ધર્મનો ફેલાવો કરવો અને સત્યના પથ પર લોકો ચાલે તે માટે તેમના માર્ગદર્શક બનવાનો હતો. ભગવાન રામ પછી, તેમના પુત્ર લવ અને કુશે પણ તેમના પિતા જે માર્ગે ચાલ્યા હતા એ જ માર્ગે રાજ્ય સંભાળ્યું હતું. એવું પણ માનવામાં આવે છેકે તેમના રાજકાળ દરમિયાન ધરતી માતાએ સીતા દેવીને પોતાની અંદર સમાવી લીધા હતા.

ભગવાન રામ સાથે જોડાયેલી રસપ્રદ વાત
એક રસપ્રદ વાત એ જાણવા મળી કે, એક દિવસ ભગવાન રામને એક ઋષિ મળ્યા હતા અને તેમણે ભગવાન રામને ખાનગીમાં મળવા અને વાત કરવા કહ્યું હતું. જેવા ભગવાન રામ એ સાધુ સાથે એક રૂમમાં દાખલ થાય છે ત્યારે લક્ષ્મણને આદેશ આપે છેકે તેઓ આ રૂમના દરવાજે ઉભા રહે અને કોઇને પણ અંદર ન આવવા દે.

ઋષિ સાથેનો અંતિમ વાર્તાલાપ
એવું માનવામાં આવે છેકે ભગવાન રામનો એ ઋષિ સાથે અંતિમ વાર્તાલાપ હતો. એ ઋષિ અન્ય કોઇ નહીં પરંતુ સમય પોતે હતો. એ ઋષિએ ભગવાન રામને કહ્યું કે ધરતી પરનું તેમનું કર્તવ્ય પૂર્ણ થઇ ગયું છે અને તેમણે હવે વૈકૂંઠ પરત આવવાનું છે. તેમણે ભગવાન રામને જણાવ્યું કે, તેઓ એક દિવ્ય જાતિ સાથે સંબંધ ધરાવે છે.

અચાનક દુર્વાસા ઋષિ આવી પહોચ્યા
એ જ સમયે દુર્વાસા નામના ઋષિ કે જેઓ તેમની ઉગ્ર તાસિર માટે જાણીતા હતા, તેઓ ભગવાન રામને મળવા માગતા હતા. જ્યારે લક્ષ્મણે તેમને મળવા દેવાની ના પાડી ત્યારે તેમણે અયોધ્યા નગરીને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. લક્ષ્મણે અયોધ્યાની પ્રજાને બચાવવા માટે દુર્વાસામુનીની સામે પોતાનુ જીવન જોખમમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. લક્ષ્મણ અયોધ્યા નગરીને બચાવવા માટે મૃત્યુ સુધીની સજા ભોગવવા તૈયાર થઇ ગયા હતા.

અને રામે પોતાના અવતારને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો
દુર્વાસાએ લક્ષ્મણને કહ્યું કે, તે સમયની ભૂમિકા ભજવે અને રૂમમા દાખલ થવા દે. લક્ષ્મણે દુર્વાસા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. ભગવાન શ્રીરામને પોતાના ભાઈના હેતુની જાણ થઈ હતીઅને તેમણે સરયુ નદીમાં ડૂબકી લગાવીને પોતાના અવતારનો અંત લાવી દીધો હતો.